________________
ભાવના છે? કે એમને ખુશ કરીને ભક્ત બનાવવાની ભાવના છે? એ પણ વિચારણીય તો છે જ. છે છે એમ લાગે છે કે સંયમીઓ સિદ્ધચક્ર પૂજનમાં રક્ષાપોટલીઓ મંત્રી આપે એ હજી ચાલે. પણ પોતે છે. જ જાતે રક્ષાપોટલી બનાવડાવે, પોતાની પાસે રાખે અને પોતે જાતે રક્ષાપોટલીઓ આપે, સાક્ષાત પોતે 3 છે બાંધી આપે એ બધું શ્રમણધર્મની મર્યાદાનું ઉલ્લંઘન છે.
છતાં મહાગીતાર્થ-મહાસંવિગ્ન આચાર્ય ભગવંતોને આ અપવાદમાર્ગ લાગતો હોય અને એટલે તેઓ આ આદરતા હોય તો પણ એ સિવાય બાકીના સાધુ-સાધ્વીજીઓ માટે તો આ અત્યંત હેયકક્ષાનું જ જ કામ ગણાય. એવા સંયમીઓ તો દઢ નિર્ણય કરી શકે કે હું આ બાબતમાં નહિ પડું.
આજે ઘણા કટ્ટર સંયમીઓ રક્ષાપોટલી માંગનારા શ્રાવકોને નમ્ર છતાં સ્પષ્ટ ભાષામાં કહી દેતા છે હોય છે કે “અમે રક્ષાપોટલીઓ રાખતા નથી અને આપતા નથી.” આચાર્ય ભગવંતો સિવાય કોઈપણ
સંયમીઓ રક્ષાપોટલીની આપ-લેમાં ન પડે એ ખૂબ જ ઉચિત જણાય છે. આચાર્ય ભગવંતો તો ?
મહાગીતાર્થ-મહાસંવિગ્ન હોય એટલે તેઓ ઉત્સર્ગ-અપવાદ જાણીને એમને જે યોગ્ય લાગે એ તેઓ 8 જે કરી શકે.
૧૬૭. હું ગુરની કે વડીલની હાજરીમાં વાસક્ષેપ નાંખીશ નહિ છેવટે ગરની રજા લઈને નાંખવાની છટ :
રક્ષાપોટલીની માફક જ વાસક્ષેપનો ઉદ્દેશ પણ આખો બદલાઈ ગયો છે. સંયમીઓ વાસક્ષેપ $ નાંખતી વખતે એવી ભાવના વ્યક્ત કરે છે કે “તમે જલ્દી સંસારસાગરને તરો” અને અબુધ ગૃહસ્થો છે
એમ વિચારે છે કે “આ વાસક્ષેપથી અમને સંસારના સુખો મળશે. પૈસો વધશે, મુશ્કેલીઓ જશે.” છે. ૪ (અર્થાત્ સંસારવૃદ્ધિની અપેક્ષા રાખે છે.)
સંયમીઓના સંયમપ્રભાવથી ભાવિત થયેલ વાસક્ષેપ મારા મસ્તક ઉપર પડશે તો મારી બધી છે આ પાપવાસનાઓ ખલાસ થઈ જશે.” એવી શ્રદ્ધાથી વાસક્ષેપ નંખાવનારા શ્રાવકો કેટલા મળે?
પણ ઉપાશ્રયમાં આવનારા લગભગ બધા ગૃહસ્થો વાસક્ષેપની માંગણી કરતા હોય છે. અને હવે તો નાના નાના સંયમીઓ પણ (ગૃહસ્થોનું હિત કરવા કે પછી પોતાના ભક્તો વધારવા કે પછી બીજા જ કોઈક કારણસર ?) વાસક્ષેપ નાંખતા થયા છે. એમાં વળી બહેનોને વાસક્ષેપ નાંખવાનો વખત પણ છેઆવે, પરિચયાદિ વધે... એ બધા નુકશાનની ભરપાઈ થઈ શકતી નથી.
કેટલાંક સંયમીઓ આ બાબતમાં પણ સ્પષ્ટ છતાં નમ્ર ઉત્તર આપતા હોય છે. “અમે વાસક્ષેપ જ રાખતા નથી અને કદાચ મંત્રજપ માટે રાખ્યો હોય તો નિષ્કારણ વાસક્ષેપ નાંખતા નથી.”
આ પ્રતિજ્ઞાનો સ્પષ્ટાર્થ આ પ્રમાણે છે.
(૧) જો મારા કરતા કોઈપણ વડીલ હાજર હોય તો મારે વાસક્ષેપ નાંખવાની જરૂર જ નથી. જે જ એ વડીલ પાસે જ વાસક્ષેપ કરાવી શકાય. એટલે વડીલની હાજરીમાં કોઈને પણ વાસક્ષેપ ન નાંખવો. તે
(૨) હું જ જ્યારે વડીલ તરીકે હોઉં, મારાથી મોટું કોઈ હાજર ન હોય ત્યારે પણ મોટી છે આ તપશ્ચર્યાવાળાઓને, મોટા રોગાદિથી અસમાધિસ્થ બનેલાઓને કે એવા ગાઢ કારણવાળાઓને વાસક્ષેપ જ કરીશ. પણ આવા કોઈ કારણ વિના વાસક્ષેપની માંગણી કરનારાઓને નમ્ર ભાષામાં નિષેધ કરી દઈશ.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૭૪)