________________
(૩) ઘડો ડગડગતો હોવાથી, અસ્થિર હોવાથી શાસ્ત્રમાં નિષિધ છે. ઘણીવાર ઘડાની અસ્થિરતાને લીધે પાણી ઢોળાઈ જવા વગેરે રૂપ વિરાધનાઓ થતી જોવા મળે છે. માટે જ ઘડાઓને સ્થિર કરવા માટે કાઠાઓ મૂકાય છે.
(૪) શિયાળામાં અને પુષ્કળ ભેજમાં ઘડો સૂકાય નહિ. પાણીનો કાળ પૂર્ણ થઈ ગયા પછી પણ ઘડો ભીનો ભીનો રહે છે. એમાં અકાયની (ચિત્ત થઈ જવા રૂપ) વિરાધના શક્ય છે.
(૫) ઘડાનું અતિ ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે પણ પ્રતિકૂળ છે.
એટલે પ્રથમ નંબરમાં તો તુંબડું જ વાપરવું. એનું મોઢું મોટું હોય, નીચેથી સ્થિર હોય અને એમાં જીવદયા ખૂબ સારી રીતે પાળી શકાતી હોવાથી લગભગ કોઈ દોષ ન રહે. તુંબડું ન ફાવે તો પછી બીજા નંબરમાં લાકડાના લોટ વાપરી શકાય.
પણ આ બે સાધનો વાપરવામાં મુશ્કેલી એ પડે છે કે એમાં પાણી ઠંડુ ન થાય. હજી શિયાળામાં તો ચાલી રહે. પણ ભરઉનાળામાં આ બે સાધનોના નવાયા પાણી વાપરવા સંયમીઓ માટે દુષ્કર થઈ ગયા છે. રે ! ઉનાળામાં તો અઠવાડિયે - અઠવાડિયે રીઢા થયેલા ઘડાઓ કાઢી નાંખી નવા-નવા ઘડાઓ સંયમીઓ લેતા હોય છે. તો પછી આ લોટ કે તુંબડું તો શી રીતે ચાલશે ?
એટલે હવે જો ઘડા વાપરવાના જ હોય તો પછી આટલો નિયમ ધારણ કરવો કે આ ઘડા કોઈક ડીસમાં, નાનકડી પરાત વગેરેમાં મૂકવા. સીધા જમીન ઉપર ન મૂકવા. માટીના ઘડાઓમાંથી લગભગ પાણી ઝરતું હોય છે. એટલે જો જમીન ઉપર ઘડો મૂકો તો એ ઝરતું પાણી આજુબાજુ ફેલાય. કીડી વગેરે એની ઠંડકથી ખેંચાતી અને પછી એમાં જ ડુબી મરતી પણ દેખાઈ છે.
વળી જમીન ઉપર પડેલા ઘડામાંથી કોઈક સંયમી પાત્રીમાં પાણી લે ત્યારે લગભગ થોડું-ઘણું પાણી જમીન ઉપર ઢોળાતું જ હોય છે. અને એ પાણી નાના જંતુઓ માટે મોટા પૂરનો ભાગ ભજવતું હોય છે.
એટલે ઘડો પરાતાદિમાં જ મૂકવો. જેથી પાણી ઢોળાય તો પણ એ પરાતમાં જ ઢોળાય. (એ ય જો કે ખોટું છે, છતાં એમાં ઓછો દોષ છે.)
એકવાર પાટ વગે૨ે ઉંચા સ્થાન ઉપર ઘડો મૂકીએ તો પણ ચાલે.
બીજી વાત એ કે ધારો કે ઘડો જમીન ઉપર જ પડ્યો છે અને એમાંથી પાણી લેવું છે તો સામાન્યથી સંયમીઓ ઘડાને નમાવીને પાત્રીમાં પાણી લેતા હોય છે. પણ આ યોગ્ય નથી. ઉનાળા વગેરે કાળમાં કીડી વગેરે જીવો ઠંડક માટે એ ઘડાની બરાબર નીચે આવીને રહ્યા હોય છે. સંયમી જેવો ઘડો નમાવે કે તરત જ એ નીચે રહેલા જીવો ઉપર ઘડાનું જોરદાર વજન આવે અને એ મરી જાય. ઘણીવાર ઘડાના તળીયા ઉપર જંતુઓના કલેવરો જોવા મળે છે.
જો મોઢાના ભાગથી ઘડો ઊંચો ઉંચકી લઈએ અને પછી ઘડાના તળીયા ઉપર નજર કરી લઈએ તો ઉપરની વિરાધના ન થાય. જો તળીયે જીવો દેખાય તો ઓધા વગેરેથી પુંજી લઈને પછી એ ઘડો નીચો મૂકીને પછી પાણી લઈ શકાય.
એટલે (૧) શક્ય હોય તો ઘડાનો ત્યાગ કરી તુંબડું કે લોટ સ્વીકારવો. (૨) એ શક્ય ન હોય સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૬૫)