________________
“કોઈક મોટી આરાધના કરો તો વાસક્ષેપ નાંખી આપું.” એવી ભાષામાં ખોટું ન લાગે તે રીતે વાસક્ષેપ નાંખવાનું ટાળીશ.
(૩) ગુરુ કે વડીલની હાજરી હોવા છતાં કોઈક મારા જ પ્રત્યેની શ્રદ્ધાથી મારા હાથે જ વાસક્ષેપની અપેક્ષા રાખે તો પ્રથમ તો એને સમજાવીને ગુરુના હાથે જ વાસક્ષેપ કરાવીશ. છતાં અતિઆગ્રહ કરે તો ગુરુની રજા લઈને વાસક્ષેપ નાંખીશ.
વડીલ ન બનેલા સંયમીઓ આ બાબતથી સહેલાઈથી બચાવ પામી શકે છે. આચાર્ય ભગવંતાદિઓની તો વાત જ દુદી છે.
૧૬૮, મારા કરતા વડીલ સંયમી સાથે હોય તો હું સ્થાપનાચાર્યજી રાખીશ નહિ : “સ્થાપનાચાર્યજી ન રાખવા” એવી બાધા આપી શકાય ખરી ? એવો પ્રશ્ન થાય ખરો પણ ઉંડાણપૂર્વક વિચારતા એનું સમાધાન પણ મળી જશે.
“સ્થાપનાચાર્યજી=ભગવાન રાખવા એ તો સારું કાર્ય ગણાય' એવું જ ઘણા સંયમીઓ માને છે અને અપેક્ષાએ એ વાત સાચી છે. પણ (૯૧)જેટલા સંવ૨ના સ્થાનો છે, એટલા જ આશ્રવના સ્થાનો છે.” એ શાસ્ત્રવચનના રહસ્યને પણ ઉંડાણથી સમજવું જરૂરી છે.
પ્રાચીનકાળમાં આખા ગચ્છમાં મુખ્યત્વે ગચ્છાચાર્યના એક જ સ્થાપનાજી રહેતા. તમામ સંયમીઓ એ સ્થાપનાચાર્યજી પાસે બધી ક્રિયાઓ કરતા. કોઈપણ સંયમીઓ સ્વતંત્ર સ્થાપનાચાર્યજી ન રાખતા. આનો લાભ એ થતો કે કોઈપણ ક્રિયા ક૨વા માટે ગુરુની પાસે આવવું પડતું, કેમકે સ્થાપનાજી તો ગુરુ પાસે જ હોય અને પ્રુરુની પાસે ક્રિયા ક૨વામાં આળસ, પ્રમાદ, ઉપેક્ષાદિ દોષો ન સેવાતા. ઈરિયાવહિ વગેરે ક્રિયાઓ વિધિસર થતી. બધા સંયમીઓ માંડલીમાં જ પ્રતિક્રમણ કરતા.
આજે જેની પાસે પોતાના સ્વતંત્ર સ્થાપનાજી છે, એ સંયમી તો ઈરિયાવહિ વગેરે ક્રિયાઓ પોતાના સ્થાને જ કરી શકે ગુર્વાદ પાસે જવું ન પડે. અને પોતાના સ્થાને તો બેઠા બેઠા ઇરિયાવહિ કરે તો ય તેને કોઈનો ભય તો ન જ રહે. એટલે ધીમે ધીમે ક્રિયાઓમાં વેઠ ઉતા૨વાના સંસ્કારો પડે. આજે જ્યારે વિશાળ ગચ્છમાં દૃષ્ટિ ફેરવીએ છીએ ત્યારે ક્યાંક ક્યાંક આવા દશ્યો નજરે પડે છે. પોતાના ભગવાનની પાસે બેઠા-બેઠા, ભગવાનની સન્મુખ પણ થયા વિના ઈરિયાવહિ કરનારા સંયમીઓ દેખાય
છે.
એમ સ્વતંત્ર સ્થાપનાજી હોવાથી સંયમીઓ માંડલીને બદલે જુદું પ્રતિક્રમણ કરતા થયા. એમાં ય ક્રિયાઓમાં વેઠ ઉતારે. માંડલીમાં તો બધાની હાજરી હોવાથી સહજ રીતે સુંદર ક્રિયા થાય.
આમ સ્વતંત્ર સ્થાપનાજી રાખવાથી (૧) ગુરુ સન્મુખ જવાદિ વિનય ઘટ્યો. (૨) માંડલીના પ્રતિક્રમણમાં ખાડાઓ પડવા લાગ્યા. (૩) ક્રિયાઓમાં વેઠ ઉતરવા લાગી.
આ બધું જોઈને આ નિયમ બનાવવો જરૂરી લાગ્યો.
જે સંયમીની સાથે ગુરુ કે વડીલ હાજર હોય અને એમના સ્થાપનાજી સાથે હોય તેણે સ્વતંત્ર સ્થાપનાજી રાખવાની કોઈ જરૂર જ નથી. હા ! જેઓ પદવીધર હોય, અથવા સ્વયં સૌથી મોટા વડીલ હોય તો પછી તેઓ ભલે સ્થાપનાજી રાખે. પણ બાકીના નાના સંયમીઓ સ્વતંત્ર સ્થાપનાજી ન રાખે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૭૫)