________________
આત્મસાધના કરવી. પણ છતાં કોઈને કોઈક પુસ્તક છપાવવાની ઈચ્છા થાય તો એણે પોતાના ગીતાર્થસંવિગ્ન ગુરુની રજા લેવી. એ ગુરુ ગીતાર્થ-સંવિગ્ન હોવાથી બરાબર વિચારશે કે ‘આ પુસ્તક છપાવવું કે નહિ ?’ જો એમને એમ લાગે કે, “આ છપાવવા જેવું નથી” તો ના પાડી દેશે. અને આ રીતે ખોટા પુસ્તકો છપાતા અટકશે.
કેટલાંક સંયમીઓ ગુરુ-વડીલને પૂછ્યા વિના ભક્તોના જોર ઉપર ચોપડીઓ છપાવી દે છે. કેટલાંકો વળી ગુરુ-વડીલને પૂછે તો ખરાં પણ એ પુછવાની ઢબ એવી હોય કે ગુરુ-વડીલે હા પાડવી જ પડે. ગુરુ ના પાડે તો સામે અનેક દલીલો કરે અને ગમે તે રીતે ગુરુ પાસે હા પડાવે. ગીતાર્થ-સંવિગ્ન ગુરુ છેલ્લે કંટાળીને શિષ્યની સમાધિ ખાતર રજા આપી પણ દે. પણ આ બધું શિષ્ય માટે તો ઉચિત નથી જ. ગુરુ સહર્ષ ૨જા આપે તો જ પુસ્તક છપાવવું. ગુરુ પાસે જીદ કરીને, દલીલો કરીને હા પડાવવી અને પછી એમ કહેવું કે ‘મેં ગુરુની રજા લઈને પુસ્તક છપાવ્યું છે' એ હકીકતમાં ભયંકર માયાચાર છે. જો સેંકડો-હજારો સંયમીઓ આ નિયમ લે અને સાચા ભાવથી પાળે તો ઘણી ખોટી ચોપડીઓ છપાતી બંધ થઈ જાય. જૈન સંઘના લાખો રૂપિયા વેડફાતા અટકે. ઘણી બધી વિરાધનાઓ અટકી જવાથી સંયમીના સંયમને ઓછા ડાઘા લાગે. સંયમ મલિન બનતું અટકે.
જે પુસ્તકો છપાવાય એમાંય પોતાના ફોટાઓ તો ન જ મૂકાવાય.
૨૧૫. હું કોઈપણ દીક્ષા મહોત્સવ સંઘથી છૂટા પાડીને નહિ કરાવું. તથા એ મહોત્સવની આવક સ્થાનિક સંઘના ટ્રસ્ટીઓને સોંપાવડાવીશ :
આજે લગભગ નાની-મોટી કોઈપણ દીક્ષામાં બે-પાંચ-દસ લાખની આવક થતી હોય છે. દીક્ષા થતા પહેલા જ ગંભીરતાપૂર્વક સંયમીઓ આ વિચારણા કરી લેતા હોય છે કે ‘આ આવક ક્યાં લઈ જવી ?' એમાં જેઓ બધી આવક પોતાના પ્રોજેક્ટમાં લઈ જવા માંગતા હોય તેઓ સ્થાનિકસંઘથી છૂટા પડે. જુદા સ્થાનમાં દીક્ષા કરી ચડાવાની બધી આવક પોતાની ઈચ્છા પ્રમાણે વાપરે. એક રૂપિયો પણ સ્થાનિક સંઘને ન આપે.
આ બધું ઉચિત નથી. આ રીતે સ્થાનિક સંઘ અને સંયમીઓ વચ્ચે મતભેદ, બોલાચાલી અણબનાવ થતા હોય છે. વળી આમ સંઘથી છૂટા પડીને સ્વાર્થ સાધવા એ સંયમી માટે યોગ્ય ન જ
ગણાય.
કોઈ વળી એમ કહે છે કે, “સંઘના ટ્રસ્ટીઓ આ બધી આવક કરેં વાપરતા જ નથી. બધી ભેગી કર્યા કરે છે. આથી જ બહાર દીક્ષા કરીએ છીએ કે જેથી એ બધી આવક ખર્ચાઈ જાય. પડી ન રહે.” આ બચાવ યોગ્ય નથી. ખરેખર જો આવું હોય તો ટ્રસ્ટીઓને બોલાવીને કહી શકાય કે “તમે આ રીતે પૈસા ભેગા કર્યાં કરો એ બરાબર નથી. તમારે પૈસા ખર્ચી જ દેવા પડે. અમે એમ નથી કહેતા કે અમે કહીએ ત્યાં તમે ખર્ચો. તમે જ્યાં ઈચ્છો ત્યાં તમે ખર્ચો. પણ એક પણ રૂપિયો ભેગો ન કરવો. આ શરત સાથે આપણે દીક્ષા મહોત્સવ અત્રે કરીએ.”
ન
સંપૂર્ણ નિઃસ્પૃહતા ભરેલી આ વાત સાંભળીને ટ્રસ્ટીઓ પણ યોગ્ય નિર્ણય ક૨શે જ. અને એ રીતે સંઘમાં જ દીક્ષા કરવી યોગ્ય છે.
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૨૩)