________________
કેટલાંકો વળી દીક્ષા તો સંઘમાં જ કરે પણ પછી એની આવક અંગે સંઘ સાથે વિવાદ-ઝઘડા કરે. “૫૦% રકમ અમને જ આપવી પડશે' એવી જીદ ભરેલી શરત કરે. સંઘ ન માને તો ચડાવા બોલનારા ભક્તોને સમજાવી દે કે તમારે એ રકમ અમારી સૂચવેલી જગ્યાએ જ ભરવી. એ પછી સંઘના ટ્રસ્ટીઓ ઉઘરાણી કરે છતાં ચડાવા બોલનારાઓ ત્યાં પૈસા ન આપે... વગેરે પુષ્કળ સંક્લેશ જનક પ્રસંગો બને. શ્રમણ ભગવાન મહાવીરદેવના શાસનનો શણગાર એવો જૈન અણગાર આવા કપટો, ખટપટ, જીદ, કદાગ્રહ, જુઠ્ઠાણા વગેરેનો ભોગ બને એ અત્યંત શોચનીય બાબત છે. સંયમી તો નિઃસ્પૃહ, સરળ હોય. ચોખ્ખા મનવાળો હોય. આવકની રકમની પોતાને આવશ્યકતા હોય તો સંધના ટ્રસ્ટીઓને જ કહે કે, “દીક્ષા અહીં સ્થાનિક સંઘમાં જ થશે. અને આવકની તમામ રકમ ઉપર કાયદેસર તમાીં જ સત્તા છે. પણ મારે અમુક રકમ જરૂરી છે. તમે જો અમુક ટકા રકમ અમુક સ્થાને ફાળવી આપો તો ખૂબ સારું. બાકી માલિક તમે હોવાથી હું કોઈ આગ્રહ રાખતો નથી.’
આથી ચોખ્ખી-ચટ વાત સાંભલી ટ્રસ્ટીઓ પણ આનંદ પામે અને ઉચિત રકમ ફાળવી આપે. આ સંઘના ટ્રસ્ટીઓ કંઈ અભવ્યો, નિષ્ઠુર, હૃદય વિનાના નથી. પણ સંયમીઓ જો વિચિત્ર વર્તન કરે તો પછી તેઓ બમણું વિચિત્ર વર્તન કરવા પ્રેરાય છે. સંયમીઓ નિઃસ્પૃહ, સ૨ળ બને તો તેઓ પણ સજ્જન બનીને સજ્જનતા દાખવે છે.
છતાં એમાં સંયમીની ઈચ્છા ક્યારેક પૂર્ણ ન થાય અથવા તો ઓછી વત્તી પૂર્ણ થાય તો પણ આ રીતે પ્રવૃત્તિ કરવામાં જ સંયમીની શોભા છે.
સાર એ જ કે દીક્ષાદિ પ્રસંગો કોઈપણ સ્થાનિક સંઘની નિશ્રા હેઠળ જ ઉજવવા. સંઘથી છૂટા પડીને નહિ અને આવકની રકમ અંગે કોઈ પણ શરત, જીદ ન કરવી. સંઘના ટ્રસ્ટીઓને માલિક માનીને પછી ઉચિત વાત કરી શકાય.
૨૧૬. હું ઉભા-ઉભા ગોચરી કે પાણી નહિ વાપરું :
જે સંયમીઓને એકાસણા-બેસણાદિ હોય તેઓ તો બેસીને જ વાપરવાના હોવાથી તેઓને આ નિયમ લેવાની જરૂર ન પડે. પરંતુ જેઓ છુટ્ટી નવકારશી કરે છે. તેઓમાં ધીમે ધીમે એવા ખોટા સંસ્કારો ઘુસતા દેખાયા છે કે તેઓ નાની-મોટી વસ્તુઓ ઊભા ઊભા પણ વાપરે. બેઠા બેઠા વાપરતા જ કંઈક યાદ આવે તો મોંઢામાં કોળીયો ચાવતા-ચાવતા જ ઉભા થઈને કોઈક કામ પતાવીને પાછા વાપરવા બેસી -
જાય.
એમ કેટલાંકો એઠું મોઢું ચોખ્ખું કરવા ઉભા ઉભા જ એકાદ ઘુંટડો પાણી વાપરી લેતા હોય છે. કોઈક વળી ઉભા-ઉભા પાતરી ભરીને પાણી ય વાપરે.
અલબત્ત છૂટ્ટી નવકારશી હોવાથી પચ્ચક્ખાણનો ભંગ ન થાય એ વાત સાચી. પરંતુ સંયમી આ રીતે ઊભા-ઊભા વાપરે, અથવા ખાતો-ખાતો ઉભો થાય, ઉભા-ઉભા પાણી વાપરે આ બધા આચારો વ્યવહારમાં સારા દેખાતા નથી. આપણે શ્રાવકોને સમજાવતા હોઈએ છીએ કે “તમે એકાસણાદિ ન કરી શકો તો ભલે, પણ દિવસના ચોક્કસ ટંક તો નક્કી કરો. દિવસમાં ત્રણ કે ચાર વારથી વધારે નહિ વાપરવું. અને મુઠ્ઠી, ગંઠસી વગેરે પચ્ચક્ખાણો લઈને વધુમાં વધુ વિરતિમાં તો આવો.”
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૨૪)
·