________________
પહેલા છેલ્લા તીર્થંકરના સાધુ-સાધ્વીજીઓમાં એવા પ્રકારની ગુણવત્તા ન હોવાથી તેઓને માત્ર શ્વેતવર્ણના જ વસ્ત્રો વાપરવાની અનુમતિ અપાઈ છે.
આનો અર્થ માત્ર એટલો જ ન કરવો કે ‘માત્ર પહેરવાના વસ્ત્રો જ સફેદ વા૫૨વાની આજ્ઞા છે. બાકી સંથા૨ો-પાકિટ વગેરે તો રંગબેરંગી રાખી શકાય.’
.
વિભૂષા અને રાગદોષથી બચવા માટે આ રંગબેરંગી વસ્ત્રોનો નિષેધ કર્યો છે અને માટે પાકિટ વગેરે પણ શ્વેતવર્ણના જ હોવા જોઈએ.
ખરેખર તો પાકીટ અસંયમનું સાધન છે, કેમકે સીવેલી વસ્તુ સાધુથી ન વપરાય. પાકીટો તો સીવેલા હોવાથી એમાં બરાબર પ્રતિલેખન કરવું શક્ય નથી જ. માટે જ આજે કેટલાંક સંયમીઓ પોથી રાખે છે. ખુલ્લો, સીવ્યા વિનાનો મોટો ટુકડો જ રાખી એમાં પુસ્તકો વીંટીને ઉપાડે છે. જે અત્યંત અનુમોદનીય છે.
એમ કહેવાય છે કે “જૈન સંયમીને મોચી, દરજી, હજામ વગેરે અઢારમાંથી એક પણ કોમની પરાધીનતા ન હોય.' પ્રણ હવે જો પાકીટ વગેરે સીવેલા વસ્ત્રો વાપરવાના હોય તો પછી દરજીની પરાધીનતા તો આવી જ ગઈ ને ?
કેટલાંકો વળી એમ કહે છે કે,“સફેદ પાકીટો જલ્દી મેલા થઈ જાય એટલે વાંરવાર કાપ કાઢવો પડે. જ્યારે રંગબેરંગી પાકીટો જલ્દી મેલા ન થતા હોવાથી એ વધુ સારા.’
આ યુક્તિ શાસ્ત્રાનુસારી નથી લાગતી, કેમકે એ રીતે તો પહેરવાના વસ્ત્રો પણ શ્વેતને બદલે રંગબેરંગી રાખવા પડશે. શ્વેત વસ્ત્રો વધારે મેલા થવાનો ભય તો એમાં પણ છે જ ને ?
ખરી વાત એ છે કે રંગબેરંગી પાકિટો વાપરવામાં (૧) જિનાજ્ઞા ભંગ છે, (૨) રાગનું પોષણ છે, (૩) અનવસ્થાદિ દોષોને કારણે સંયમની હાનિ થાય છે. માટે શ્વેતવર્ણના જ પાકીટો વપરાય. એ મેલા ન થાય એ માટેની કાળજી રખાય અને છતાં મેલા થાય તો યતનાપૂર્વક કાપ કાઢવામાં ઓછો દોષ છે એમ લાગે છે.
ખરેખર તો તમામ સંયમીઓએ પાકીટો છોડીને પોથીની પ્રાચીન પરંપરાને જ અપનાવવી જોઈએ. એ અશક્ય કે અઘરી તો નથી જ. માત્ર દોરી વડે પોથી બાંધતા શીખવું પડે. વળી એમાં મોટો ફાયદો એ છે કે ખુલ્લા કપડારૂપ જ હોવાથી નાની-મોટી કરી શકાય. પુસ્તકો વધારે લેવા હોય તો ય વાંધો ન આવે. જ્યારે સીવેલા પાકીટો તો નાના-મોટા કરી શકાતા જ નથી. એટલે એના માપ કરતા વધારે પુસ્તકો ઉંચકવાના આવે તો મુશ્કેલી પડે જ. અને વળી રસ્તામાં જો એ થેલો ફાટી જાય તો તો પછી મોટી મુશ્કેલી થાય. બધા ચોપડા શી રીતે આગળ લઈ જવા ?
૧૨૪. હું પાકીટમાં ખાનાઓ નહિ કરાવું :
જો કે પાકીટ સીવેલું હોવાથી અશાસ્ત્રીય છે. છતાં એમાં જો કોઈપણ પ્રકારના ખાનાઓ ન રાખ્યા હોય તો એ પાકીટ ઉંધુ-ચત્તું કરીને, અંદર-બહાર કરીને વ્યવસ્થિત પ્રતિલેખન કરી શકાય અને તેથી ઘણો ઓછો દોષ લાગે. પણ પાકીટની આગળ બે ખાનાઓ, પાકીટની અંદર આજુ-બાજુમાં બે નાના ખાનાઓ... આવા ખાના વાળા પાકીટોનું પ્રતિલેખન ઘણું કપરું છે. એ ખાનાઓ નાના હોવાથી
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ = (૧૩૭)