________________
3 અા પદાર્થો દઢ થાય. કે એટલે સૂર્યાસ્ત બાદ પુનરાવર્તન રૂપ સ્વાધ્યાય કરવો. લાઈટના પ્રકાશમાં કે તેની છાયામાં
પુસ્તક વાંચવા, પ્રતો વાંચવી એ આજ્ઞાવિરુદ્ધ છે. કેમકે એ લાઈટ વગેરેમાં તેજસૂકાયની વિરાધના 1 પુષ્કળ છે. એમાં ય બલ્બ વગેરેની સચિત્ત ઉજઈમાં વાંચન-લેખન કરીએ તો તો સાક્ષાત્ તેજસૂકાયની જ જ વિરાધના થાય. અને ઉજઈની પ્રભા વગેરેમાં વાંચીએ તો સાક્ષાત વિરાધના ન થાય તો ય એ તેજસ છે કાય ઉપર જ ચાલતી લાઈટ વગેરેની એમાં અનુમોદના પડેલી હોવાથી અનુમોદનાનો દોષ તો લાગે જ. એ લાઈટ અચાનક બંધ થઈ જાય તો સંયમીને ખેદ થાય. “ચાલુ હોત તો આ વંચાઈ જાત.” એવી ઈચ્છા થાય. એ લાઈટ પાછી આવે તો આનંદ થાય. આ બધામાં તેજસકાયની વિરાધનાની
અનુમોદનાનો દોષ સ્પષ્ટ રીતે લાગી જાય છે માટે જ બલ્બ કે ટ્યુબલાઈટના પ્રકાશમાં કે એની છાયામાં જ પુસ્તક-પ્રત વગેરે કોઈપણ વાંચન કરવું ન જોઈએ.
- આજે ઘણા સંયમીઓ એવા કટ્ટર છે કે ઉજઈની પ્રભામાં નાનકડી ચબરખી પણ વાંચવા તૈયાર જ નથી. ગમે તેવી ટપાલ આવી હોય તો ય તેઓ સૂર્યપ્રકાશમાં કે છેવટે ચંદ્રપ્રકાશમાં જ વાંચે છે. ૪ ભણવાની ધગશ એવી તો ન જ હોવી જોઈએ કે જેમાં ચારિત્રને હાનિ પહોંચે. વધુ ભણી-ગણી ૪ જ લેવા માટે ટ્યુબલાઈટની પ્રભા વગેરેનો ઉપયોગ કરવામાં મોટી મુશ્કેલીઓ એ છે કે આ પડતા ખોટા ? આ સંસ્કારો આવતી કાલે નિષ્કારણ પણ ઉજઈનો ઉપયોગ કરતા કરી દેશે. અનવસ્થાનો વિચાર કરવો ખૂબ જ છે જરૂરી છે. કદાચ કો'ક સંયમી સારા આશયથી એ ઉજઈ કે પ્રભાનો ઉપયોગ કરે પણ એને જોઈને બીજા જ જ બધા સંયમીઓ ખોટા સંસ્કાર જ પામવાના. તેઓ તો કારણ-અકારણ જોયા વિના ઉજઈ-ટ્યુબલાઈટનો જ આ પ્રયોગ કરવાના. છે. ૧૪૪૪ ગ્રન્થના રચયિતા, ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ ગ્રંથોની રચના છે જેવા અતિમહાન, જિનશાસનના શ્રેષ્ઠકાર્યને કરવા માટે પણ દીવો કરવા વગેરે વિરાધનાઓનો ધરાર ૪ ઈન્કાર જ કર્યો. અચિત્તપ્રકાશવાળા રત્ન દ્વારા જ એમણે ગ્રન્થનિર્માણ કર્યું. પણ “અપવાદ માર્ગે આટલા જ
બધા ગ્રંથો લખવા હોય તો દીપક પ્રગટાવીને એના પ્રકાશનો પણ ઉપયોગ કરી શકાય.” આવો વિચાર ? છે તેઓએ નથી કર્યો. ૪અત્યારના કોઈપણ સંયમીના શાસનપ્રભાવનાદિના કોઈપણ કાર્યો એ હરિભદ્રસૂરિજીના ૧૪૪૪ આ ગ્રન્થની રચનાના કાર્ય કરતા વધારે મહાન તો દેખાતા નથી જ. તો પછી તે સંયમીઓ શી રીતે ઉજઈનો, આ પ્રભાદિનો ઉપયોગ કરી શકે ? - આમ છતાં કોઈકને આ બાબતમાં છૂટ જોઈતી હોય તો તે સંયમીને મહાસંવિગ્ન, મહાગીતાર્થ
મહાપુરુષની સંમતિ, સલાહ લેવાની ખાસ ભલામણ છે. ૪ ૧૪૨. હું જેટલા મેડીકલ રિપોર્ટ કઢાવું એટલા આયંબિલ અથવા એના કરતા બમણા બે દ્રવ્યના આ એકાસણા કરીશ :
ઈલેક્ટ્રીકની શોધથી વિશ્વનો ભૌતિક વિકાસ ભલે ઘણો થયો હોય પણ ઈલેક્ટ્રીક પાછળની છે વિરાધનાઓએ સંયમીઓના સંયમને ઘણા ફટકા મારી દીધા છે. આજે ડગલે ને પગલે કેટલાંક સંયમીઓ
f
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૫૧)