________________
જે ગ્રુપોમાં વિજાતીયનો પડછાયો પણ લેવાતો ન હતો, એ ગ્રુપોમાં વિજાતીય સાથે કલાકો સુધીની વાતચીતો પણ શરૂ થઈ.
અતિભયાનક નિષ્ઠુરતા છે આ ! કે આપણા દ્વારા ઊભી થતી અનવસ્થા સામે ઘોર ઉપેક્ષા કરી જેમ તેમ જીવન જીવવું. આ રીતે શિથિલ આચાર પાળવા દ્વારા સંયમી પોતાને તો નુકશાન પહોંચાડે જ છે, પણ એ સાથે સેંકડો, હજારો કદાચ લાખો, કરોડો લોકોને દુર્ગતિની પ્રભાવના કરી દે છે.
હવે તો પ્રત્યેક સંયમીએ આ વિચારવું જ પડશે કે “મારી કોઇ પણ પ્રવૃત્તિ એવી તો નથી ને? કે જેની બીજાઓ ઉપર ખોટી અસર પડતી હોય. બીજાઓમાં પણ મારા ખોટા આચારના સંસ્કારો પડતા હોય.’ જો એવું દેખાય તો વહેલી તકે એ આચારથી પાછા હટીને પોતાને અને બીજાઓને પણ બચાવી લેવા જોઈએ.
કદાચ શારીરિક નબળાઈ વગેરે કારણોસર એ દોષ સેવવો અનિવાર્ય હોય તો એ દોષ એ રીતે જ સેવવો જોઈએ કે જેથી કોઈને પણ એના ખોટા સંસ્કારો ન પડે. દા.ત. કોઈક સંયમીએ શારીરિક કારણોસર રોજ દૂધમાં ઘી નાંખીને લેવું પડતું હોય તો એ બીજા અપરિપક્વ સંયમીઓને ખબર જ ન પડે એ રીતે ઘી લઈ લે. કદાચ ખબર પડે તો એ સંયમી વેદના સાથે કહે કે,“આ ભયંકર દોષ છે. મારે ગાઢ કા૨ણોસ૨ જ આ પાપ સેવવું પડે છે. મહેરબાની કરીને તમે આ દોષ ન સેવશો. નહિ તો તમને પુષ્કળ નુકશાન થશે.’’
આ રીતે કે બીજી કોઈ પણ રીતે અનવસ્થાદોષને અટકાવે.
અનવસ્થા અટકાવવાનો સીધો ઉપાય તો આ જ છે કે સંયમી સ્વયં એ દોષ સેવવાનું જ છોડી દે. દા.ત. કોઈક ગુરુ શ્રાવિકાઓ સાથે ઘણીવાર વાતચીત વગેરે કરતા હોય તો એમના શિષ્યોમાં પણ આ દોષ ઘુસી જવાની પાકી શક્યતા છે. હવે ગુરુ જો શિષ્યોમાં આ દોષ ઘુસતો અટકાવવા માંગતા હોય તો સરળ માર્ગ આ જ છે કે તેઓ પોતે જ બહેનો સાથેના પરિચયનો સંપૂર્ણ ત્યાગ કરે. એ પછી શિષ્યોમાં એ દોષ પેસી જવાનો ભય ન રહે. એવું દરેક બાબતમાં સમજવું.
પણ અપવાદ માર્ગે આધાકર્માદિ દોષો સેવવા જ પડતાં હોય તો પછી ઉપર કહ્યું તેમ એ દોષો એવી રીતે જ સેવે કે જેથી શિષ્યોમાં એ દોષો ઘ૨ ક૨ી ન જાય. (અલબત્ત આ બીજો માર્ગ ખૂબ અઘરો છે.)
મુળ વાત પર આવીએ.
અહીં જે અભિગ્રહો બતાવાશે, એ જે સંયમી નહિ પાળે અને એ અભિગ્રહોથી વિપરીત આચરણ ક૨શે તેઓ ઉપ૨ મુજબ પોતે તો નુકશાન પામશે જ, સાથે બીજા અનેકોમાં એ અનવસ્થાનું કારણ બનીને વધુ પાપના ભાગીદાર બનશે.
આપણે ગુણવાન ન બનીને, બીજાઓને ગુણોની ભેટ ન આપીએ, રે ! સ્વયં દોષત્યાગ પણ ન કરીએ પણ બીજાઓને દોષોની ભેટ આપવા રૂપ અતિ હીન કામ તો શી રીતે થાય ?
માટે જ સંયમીઓ મનને દૃઢ રીતે સમજાવે કે ‘મારા નિમિત્તે બીજાઓમાં આ દોષની અનવસ્થા મારે નથી જ ચાલવા દેવી અને તે માટે હું ગમે તે રીતે પણ આ અભિગ્રહો પાળીશ.'
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૪)