________________
છે કે જ્યારે વિહારધામાદિમાં આધાકર્મી વાપરવાનું જ હોય ત્યારે દ્રવ્યો પણ ઓછામાં ઓછા વાપરવા છે ન જોઈએ. એમાં જે એકાસણા-આંબિલ કરનારા હશે તેઓ તો બપોરે એક જ વાર વાપરશે એટલે તેઓ જ જ ત્રણ/ચાર દ્રવ્યોનો અભિગ્રહ કરી શકે. (છેવટે એકાસણાદિ હોવાથી દૂધ સહિત પાંચ દ્રવ્યોનો અભિગ્રહ ? • કરે.)
પણ જેઓ બે કે ત્રણ ટાઇમ વાપરનારા છે, તેઓએ વધુ દ્રવ્યસંક્ષેપ કરવો જોઈએ. દા.ત. સવારે છે જ દૂધ અને ખાખરા, અથવા ચાહ અને ખાખરા, અથવા એકલું દૂધ કે એકલી ચાહ અથવા ચાહ-દૂધ- જ જે ખાખરા એમ પોતાની શક્તિ પ્રમાણે એક, બે કે ત્રણ દ્રવ્ય જ વાપરીને સવારની ગોચરી પતાવે. ?
એમ બપોરે પણ રોટલી, શાક કે રોટલી, દાળ કે રોટલી, શાક, દાળ (છેવટે રોટલી, શાક, $ દાળ, ભાત) એમ બે, ત્રણ દ્રવ્ય જ વાપરે.
એમ સાંજે પણ ભાખરી-શાક વગેરે કોઈપણ બેત્રણ દ્રવ્ય જ વાપરે.
આમ ત્રણ ટૅકમાં દ્રવ્ય સંક્ષેપ કરીને જિનાજ્ઞા પ્રત્યેનો આદરભાવ અકબંધ રાખે, પરિણામોની ૪ જે કોમળતાને જાળવે.
શક્ય હોય તો આવા દોષિત વાપરવાના પ્રસંગમાં ત્રણ ટંકને બદલે બે ટંકમાં પતાવવાનો પ્રયત્ન છે જ કરે. (આમાં જે દવાઓ લેવી પડે કે દવા માટે ઉકાળો, અનુપાનાદિ જ લેવું પડે એની પહેલેથી છૂટ રાખી છે જ શકાય.)
એક તપસ્વીરત્ન પંન્યાસજી તો નિર્દોષ ગોચરીના એવા આગ્રહી છે કે જો એ ન મળે તો ઉપવાસ ? જ કરી લે. એમનું શરીરબળ પણ એમને સહાય કરે છે. એક વાર આજ કારણસર તેઓ વડીલ પાસે - ઉપવાસનું પચ્ચ. લેવા ગયા ત્યારે વડીલે કહ્યું કે, “તમારે ઉપવાસ નથી કરવાનો. આ સાધુ બે કિ.મી. દૂર ગોચરી માટે જવાનો જ છે. એ તમારા માટે નિર્દોષ ગોચરી લઈ આવશે.”
આ બધા આદર્શોને નજર સામે રાખીને સંયમીઓ કમસેકમ આ દ્રવ્ય સંક્ષેપ કરવા રૂપ ? છે સાપેક્ષભાવને તો જીવનમાં ઉતારે જ. ૪ ૩૫. સંસારી બા-બાપુજી, સગા ભાઈ-બહેન વંદન કરવા માટે આવે અને ગોચરીનો લાભ છે જ આપવા માટેનો આગ્રહ કરે તો નાછૂટકે એમને લાભ આપવાની છૂટ સિવાય બહારગામથી કે જ જ સ્થાનિકગામથી કોઈપણ ભક્તો કે સ્વજનોએ લાવેલી ગોચરી હું વહોરીશ નહિ કે વાપરીશ નહિ : ૧
સરકારી કાયદા પ્રમાણે એમ સાંભળ્યું છે કે, “સંસારત્યાગી કોઈપણ વ્યક્તિ સંસાર માટે મરી જ છે ગયેલો જ ગણાય છે.” અર્થાત સંયમી માટે હવે કોઈ બા નથી કે બાપુજી નથી. ભાઈ નથી કે બહેન છે
નથી. સંયમી માટે સંસારના બધા સંબંધો કપાઈ જ ગયેલા છે. જ સંયમીને તો હવે માત્ર એક જ વસ્તુ સાથે સંબંધ હોય, જિનાજ્ઞા ! જિનાજ્ઞા સિવાય એણે કોઈ જ જ સાથે સંપર્ક કરવાનો નથી. દેવ અને ગુરુતત્ત્વ પણ એ જિનાજ્ઞામાં સમાઈ જ જાય છે અને જિનાજ્ઞા તો જ છે સ્પષ્ટ જ છે કે આ-ગામ કે બહારગામથી ઉપાશ્રયે લવાયેલી કોઈપણ વસ્તુ સંયમી વાપરી ન શકે.
આ રીતે લવાયેલી ગોચરી અભ્યાહત પિંડ કહેવાય. એમાં ઘણા દોષો છે : (૧) સ્વજનાદિઓ જ ૪ સંયમી પ્રત્યેના ભક્તિભાવથી સારી-સારી વસ્તુ બનાવીને પણ લાવે. એટલે આજના કાળમાં તો જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ . (૫૮)