________________
આજે એવા કેટલાંક મહાસંયમીઓ છે કે જેઓ ઉપધાન કે સંઘના રસોડામાંથી એક દાણો પણ છે જ વહોરતા નથી. ગમે ત્યાંથી નિર્દોષ ગોચરી લાવીને વાપરે છે. શ્રાવકો ખૂબ ખૂબ વિનંતિ કરે તો પણ જ નમ્રતાપૂર્વક એમને પાછા વાળીને પોતાનો આચાર બરાબર પાળે છે.
પણ આવા આદર્શો કેટલા?
જો સત્ત્વ છળે તો સૌ પ્રથમ આ જ પ્રતિજ્ઞા કરવી કે, “સંખડિની કોઈપણ વસ્તુ હું નહિ વાપરું.” ૪ (જો આજુ બાજુમાંથી બીજી ગોચરી મળી શકતી હોય તો.)
પણ એ શક્ય ન હોય તો પછી આ નિયમ લેવો કે “સંખડિમાંથી રોટલી, શાક, દાળ, ભાત છે ૧ વગેરે લેવાય. પણ મીષ્ટાન્ન અને ફરસાણ નહિ લઉં.” જ આ પણ અઘરું પડે તો ફરસાણની છૂટ રાખી મીષ્ટાન્ન બંધ કરવું. છે એટલા માટે પણ મન તૈયાર ન હોય તો પછી “પ્રવાહી મિષ્ટાન પોણા ચેતનાથી વધારે, જ મોહનથાળ વગેરે રૂપ મિષ્ટાન્ન ૪ ટુકડાથી વધારે અને શીરી વગેરે રૂ૫ મિષ્ટાન્ન એક ટોક્સીથી વધારે જ નહિ વાપરું.” એવો નિયમ લેવો. . જ હજી આનાથી પણ સહેલો નિયમ લઈ શકાય. પણ એ પછી દરેકે દરેક સંયમીઓએ જાતે જ જે વિચારી લેવું. મારી દષ્ટિએ છેલ્લામાં છેલ્લો આ નિયમ તો લેવો જ જોઈએ. જે એક સંયમીને કોઈક ધાર્મિક, શ્રીમંત શ્રાવકે જે વાત કરેલી, એ વાત તે સંયમીએ મને કરેલી. જ જે સાંભળીને ખૂબ જં ખેદ થયો. એ શ્રાવકે એ સંયમીને કહેલું કે “સાહેબ ! આ છ'રી પાલિત સંઘમાં જ જ હું રોજ રસોડામાં જઈને સંયમીઓને વહોરાવતો હતો. ખૂબ ભાવ સાથે સુપાત્રદાનનો લાભ લેતો હતો. જ છેપણ થોડાક દિવસ બાદ મેં હવે વહોરાવવા જવાનું છોડી દીધું છે. એનું કારણ એ છે કે સંયમીઓ પુષ્કળ છે જ પ્રમાણમાં મીઠાઈ ફરસાણ વહોરે છે. પણ રોટલી-પુરી, શાક, ભાત, દાળ તો લગભગ નામ પુરતાં જ ૪ જ વહોરે છે. ૮૦% ગોચરી મીષ્ટાન્નની અને ૨૦% ગોચરી સાદી જોઈને મારા પરિણામો ઘટી ગયા. જ છે સાહેબ! કદાચ તમે એવું કહો કે > સંયમીઓ એકાસણા કરતા હોય, એમાં આ છરી પાલિત સંઘમાં જ ૪ રોજના મોટા-મોટા વિહારો થાય એટલે શરીરને ટકાવવા માટે સંયમીઓએ પોષ્ટિક વાપરવું તો પડે જ છે ૪ ને ? એટલે તેઓ રોટલી વગેરે ન વાપરે અને મીષ્ટ વાપરે એમાં ખોટું શું છે? – તો તમારી વાત મને જ માન્ય જ છે. પણ એક વાત પૂછું? ગુંદરની ઘેંસ, મગની દાળનો શીરો, ચોખ્ખા ઘીનો મોહનથાળ આ જ જ બધી સાત્વિક વસ્તુઓ શરીરને વધારે પોષણ આપનારી છે? કે દૂધ ફાડી નાંખીને બનાવાતી, વૈદ્યોની જે જ દૃષ્ટિએ શરીરને પ્રતિકુળ એવી રસગુલ્લા વગેરે બંગાળી મીઠાઈઓ ? આ સંયમીઓ ગુંદરની ઘેંસ વગેરે લગભગ વહોરતા જ નથી. બંગાળી મીઠાઈઓ જ વહોરે છે. હવે જ જ મારે શું સમજવું?”
આ પ્રસંગ સાંભળીને હું ધ્રુજી ઊઠ્યો. આપણી ગોચરી વહોરવાની ક્રિયા કેવી? કે જેમાં શ્રાવકો 8 અધર્મ પામે, સંયમીઓથી દૂર થાય. સંયમપરિણામો તુટી જાય.
અલબત્ત મોટાભાગના સંયમીઓ આ બાબતમાં અત્યંત સજાગ હશે જ. પણ આવા એકાદ-બે આ પ્રસંગો પણ ન બને એ જરૂરી છે.
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૯૭)