________________
આવે એટલે શિષ્ય ‘મત્થએણ વંદામિ’ કરે. એમ ગુરુ સ્થંડિલ જઈને આવે ત્યારે પણ શિષ્ય ‘મત્થએણ વંદામિ’ કરે. શિષ્ય બહારથી પાણી લઈને આવે, ઉપાશ્રયમાં પ્રવેશ કરતા જ ગુરુ પર નજર પડે એટલે મસ્તક નમાવી ‘મર્ત્યએણ વંદામિ' કરે. વળી બીજીવાર પાણી લેવા જાય, પાછો આવે, પાછા ગુરુ દેખાયું, પાછા મત્થએણ વંદામિ કરે.
કેટલાંક શિષ્યો તો એવા કે ગુરુ આવતા દેખાય તો ય પોતાના સ્થાન પર ઉભા ન થાય. રે ! ગુરુ છેક એની પાસે આવીને એની જ સાથે કંઈક વાતચીત કરે ત્યારે પણ કેટલાંક શિષ્યો પણ બેઠા બેઠા જ ઉભેલા ગુરુ સાથે વાતો કરે. કેટલાંકો વળી શ્રાવકો સાથે વાતચીતમાં મશગુલ હોય અને એ વખતે ગુરુ કોઈપણ કારણસર સ્થાન ઉપરથી ઉભા થાય, આમ તેમ જાય છતાં એ શિષ્યો ઉભા ન થાય.
ગુરુ ઉભા હોય અને શિષ્યો બેઠેલા હોય એ લોકોત્તર શાસનનો ભયંકર કક્ષાનો ગુરુ-અવિનય છે. શાસ્ત્રકારોએ (૧૦૧)ગોચરી માંડલીમાં એકાસણું ક૨વા બેસી ગયેલા સંયમીઓને પણ ગુરુ-આવતા દેખાય કે તરત ઉભા થઈ જવાની આજ્ઞા કરી છે અને એમાં એકાસણાનો ભંગ ન થાય એમ જણાવેલું છે. એના ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે આ આચાર નાનો-સૂનો નથી.
ગુરુ ઉપાશ્રયમાં ૧૦-૧૫ મિનિટ વાપર્યા બાદ આંટા મારતા હોય તો પણ એ વખતે તમામ શિષ્યો પોતાના સ્થાને ઉભા રહીને સ્વાધ્યાયાદિ કરતા આજે પણ એક ગચ્છમાં જોયા છે. હા ! ગુરુ જ એ વખતે આદેશ કરે કે બધા બેસી જાઓ. મારે તો આરોગ્ય માટે ૧૦-૧૫ મિનિટ આંટા મારવાના છે. એટલો ટાઈમ ઉભા રહેવાની જરૂર નથી. બધા સ્વાધ્યાય કરો.” તો પછી શિષ્યો બેસી શકે છે.
૧૮૬. મારા સ્થાન ઉપર કોઈપણ વડીલ આવે તો હું ઉભો થઈ જઈશ. એમને આસન આપીશ : ગુરુનો વિનય સાચવનારા સંયમીઓ જો પોતાનાથી દીક્ષાપર્યાયમાં મોટા, બાકીના વડીલોનો વિનય ન જાળવે તો એ ઉચિત નથી. અલબત્ત ગુરુનો જેવો વિનય કરીએ એવો વિનય બાકીના વડીલોનો નથી કરવાનો. વડીલો ઉભા થાય એટલે નાના સંયમીઓએ ઉભા થવાની જરૂર નથી. વડીલ આંટા મારતા હોય એટલે બાકીના સંયમીઓએ ઉભા રહેવાની જરૂર નથી. પણ પર્યાયમાં મોટા સંયમી જો આપણી જ પાસે આવીને કંઈપણ પુછે, વાતચીત કરે તો ત્યારે આપણે ઉભા થવું જ જોઈએ. એ વખતે એમની સાથે બેઠા-બેઠા વાત ન કરાય.
અદ્વિતીય સંસ્કૃતનૂતન ટીકાઓ રચનારા વર્તમાનકાળના એક મહાવિદ્વાન સંયમી કહેતા કે “હું મારાથી દીક્ષાપર્યાયમાં એક દિવસ પણ મોટા સાધુનો વિનય બરાબર સાચવતો. એ સાધુ મારા સ્થાને આવે તો ઉભો થઈ તરત આસન આપતો. આ વિનયાદિના પ્રતાપે જ આજે મારામાં આટલી શક્તિ ઉત્પન્ન થઈ છે.”
વળી આવો વિનય જોઈને બીજા સાધુઓને આપણા પ્રત્યે લાગણી-સદ્ભાવ પ્રગટે. આપણી પાસે આવવાનું મન થાય. આપણા પ્રત્યેની લાગણીના કારણે આપણી સાચી વાત સ્વીકારવા તૈયાર થાય. આમ અનેક લાભો થાય.
માત્ર આ લૌકિક લાભો મેળવવા માટે આ વિનય નથી કરવાનો. પણ આ વિનય આત્મામાં લઘુતા-નમ્રતાદિ ગુણોને પુર-બહારમાં ખીલવે છે. પુષ્કળ કર્મક્ષય કરી આપે છે. માટે આ વિનય
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૮૯)