________________
વિહારમાં માણસ રાખવો, એની પાસે જ બધો સામાન ઉંચકાવવો વગેરે ચારેબાજુ ફેલાવા માંડ્યું. વ્હીલચેર વાપરવાનો ક્ષોભ નષ્ટ થયો અને કોઈ કારણ વિના પણ વ્હીલચેરના વિહારો ખૂબ વધી ગયા. છાપાઓનું વાંચન શાસ્ત્રસ્વાધ્યાય કરતા પણ વધારે આદરણીય બન્યું. મોંઘીદાટ વસ્તુઓનો વપરાશ સંયમીઓ માટે શોખરૂપ બનવા લાગ્યો. ગૃહસ્થોનો પરિચય તો એટલો બધો વધ્યો કે સંયમીઓ પ્રત્યેના વાત્સલ્ય કરતા ગૃહસ્થો પ્રત્યેનું વાત્સલ્ય અનેકગણું દેખાવા લાગ્યું.
આવી કેટલી બધી બાબતો કોણ નથી જાણતું ? આ બધું જ અનવસ્થા દોષનું તોફાન છે. આ દરેક દોષની સૌ પ્રથમ શરૂઆત કરનાર કો'ક સંયમી તો હશે જ ને ? કે જેના પૂર્વે કોઇએ પણ એ દોષ નહિ સેવ્યા હોય અને એ સંયમી દોષ સેવતો થયો હોય. અને છતાં દંડ લીધો ન હોય એટલે પછી ધીમે ધીમે બીજાઓ પણ એ દોષો સેવતા થયા હશે. કોઈ એમને અટકાવી નહિ શક્યું હોય. એ રીતે એ દોષોના સેવનનો વિસ્તાર થતો જ ગયો અને આજે એ દોષો એવા તો ઘર કરી ગયા છે કે નૂતન દીક્ષિતો તો એને પોતાનો આચાર જ સમજે છે. એને દોષ માનતા જ નથી.
બોલો તો ખરાં, એકલા ગોચરી જવું, રે ! સાધ્વીઓમાં બે જણ ભેગા ગોચરી જાય એ પણ જિનાજ્ઞાવિરુદ્ધ છે એવી ખબર બધાને છે ખરી ?
‘એકાસણામાં દૂધ વાપરવું એ પણ શાસ્ત્રાજ્ઞા તો નથી જ' (ભલે, કદાચ અપવાદે વાપરતા હોઇએ) એવો ઉપયોગ બધા ય સંયમીઓને છે ખરો ?
‘ઘડિયાળના વપરાશમાં તેજસ્કાય અને વાયુકાયની વિરાધના છે’ એવું તમામ સંયમીઓ જાણે
છે ?
ગોચરીમાં દૂધમાં ખાંડ નંખાવીએ કે વહોરેલી રોટલી ઉપર ઘી નંખાવીએ કે ઘી-ગોળ ભેગા કરીએ એ બધું જિનેશ્વરદેવોને માન્ય નથી.' એવું બધા જાણે છે ?
આ બધા દોષો વર્ષોથી એવા તો ઘર કરી ગયા છે કે એ દોષોનો દોષ તરીકે ખટકો તો દૂરની વાત રહી, દોષ તરીકેનો બોધ પણ દુર્લભ બન્યો.
આ કેટલું બધું નુકસાન ! અનંતાનંત કર્મોનો ક્ષય કરી આપવા માટે સમર્થ એ જિનાજ્ઞાઓ અનવસ્થાના કારણે લગભગ જડમૂળથી ઉખેડાઈ ગઈ. જે સંયમીના શિથિલાચા૨ને કા૨ણે આ અનવસ્થા ફેલાઈ હશે એને કેટલું પાપ લાગે ? લાખો-કરોડો જીવોમાં થનારું જિનાજ્ઞાપાલન આ સંયમીના શિથિલાચારને કારણે અટકી પડ્યું. કરોડો આત્માઓએ અનંત નિર્જરા ગુમાવી. શિથિલાચારને વશ થઈને અનંત કર્મો બાંધ્યા. અરેરે ! શું દશા થાય એ સંયમીની કે જેના કારણે આ બધી અનવસ્થા ફેલાઇ?
જે ગ્રુપમાં બપોરે ઉંઘનારાને એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત અપાતું એ ગ્રુપમાં કેટલાંક સંયમીઓ કાયમી બપોરે ઉંઘતા થયા, પ્રાયશ્ચિત્ત છોડી દીધા અને ઘણાં ય સંયમીઓનું બપો૨ે ઉંઘવાનું કાયમ થઇ ગયું.
જે ગ્રુપમાં કોઈ સાધુ ફોન તો શું ? પણ ટપાલ સુદ્ધાં ય લખતા નહિ એ ગ્રુપમાં કેટલાંક સંયમીઓના કા૨ણે ફોન, ફેક્સ વગેરે પુષ્કળ પ્રમાણમાં શરૂ થઈ ગયા.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૩)