________________
એટલે ખરેખર તો કોઈપણ સ્વજનાદિનું અભ્યાહત પિંડ ન જ લેવું. છતાં માતા-પિતા વગેરે પ્રત્યેના સ્નેહભાવને કારણે આટલી બધી સાત્વિકતા ન કેળવી શકાતી હોય તો છેવટે આટલું નક્કી કરવું કે માતા-પિતા, સગા ભાઇબહેન (કાકા, મામા, માસા, ફુઆ વગેરે કે એમના દીકરા વગેરે બધાનો નિષેધ) જે ગોચરી લાવે એનો જ લાભ આપવો. બીજા કોઈને પણ લાભ ન આપવો. ભક્તશ્રાવકો વગેરેને પણ નહિ.
ભગવાન બપ્પભટ્ટસૂરિજીએ તો ભક્તોના ઘરની નિર્દોષ ગોચરીનો પણ ત્યાગ કરેલો, એની પાછળ આસક્તિ વગેરેથી બચવાનો જ એકમાત્ર ઉદ્દેશ હતો.
એ મહાપુરુષ ભક્તોના ઘરની નિર્દોષ ગોચરી પણ છોડી દે તો આપણે ભક્તોએ અભ્યાહતાદિ દોષવાળી લાવેલી ગોચરીનો ત્યાગ ન કરવો જોઈએ ?
વળી તેઓ આપણને ગોચરી વહોરાવવા માટે જ સ્કુટર-ગાડીમાં આવતા હોય અને એમાં અકસ્માત થાય તો મુશ્કેલીનો પાર ન રહે. આવા પ્રસંગો પણ બન્યા છે.
હા ! જે જગ્યાએ જૈનોના ઘરો જ ન હોય, રસોડા વગેરેમાંથી આધાકર્મી વહો૨વાનું હોય એ વખતે અભ્યાહ્નત ગોચરી લેવામાં આવે તો ચાલે. એમાં ય શક્ય હોય તો આસક્તિકારક વસ્તુઓ તો ન જ વહોરવી. જે ખાખરા વગેરે હોય એ લઈને ચલાવી શકાય.
આમાં એટલી વિશેષતા છે કે કોઈક વિહારધામમાં આધાકર્મી ગોચરી વાપરવાની હોય અને એ વખતે એને બદલે બાજુના ગામમાંથી શ્રાવકો પાસે સ્પેશ્યલ ગોચરી મંગાવીએ તો એમાં વિરાધના વધારે લાગે છે. ભલે તેઓ ઘરે જ પડેલી સુકી-પાકી વસ્તુઓ લાવે તો પણ ગાડીમાં આવવું-જવું વગેરેને લીધે સાધુના કા૨ણે ખૂબ વિરાધના થાય. એના બદલે રસોડામાંથી આધાકર્મી લેવામાં ઓછો દોષ લાગે. હા ! જો એ શ્રાવકો પોતાના જ કામ માટે ત્યાં આવવાના હોય. ગોચરી વહોરાવવા માટેના મુખ્ય ઉદ્દેશથી ન આવવાના હોય. તો પછી એમની પાસે એમના ઘરે પડેલી સુકી-પાકી વસ્તુઓ મંગાવીએ અને રસોડાની ગોચરી ન વાપરીએ તો ઓછો દોષ લાગે એવું જણાય છે. પણ આપણા માટે જ સ્પેશ્યલ ગોચરી તો ન જ મંગાવાય.
૩૬. ગોચરીમાં જો સંઘાટક વ્યવસ્થા ગોઠવાતી હશે તો હું નિષેધ નહિ. કરું. એ સંઘાટક વ્યવસ્થામાં મદદગાર થઈશ :
આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે (૮)‘દેવકીના છ પુત્રો ચૌદપૂર્વી હતા. અને છ ય પુત્રો બે-બેની જોડી કરીને ગોચરી જતા હતા.” અર્થાત ચૌદ પૂર્વધર જેવા મહાન સંયમીઓ કે ‘જેમનું પૂર્વની હાજરીમાં પતન થવાનું જ નથી.' તેઓ પણ સંઘાટક ગોચરી જ જતા હતા. એ મહાત્માઓ તો એવા હોય કે કોઈ સ્ત્રીનો ભયંકર ઉપદ્રવ થાય તો પણ તેઓ નિશ્ચિત પતન ન જ પામે. (ચૌદપૂર્વની હાજરીમાં પતન ન થાય. પૂર્વે ભુલાતા જાય ત્યારે ૧૦ થી ઓછા પૂર્વની હાજરીમાં પતનની શક્યતાઓ ઊભી થાય.) આમ છતાં તેઓ સંઘાટકગોચરી જતા.
સંયમીઓ એકલા ગોચરી જાય એમાં ઘણા નુકસાનો છે : (૧) સંયમી એકલો હોય એટલે નાનામોટા દોષોવાળી ગોચરી પણ વહોરી લે. એનો ત્યાગ ન કરે. જો સંઘાટક સાથે હોય તો એની શરમના
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૬૦)