________________
છે તો ભરેલો ઘડો સીધો જમીન ઉપર મુકવાનો બંધ કરવો. (૩) અને જ્યારે જમીન પરના ઘડામાંથી પાણી છે જ લેવું પડે ત્યારે એ ઘડો સીધો નમાવવાને બદલે ઉંચો ઉંચકી લઈ, નીચે જોઈ જીવો દૂર કરી પછી પાણી ? જ લેવાનું રાખવું.
આ બધું સૂક્ષ્મ સંયમ પાળવામાં જો કંટાળો આવે તો સમજી લેવું કે હજી મોક્ષ સહેલો થયો નથી. ખરેખર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ સાચું જ કહ્યું છે “યતિધતિકુરા
એક ધ્યાન દેવા જેવી બાબત એ કે ઠંડા પાણી માટે સંયમીઓમાં મોટા પ્રમાણમાં વપરાતા જે અમદાવાદી ઘડાઓ લગભગ આધાકર્મી છે. એ ઘડાઓ બનાવનારે જ મને કહ્યું છે “સાહેબ! અમે તો છે આવા પાતળા ઘડા બનાવતા જ નથી. અમે જાડા ઘડા જ બનાવીએ, કેમકે જાડા ઘડા બનાવવામાં તુટે જ ઓછા, પાતળા ઘડા બનાવવામાં ઘણા તુટે. પણ બધા મહારાજ સાહેબો પાતળા ઘડા જ લે છે. એટલે જ સંઘોવાળા પણ લગભગ એ જ ઘડા મંગાવે છે.”
જો આ વાત સાચી હોય અને અમદાવાદી ઘડા આધાકર્મી હોય તો એ ઘડાઓ અગ્નિમાં છે જ પકાવવામાં, એ ઘડાની માટી ખુંદવામાં, એમાં કાચા પાણીનો વપરાશ કરવામાં જે બધી વિરાધનાઓ જ જ થાય એ બધાયની અનુમોદનાનો દોષ અમદાવાદી ઘડા વાપરનારા સંયમીઓને લાગે. એ ભાઈનું કહેવું જ જે હતું કે, “ગૃહસ્થો ફુટી જવાના ભયથી પાતળા ઘડાઓ લગભગ વાપરતા નથી.”
૪૦. હું ૫૦ કે તેથી વધારે માણસોના રસોડામાંથી મષ્ટાન + ફરસાણ નહિ વાપરે :
જ્યાં ઘણા માણસો એક સાથે ભેગા થઈને જમે તે સંખડિ કહેવાય છે. શાસ્ત્રોમાં સંખડિની જ જ ગોચરી વાપરવાનો નિષેધ છે. આચારાંગસૂત્રકાર તો એટલે સુધી કહે છે કે (૩૨) “સંખડિમાં તો ગોચરી જ જ વહોરવા ન જ જવું. પણ જે દિશામાં સંખડિ હોય એ દિશામાં પણ ગોચરી વહોરવા ન જવું. જો સંયમીને જ
ખબર પડે કે પૂર્વદિશામાં મોટો જમણવાર છે તો સંયમી પૂર્વદિશા જ છોડી દે. પશ્ચિમમાં જ વહોરવા જતો જ રહે.”
(૧) સંખડિમાં સારી સારી આસક્તિકારક વસ્તુઓ મળે, પુષ્કળ પ્રમાણમાં મળે. એ વાપરવામાં જ છે પુષ્કળ રાગ થાય એમાં જો આયુષ્યકર્મનો બંધ પડે તો તિર્યંચ-આયુષ્ય પણ બંધાઈ જાય. સાધુપણું ખાવાના પાપે નિષ્ફળ જાય.
(૨) સંખડિમાં વધારે પ્રમાણ મળવાથી જો સંયમી ખૂબ વધારે વાપરે, તો એ પચે નહિ, અપચો $ થાય, રોગો ઉત્પન્ન થાય. પછી દવાઓ શરૂ થાય. આખી જિંદગી દવાના ચક્કરમાં સંયમી ફસાય. ૪ છે. અનુભવી સંયમીઓ એમ કહે છે કે, “અત્યારે સંયમીઓમાં માંદગીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં વધ્યું છે. આ
લગભગ બધા સંયમીઓ પાસે વૈદ્ય કે ડોક્ટરની દવાના ઝોળીઓ જોવા મળે છે. આના બે કારણ છે. : (અ) આસક્તિ વગેરેને લીધે વધારે પ્રમાણમાં વાપરવું તે (બ) આસક્તિ વગેરેને કારણે શરીરને પ્રતિકુળ જ વસ્તુઓ પણ વાપરવી તે.
(૩) સંખડિમાં પાત્રાઓ ભરવા માટે ટેવાયેલો સંયમી પછી ઘરોમાં દીર્ઘકાલીન ગોચરીચર્યા કરવા માટે લાચાર બને છે. સંખડિની જ શોધખોળ કરવાની વૃત્તિ જાગ્રત થાય છે. આવા અનેક દોષો સંખડિની ગોચરીમાં છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ . (૬)