________________
એ ખાનાઓ અંદર-બહાર કરવા કે ઉંધા-ચત્તા કરવા ન ફાવે. માત્ર ઉપરથી નજર કરીને પ્રતિલેખન કરવું પડે. એમાં અંદર ફસાયેલા નાના-નાના જીવો ન દેખાય. એમાં પછી ડબ્બી વગેરે મૂકીએ એટલે તે જીવોની વિરાધના થાય. માટે પાકીટ રાખવું જ હોય તો પણ ખાનાઓ વિનાનું પાકીટ રાખવું.
જુદી જુદી વસ્તુઓ વ્યવસ્થિત જુદી જુદી ગોઠવવા માટે જ ખાનાઓ રખાય છે. પણ એને બદલે ભલે ને બધી વસ્તુ ભેગી રહેતી. ખાનાઓ પાડવાની વિરાધના બંધ ન કરાય ? અને આમ છતાં જો ખાનાઓ પાડવા હોય તો આગળના ભાગમાં એક મોટું ખાનું પાડી શકાય. એટલે દોરી, ચૂનાની ડબી, દવાઓ વગેરે એમાં રહે અને પુસ્તકાદિ બીજા અંદરના ભાગમાં ૨હે.
ટુંકમાં ખાનાઓ રાખવા જ હોય તો એક કે બે એવા મોટા ખાનાઓ જ રાખવા કે જે ખાનાઓ ઉંધા-ચત્તા, અંદર-બહાર કરીને પ્રતિલેખન કરી શકાય. પાકીટની આજુબાજુમાં જે ખૂબ જ સાંકડા નાના ખાનાઓ કરાય છે એ તો બિલકુલ યોગ્ય નથી. બોલપેન વગેરે વ્યવસ્થિત રાખવા માટે કરાતા એ ખાનાઓ મોટી વિરાધનાના કારણ બને છે. એ ખાનાઓનું મોઢું ખૂબ જ સાંકડું હોવાથી એમાં દૃષ્ટિથી પ્રતિલેખન પણ ખૂબ જ અઘરું પડે છે.
એટલે કાં તો એકેય ખાના રાખવા જ નહિ અથવા તો મોટા એક-બે ખાના રાખવા કે જે ધંધાચત્તા કરી શકાય. આ પ્રમાણેનો નિયમ ધા૨વો જોઈએ.
૧૨૫. હું પાકીટમાં પાટીયાઓ નહિ મૂકાવું :
અનવસ્થા દોષ કેટલો ભયંકર છે ? એનું સચોટ ઉદાહરણ આ પાકીટમાં વ્યવસ્થિત ગોઠવાતા પાટીયાઓ છે. પ્રાચીનકાળમાં પુસ્તકો જ ન હોવાથી પાકીટ કે પોથી કંઈ જ ન હતું. છેવટે પુસ્તકો આવ્યા એટલે ગીતાર્થોએ પોથીની (સીવ્યા વિનાનો ખુલ્લો, ચોરસ મોટો કપડો) સંમતિ આપી.
ત્યારબાદ એ બંધ-ખોલ કરવાની ક્રિયાથી કંટાળેલા સુવિધાપ્રિય સંયમીઓએ એકપણ ખાના વિનાના શ્વેતવર્ણના સીવેલા પાકીટો શરૂ કર્યા. અને અનવસ્થા આગળ વધતી જ ચાલી. વધુ સુવિધા ખાતર સંયમીઓ એમાં મોટા ખાનાઓ, પછી નાના ખાનાઓ પાડતા ગયા. અને આજે એ પરિસ્થિતિ આવી કે ‘પાકીટમાં પાટીયાઓ રાખ્યા વિના પાકીટ ચોળાઈ જાય છે. સ્થિર નથી રહેતું’ માટે પાકીટ વળી ન જાય એ માટે કેટલાંક સંયમીઓ આગળ-પાછળ બે મોટા અને આજુબાજુ બે નાના પ્લાસ્ટીકના પાટીયાઓ ગોઠવવા લાગ્યા. આ પાટીયાઓને કદિ તેઓ બહાર કાઢે નહિ એટલે એની અંદરના ભાગનું પ્રતિલેખન કદિ થાય નહિ. એમાં જીવો ફસાય કે મરે તો પણ ખબર ન પડે. અનાદિકાળથી લગભગ બધા જ જીવો અનુકૂળતાના જ અર્થી રહ્યા છે. એટલે વધુ ને વધુ અનુકૂળતાઓ મેળવવા જતાં આજ્ઞાભંગ, સંયમવિરાધના વગેરે ઢગલાબંધ દોષોનો વિચાર સુદ્ધાં તેઓ કરી શકતા નથી.
ગીતાર્થોએ આપેલી છૂટનો દુરુપયોગ તો શેં થાય ?
કોઈ આંગળી આપે એટલે પહોંચો શી રીતે પકડી લેવાય ?
ખેર ! જે સંયમીઓને આ વિરાધના, આજ્ઞાભંગાદિથી બચવાની તમન્ના હોય તેઓ વહેલી તકે આ શૈથિલ્યને દૂર ફગાવી દે. અને જો હજી સુધી આ શિથિલતા ઘુસી જ ન હોય તો એવો દૃઢ નિર્ધાર કરે કે કોઈપણ ભોગે આ દોષો મારા જીવનમાં હું નહિ સેવું.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૩૮)