________________
અભ્યાહત ગોચરી લગભગ આધાકર્મી હોય છે. (૨) ધારો કે આધાકર્મી ન હોય પણ સંયમીને વહોરવવાના ઉદ્દેશથી જ નિર્દોષ સુખડી-મીઠાઈ વગેરે લાવે તો એ અવર-જવરમાં ગૃહસ્થો દ્વારા થયેલી બધી વિરાધનાની અનુમોદનાનો દોષ સંયમીને લાગે. (૩) ધારો કે એ ગૃહસ્થો મળવા આવવાના જ હોય. એમાં ગોચરી વહોરાવવા લાવવી એ ગૌણ હોય તો કદાચ ઉપરના બે ય દોષ ન લાગે. પણ સંયમી આવી સ્વાદિષ્ટ વસ્તુઓ વહોરે, વાપરે. એમાં ભયંકર આસક્તિ થાય, કેમકે ભક્તો, સ્વજનો દ્વારા વહોરવા માટે લવાયેલી વસ્તુ તરીકે મીઠાઈઓ, મેવો, ફરસાણ, ફળાદિ જ વધારે જોવા મળે છે. કોઈ રોટલી-શાક-દાળ-ભાત વહોરાવવા લઈ આવે એ ઓછું જોવા મળે છે. (વિહારસ્થાનોમાં એવું પણ બને.) એટલે આ બધું વહોરવામાં પુષ્કળ આસક્તિ પોષાય. (૪) સંસ્કાર ખોટા પડે. પછી તો જેટલા શ્રાવક વિનંતિ કરે, એ બધાને લાભ આપી આપીને આસક્તિ પોષવાનું પાપ કાયમી બની જાય. બાકીના સંયમીઓમાં પણ આ સંસ્કાર પડે. ૪૨ દોષથી નિર્દોષ ગોચરીની આખી વ્યવસ્થાના ભાંગીને ભુક્કા થઈ
જાય.
એટલે જ બા-બાપુજીથી માંડીને કોઈને પણ આ રીતે અભ્યાહ્નત ગોચરીનો લાભ આપવો શાસ્ત્રમાન્ય ન જ બને.
એક ઊંચો આદર્શ બતાવું.
એક સંયમીને નિયમ છે કે “જો બહારગામથી આવેલા સ્વજનો, શ્રાવકાદિએ વહોરાવેલી ગોચરી વાપરું તો બજા દિવસે મારે ઉપવાસ ક૨વો.’
આ નિયમ બાદ એ સંયમીના સ્વજનોએ એવા લાભ આપવાનો આગ્રહ જ છોડી દીધો.
એનાથી તદ્દન ઉંધો એક પ્રસંગ કહું. એક મહાત્મા જૈનોની ભરપૂર વસતિવાળા સ્થાનોમાં ઉતરે તો પણ રોજ એમને વહોરાવવા માટે આજુ-બાજુના વિસ્તારોમાંથી એમના ભક્તો ઉપાશ્રયમાં ટિફીન લઈને આવે. અને મહાત્મા ઉપાશ્રયમાં જ ત્રણ ટાઇમની ગોચરી વહોરે. ભક્તોને લાભ (!) આપે.
આ જોઈને શ્રીસંઘના એક પરિણત શ્રાવકને ખૂબ આઘાત લાગ્યો. કરોડોપતિ એ શ્રાવકે ખાનગીમાં મહાત્મા પાસે જઈને પગે પડીને વિનંતિ કરી કે સાહેબ ! આપ જ્યારે વિહારમાં હો, જ્યાં જૈનોના કોઈ ઘર ન હોય ત્યાં આપ આવી રીતે ભક્તોએ લાવેલી ગોચરી વહોરો તો એ આપ જાણો. પણ અહીં તો આજુબાજુમાં જ ૫૦૦ ઘરો છે. બીજા લોકો જાણશે તો એમ વિચારશે કે,“શું આ સંઘના શ્રાવકો સાધુઓને ગોચરી નહિ વહોરાવતા હોય ? કે જેથી એ સાધુઓને ગોચરી વહોરાવવા માટે દૂરના વિસ્તારના શ્રાવકોએ આવવું પડે.” અને એ સ્થાનમાં તો એ શ્રાવકે આ અભ્યાહૃતગોચરી બંધ કરાવી.
પણ શું આ પ્રવૃત્તિ ઉચિત હોઈ શકે ? સંયમીની નિઃસ્પૃહતા, અનાસક્તિ વગેરે ગુણોનું અવમૂલ્યન જ આ બધી પ્રવૃત્તિમાં નથી દેખાતું ?
ખરેખર તો આ લાભ આપવામાં ગૃહસ્થોને જેટલો ફાયદો થશે, એના કરતા જો સંયમીઓ એકપણ વસ્તુ નહિ વહોરે તો છેલ્લે તો એ ગૃહસ્થોનું સંયમીઓ પ્રત્યેનું બહુમાન અનેકગણું વધી જ જશે. જેનો ફાયદો ઘણો જ મોટો છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ♦ (૫૯)