________________
એંટ્રીકથી ચાલતા કોઈપણ સાધનનો વપરાશ થાય ત્યાં (ડોક્ટરી તપાસ વગેરેમાં) આ નિયમ લાગુ પાડવો. આ નિયમ જો અઘરો લાગે તો પછી સંયમીઓ પોત-પોતાની રીતે બીજી શિક્ષાઓ પણ ધારી શકે છે. (બ્લડપ્રેશર માપવામાં પણ આ નિયમ સમજી લેવો). ૧૪૩. જો મને સ્થંડિલમાં કરમિયા નીકળશે તો
એના ઉપર ૪૮ મિનિટ સુધી તડકો ન પડે એમ
કરીશ :
જેઓ બહાર નિર્દોષ ભૂમિમાં સ્થંડિલ જતા હોય તેઓને આ નિયમ વધારે લાગુ પડે. કરમિયા એ નહિ પચેલા ખોરાકમાં ઉત્પન્ન થતા જીવો છે. જેને ખાધેલો ખોરાક ન પચેં, અજીર્ણ થાય તેને એ પેટમાં પડેલા ખોરાકમાં આ જીવો ઉત્પન્ન થતા હોય છે. કેટલાંકો વળી એમ પણ કહે છે કે ‘ગંદા-મેલા હાથ ધોયા વિના ભોજન કરીએ તો એ મેલ પેટમાં જાય અને એનાથી પણ કરમિયાં થાય, માટે વાપરતા પહેલા હાથ બરાબર ધોઈ લેવા જોઈએ.”
અહીં તો એટલી જ વાત છે કે “જો આ કરમિયા પડતા હોય તો એ અંગે શાસ્ત્રાજ્ઞા શું છે ?”
(૭૯)એ કરમિયાના જીવો ઉપર સૂર્યનો તડકો પડે તો એમને કિલામણા થાય માટે એ કરમિયા ઉપર સૂર્યનો તાપ ન પડે એની કાળજી કરવાની છે. જેઓ વહેલી સવારે કે મોડી સાંજે ઠલ્લે જતા હોય તેઓને તો સૂર્ય-તાપનો પ્રશ્ન જ નડતો નથી. પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમ્યાન સ્થંડિલ જનારાઓને
કરમિયા પડતા હોય, તો તેઓએ છાંયડાવાળા સ્થાનમાં જ સ્થંડિલ બેસવું. એ છાંયડો ઓછામાં ઓછો ૪૮ મિનિટ તો એ સ્થંડિલ પ૨ ૨હેવો જ જોઈએ. બાકી પાંચ-દશ મિનિટમાં જ સૂર્યભ્રમણને લીધે તેના ઉપર તાપ આવી જાય તો એ ન ચાલે. એટલે સ્થંડિલ ગયા બાદ જે જગ્યાએ ૪૮ મિનિટ સુધી તડકો ન આવવાનો હોય તે જ જગ્યાએ સ્થંડિલ બેસવું.
જો એવી છાંયડાવાળી જગ્યા ન મળે તો પ્રાચીન મહામુનિઓ તો ૪૮ મિનિટ સુધી ત્યાં ઉભા રહેતા, પોતાના શરીરનો છાંયડો એ કરમિયાઓને આપીને એમને દુઃખ ન પડવા દેતા. કેવો અદ્ભુત
જીવદયાનો પરિણામ ! .
પણ આજે આ રીતે ૪૮ મિનિટ સુધી શ૨ી૨નો છાંયડો આપવા જેવો જીવદયા પરિણામ કે શારીરિક ક્ષમતા પ્રાયઃ દેખાતી નથી.
તો આવા સંયમીઓએ જે જુના વસ્ત્રો પરઠવી દેવાના હોય એના નાના-નાના ટુકડાઓ પાસે રાખવા જોઈએ. અને સ્થંડિલ જતી વખતે એક ટુકડો સાથે લેતા જવું. એ કરમિયાવાળા સ્થંડિલ ઉપર ઢાંકી દેવો. એક લુંછણિયામાંથી ૨૫-૩૦ આવા ટુકડાઓ થાય.
ધારો કે એવા ટુકડા લીધા વિના જ સ્થંડિલ ગયા અને અણધાર્યા કરમિયા નીકળે તો પ્રાયઃ આવી સ્થંડિલની જગ્યાએ આસપાસ ફાટેલા વસ્ત્રોના ટુકડાઓ કે એકદમ સુકાઈ ગયેલા પાંદડા પડેલા હોય છે. “અણુજાણહ જસુગહો'' બોલી એ વજ્ર કે સંપૂર્ણ સુકાઈ ગયેલા પાંદડાનો ટુકડો લઈને એ સ્થંડિલ ઉપર ઢાંકી શકાય. અથવા સૂર્યનો પ્રકાશ કરમિયા ઉપર ન પડે એ રીતે જો પત્થર આડશ તરીકે મૂકી શકાતો હોય તો છેવટે એ પણ ચાલે. પણ કંઈપણ ઢાંક્યા વિના એ કરમિયાઓને તડકામાં તપવા દેવા એ તો જીવદયાના પરિણામની ખામી સૂચવે છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૫૩)
******