________________
૯૪. હું માત્ર પાણી અને ધોવાનો સોડા (ખાર) આ બે જ વસ્તુથી કાપ કાઢીશ. સાબુ-સર્ફ વિગેરે નહિ વાપરું. છેવટે સાદો સાબુ અને સાદો સર્ફ સિવાય મોંઘા સાબુ-પાવડર તો નહિ જ વાપરું.
૯૫. હું મારા કાપમાં કોઈપણ વડીલ મહાત્માનું એક નાનકડું વસ્ત્ર પણ કાપ કાઢીશ. ૯૬. હું મારો કાપ જાતે જ કાઢીશ. (કપડા સુકવવા માટે બીજાને આપવાની છૂટ) ૯૭. હું સાધ્વીજીઓ સાથે વાતચીત નહિ કરું.
૯૮. હું એકલા બહેનો સાથે વાતચીત નહિ કરું.
૯૯. હું સૂર્યાસ્ત બાદ ભાઈઓ હાજર હોય તો પણ બહેનોને વિદાય આપી દઈશ. એમને ઉપાશ્રયમાં બેસવા નહિ દઉં.
૧૦૦. હું (સાધુ) શ્રાવકોને કે વંદનાદિ સિવાય સાધુઓને પણ સ્પર્શ નહિ કરું.
૧૦૧. હું ઝેરોક્ષ નહિ કરાવું. કારણસર કરાવું તો જેટલા પાનાની ઝેરોક્ષ કરાવું એટલા ત્રણ દ્રવ્યના
ટંક કરીશ.
૧૦૨. હું કોઈની પણ પાસે કોઈપણ કાર્ય માટે પૈસા નહિ માંગુ માત્ર વ્યાખ્યાનની પાટ ઉપરથી દાનધર્મની પ્રેરણા કરીશ.
૧૦૩. હું ટ્રસ્ટ બનાવીશ નહિ.
૧૦૪. હું કોઈપણ સંસ્થા કે તીર્થ સ્થાપીશ નહિ.
વિહારમાં માણસ સાથે રાખીશ નહિ. મારી ઉપધિ જાતે ઉંચકીશ.
૧૦૫.
૧૦૬. હું દવા વિગેરેની સંનિધિ નહિ રાખુ. સાંજે એની પોટલી ગૃહસ્થને ભળાવી દઈશ અને કોઈપણ દવા વહોરીને વાપરીશ.
૧૦૭. હું કોઈપણ વસ્તુ ગુરુ/વડીલને બતાવ્યા વિના નહિ વાપરું.
૧૦૮. હું ગોચરી માંડલીમાં ગોચરી સંબંધી અગત્યની વાત સિવાય કંઈપણ બોલીશ નહિ.
૧૦૯. હું ચાહ-કોફી વિગેરે વ્યસનકારક દ્રવ્યો નહિ વાપરું.
૧૧૦. હું દાંડો રાખ્યા વિના ગોચરી-પાણી કોઈપણ વસ્તુ નહિ વહોરું.
૧૧૧. હું પડિલેહણ બાદ મારો કાજો જાતે લઈ, સુપડીમાં લઈને પરઠવીશ.
૧૧૨. હું રોજ ગુરુદેવનું પડિલેહણ અવશ્ય કરીશ. ગુરુદેવ ન હોય તો મુખ્યવડીલનું પડિલેહણ અવશ્ય કરીશ.
૧૧૩. હું માત્રાનો પ્યાલો ઢાંકીને જ પરઠવવા લઈ જઈશ.
૧૧૪. હું મારા કાપનું પાણી જાતે લાવીશ. બીજા પાસે મંગાવીશ નહિ કે માંડલીનું પાણી વાપરીશ નહિ. ૧૧૫. હું સાંજનું પ્રતિક્રમણ માંડલીમાં જ કરીશ.
૧૧૬. હું સવારે પ્રતિક્રમણ કર્યા બાદ ઉંઘીશ નહિ.
૧૧૭. હું રાત્રે સંથારા પોરિસી ભણાવ્યા પછી જ ઉંઘીશ.
૧૧૮. હું દર પંદર દિવસે / મહીને / ચાર મહિને સૂક્ષ્મ આલોચના કરીશ.
૧૧૯. હું મારી માલિકીના પુસ્તકો, એના પોટલા રાખીશ નહિ..