________________
૧૨૦. હું ઉપધિના પોટલા, કબાટ નહિ રાખું.
૧૨૧. હું બે બોલપેન + ૧ પેન્સીલથી વધારે બોલપેન - પેન્સીલ નહિ રાખું.
૧૨૨. હું ૧૫/૨૦ રૂપિયા કરતા વધારે કિંમતની બોલપેન નહિ વાપરું. ૧૨૩. હું રંગબેરંગી પાકિટ નહિ વાપરું.
૧૨૪. હું પાકીટમાં ખાનાઓ નહિ કરાવું.
૧૨૫. હું પાકીટમાં પાટીયાઓ નહિ મૂકાવું.
૧૨૬. હું મારા વસ્ત્રોમાં રંગબેરંગી દોરાઓ નહિ નંખાવું.
૧૨૭. હું ઓઘાનો પાટો (સફેદ અને) કોઈપણ પ્રકારના ભરતકામ=ડીઝાઈનો વિનાનો રાખીશઃ ૧૨૮. હું દાંડા ઉપર કાળો રંગ કે ભૂખરો રંગ નહિ કરાવું. માત્ર દંડા ઉપર પોલીસ કરવાની છૂટ રાખીશ. ૧૨૯. વરસાદ ચાલુ હોય અને સમાધિ ન ટકવાથી ગોચરી વાપરવી પડે તો હું ઉપાશ્રયે ગોચરી નહિ મંગાવું. પણ જાતે ગૃહસ્થોના ઘરોમાં લેવા જઈશ.
૧૩૦. હું શિયાળા અને ચોમાસામાં પાણી ઉકાળવાનો સમય બરાબર પૂછીશ અને એ રીતે ચૂનો નાંખવામાં જાગ્રત રહીશ.
૧૩૧. હું વિહારમાં ચૂનો, સાબુ-સર્ફ, કપડા સુકવવાની દોરી, લૂંછણિયું, પ્યાલો અવશ્ય સાથે રાખીશ. ૧૩૨. હું બાંધેલીદોરી સૂર્યાસ્ત સમયે છોડી જ દઈશ.
૧૩૩. હું ઓઘામાં શુદ્ધ ઉનની દૃશીઓ રાખીશ.
૧૩૪. હું ઓઘારિયું તથા ઝોળીના ગુચ્છા+પાત્રાસન શુદ્ધ ઉનના રાખીશ.
૧૩૫. હું શુદ્ધ ઉનની કામળી વાપરીશ.
૧૩૬. હું ઓઘા માટેનું પ્લાસ્ટીક સીવ્યા વિનાનું જ વાપરીશ.
૧૩૭. હું પ્લાસ્ટીકનાં ઘડા અને ટોક્સી વાપરીશ નહિ.
૧૩૮. હું ગૃહસ્થના કે સંઘના ધાબડાઓ વાપરીશ નહિ.
૧૩૯. હું લુંછણિયું આગળ-પાછળ બરાબર જોયા પછી, સહેજ ખંખેર્યા બાદ જ વાપરીશ.
૧૪૦. હું ઉંઘતી વખતે મસ્તક નીચે વીંટીયો વગેરે કોઈપણ વસ્તુ રાખીશ નહિ.
૧૪૧. હું લાઈટમાં કે એની પ્રભામાં વાંચન-લેખન કરીશ નહિ.
૧૪૨. હું જેટલા મેડીકલ રિપોર્ટ કઢાવું એટલા આયંબિલ અથવા એના કરતા બમણા બે દ્રવ્યના એકાસણા કરીશ.
૧૪૩. જો મને સ્થંડિલમાં કરમિયા નીકળશે તો એના ઉપર ૪૮ મિનિટ સુધી તડકો ન પડે એમ કરીશ. ૧૪૪. મારા કોઈપણ વસ્ત્રો સુકાઈ જતાની સાથે જ “એનો છેડો પણ ઉડ્યા ન કરે” એની કાળજી કરીશ. ૧૪૫. હું મારા પુસ્તકો, નોટો વગેરેના કાગળો પવનથી ઉડ્યા ન કરે એની પુરતી કાળજી રાખીશ. ૧૪૬. માંડલી વ્યવસ્થાપક મને જે કામ સોંપે એમાં હું કદિ ના નહિ પાડું, શારીરિક મુશ્કેલી હશે તો પણ સ્પષ્ટ ના નહિ જ પાડું.