________________
ઈલેક્ટ્રીકના સાધનોનો સાક્ષાત કે પરંપરાએ ઉપયોગ કરી રહ્યા છે. જરાક તાવ આવે એટલે બ્લડરિપોર્ટ (લોહીતપાસ) કરાવાય. એમ એક્સ-રે કઢાવવા, સોનોગ્રાફી કરાવવી વગેરે વગેરે અનેક યાંત્રિક વિરાધનાઓ કેટલાંક સંયમીઓ હિચકિચાટ વિના કરાવે છે.
માત્ર ૫૦-૬૦ વર્ષ પહેલાના મહાપુરુષો કેવા કટ્ટર સંયમી હતા ! નમસ્કાર મહામંત્રના આરાધક પંન્યાસજી મ.ને આરોગ્ય ઘણું બગડતા લોહી-તપાસ કરાવવાની ફરજ પડી તો તેમણે ડોક્ટરને સાફ કહી દીધું કે “મારે મારું લોહી ૪૮ મિનિટમાં જ પાછું જોઈએ, એ રીતે તમે પાછું આપવાના હો તો જ હું રિપોર્ટ કઢાવવા દઉં. બાકી એ લોહી તમે ગમે ત્યાં નાંખી દો અને સંમૂકિમની વિરાધના થાય એ મને બિલકુલ માન્ય નથી.’’ અને જ્યારે ડોક્ટરે ૪૮ મિનિટમાં જ લોહી આપી દેવાની બાંહેધરી આપી, ત્યારે એ મહાપુરુષે લોહી-તપાસ કરવા દીધી.
આ સાંભળ્યા પછી જો આપણે સાવ નાનકડી બિમારીમાં ઝટ બ્લડ રીપોર્ટ કરાવીએ, એક્સ-રે કરાવીએ એ શું શોભાસ્પદ છે ? થોડાક દિવસ બીજી-ત્રીજી દવાઓ કરવા છતાં રોગ ન જાય, તો પછી ના-છૂટકે એ રિપોર્ટ કઢાવીએ તો હજી સાપેક્ષ પરિણામ કહેવાય.
આજે કેટલાંક સંયમીઓ એવા દેખાય છે કે મહિનામાં એક-બે રિપોર્ટ તો એમને નીકળી જ જાય. જરાક પીઠમાં દુઃખાવો થાય તો ય એક્સ-રે કઢાવે. જરાક આંખમાં દુ:ખાવો થાય કે તરત આંખના ડોક્ટરને બતાવે. જરાક દાંતમાં કળતર થાય કે તરત દાંતના ડોક્ટરને બતાવે. શ્રીસંઘ તો સંયમી પ્રત્યેના ભક્તિભાવથી પૈસા ખર્ચવામાં કોઈ કમી રાખતો નથી. પણ આ બધા રિપોર્ટો કઢાવવામાં જે ઘોર વિરાધના થાય એનું શું ?
(૧) ડૉક્ટરો પુરુષ હોય તો સાધ્વીજીઓને વિજાતીય સ્પદ મોટા દોષો લાગે. (૨) દાંતની તપાસમાં સચિત્તપાણી વગેરેનો વપરાશ લગભગ થતો હોય છે. ડોક્ટરો સચિત્તપાણી કે તે વાળા સાધનો મોઢામાં નાંખતા હોય છે. છેલ્લે હાથ તો સચિત્તપાણીથી જ ધોતા હોય છે: (૩) તેજસકાયથી ચાલતા યંત્રોનો એમાં ઉપયોગ થાય જ એટલે એની વિરાધના પણ આપણા ખાતે લખાય. (૪) આજે કેટલીક જગ્યાએ એવું જોવા મળ્યું છે કે જૈન ડોક્ટરો સાધુ-સાધ્વીજીઓથી દૂર ભાગે છે. કેમકે સાધુ-સાધ્વીજીઓ જૈન ડોક્ટરો પાસે જાત-જાતના રિપોર્ટો કઢાવે, તપાસો કરાવડાવે, ઉપાશ્રયમાં જ તપાસ કરવા બોલાવે અને ડોક્ટરો જૈન હોવાથી પૈસા માંગતા શરમાય આ બધી રોજની મુશ્કેલીથી બચવા તેઓ જૈન સાધુસાધ્વીજીઓથી દૂર ભાગે છે. આ આપણી છાપ કેવી કહેવાય?
જો ઉપરનો નિયમ લેવામાં આવે તો ઝટઝટ જે રિપોર્ટો, તપાસો કરાવાય છે એ બધું અટકી જાય. ના-છૂટકાના રિપોર્ટ જ કઢાવાય. અને એમાં પણ આ શિક્ષા તો ભોગવવાની જ હોય એટલે નિષ્ઠુરતાનો પ્રવેશ ન થાય.જ્યારે એમ લાગે કે “હવે રિપોર્ટ કઢાવ્યા વિના નહિ જ ચાલે.’” ત્યારે જ પછી સંયમી રિપોર્ટ કઢાવે.
જો આ બાધા ન હોય તો પછી બિનજરૂરિયાતના રિપોર્ટો પણ નીકળ્યા જ કરે. નિષ્ઠુરતાનો પ્રવેશ થવાથી ગુણસ્થાન જાય એ નુકસાન વધારાનું !
હા ! માત્ર વૈદ્ય પાસે નાડી-તપાસ કરાવીએ તો એમાં ઉપરનો નિયમ લાગુ ન પડે. જ્યાં
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૫૨)