________________
જ નુકશાન થવાની શક્યતા છે. વૃદ્ધોનો સ્પર્શ કર્કશ હોવાથી એમાં ભુલથી હાથ લાગી જાય તો ય નુકશાન 3 ન થાય.
આ જ વાત સાધુઓમાં પણ લાગુ પડે છે. (૯) અને માટે જ સાધુઓને નજીક-નજીકમાં સુવાનો ? જ નિષેધ કરાયો છે. માટે જ વર્ષો પહેલા એક ગચ્છમાં આવી વ્યવસ્થા હતી કે દર બે યુવાન સાધુઓની જ વચ્ચે એક પીઢ, વૃદ્ધ સાધુનો સંથારો થતો.
આનો સાર એ જ કે સાધુઓ પરસ્પર સ્પર્ધાદિ કરે એ પણ શાસ્ત્રકારો માન્ય રાખતા નથી. હા! 3 જ (૧) વંદન કરતી વખતે પગના અંગુઠાને સ્પર્શીએ (૨) કોઈ સાધુનું માથું દુઃખતું હોય ત્યારે છેગર/વડીલની રજા લઈને તેનું માથું દાબીએ (૩) તાવવાળા કે વૃદ્ધ સાધુના પગ સખત દુઃખતા હોય તો હું છે ત્યારે પણ ગુરુ | વડીલની રજા લઈને એના પગ દાબી આપીએ. ૪ આવા પ્રસંગોમાં સાધુ બીજા સાધુને સ્પર્શ કરે એ શાસ્ત્રીય છે. પણ આ સિવાય હસી-મજાકમાં જ પરસ્પર એકબીજાને સ્પર્શે, ગાલ ઉપર હાથ ફેરવે, પીઠ ઉપર ધબ્બો મારે, ધક્કો મારે... એમાં સાધુ જે સાધુનો સ્પર્શ કરે એ જોખમકારક અને શાસ્ત્રવિરુદ્ધ છે.
એટલે ઉપરના ગાઢ કારણો વિના સાધુએ કોઈપણ સાધુને ય સ્પર્શ ન કરવો. શ્રાવકોને સ્પર્શ જ કરવો પડે એ માટેનું તો કોઈ કારણ જ નથી. હજી કદાચ તપસ્વી, શ્રાવકો, મુમુક્ષુઓ વિગેરેને વાસક્ષેપ જે નાંખી આપવા, એમને આશીર્વાદ આપવા માટે એમના માથા ઉપર હાથ મૂકે એ શક્ય છે. પણ જે શ્રાવકોના છોકરાઓને સાધુ ખોળામાં બેસાડે, બે-ચાર મહિનાના છોકરાને ઉંચકે. છોકરાઓના ગાલ છે છે પંપાળે, પગ ન દુઃખતા હોય છતાં એ બધા પાસે પગ દબાવડાવે... આ પણ યોગ્ય નથી.
માંદગીના કારણે કે મોટા વિહારાદિના કારણે પગ સખત દુઃખતા હોય તો પણ જે વૃદ્ધ સાધુઓ જ હોય અથવા જે મોટી ઉંમરના (૪૦ ઉપરના) શ્રાવકો હોય એમની પાસે પગ દબાવડાવાય. પણ યુવાન છે સાધુઓ કે યુવાનો-છોકરાઓ પાસે પગ ન દબાવડાવાય.
આ જ વાત સાધ્વીજીઓએ શ્રાવિકાઓ અને સહવર્તિ સાધ્વીજીઓ અંગે સમજી લેવી.
૧૦૧. હું ઝેરોક્ષ નહિ કરાવું. કારણસર કરાવું તો જેટલા પાનાની ઝેરોક્ષ કરાવું એટલા ત્રણ દ્રવ્યના ટંક કરીશ. જ ઈલેક્ટ્રીકથી જ ચાલતા ઝેરોક્ષ મશીનમાં કાગળો વિગેરેની ઝેરોક્ષ કરાવવામાં પુષ્કળ દોષ લાગે. જે આજે તો એક સારું લખાણ દસ જણને જોઈતું હોય તો એ દસ જણ જાતે લખવા તૈયાર ન થાય અને હું આ એક કાગળની સીધી દસ ઝેરોક્ષ જ કઢાવી લઈ ઝેરોક્ષ પોતાની પાસે રાખે. જ એક ક્ષમાપનાપત્ર તૈયાર કરી ૨૦-૨૫ ઝેરોક્ષો કઢાવી ૨૦-૨૫ જણને મોકલવામાં આવે. ૪ . એક સાધુએ પોતાના ગુરુની વાચનાઓ ઉપર ૩૦૦ ફુલસ્કેપ ભરીને લખાણ કર્યું. એ લખાણ ; જ છપાવવા માટે મોકલવાનું હતું. સાધુને વિચાર આવ્યો કે “ક્યાંક ત્યાં પહોંચતા પહેલા આમ તેમ :
ખોવાઈ જાય તો? એક ઝેરોક્ષ કોપી કઢાવીને મારી પાસે રાખું તો પછી ચિંતા ન રહે.” વિનીત શિષ્ય - જ ગુરુને પૃચ્છા કરી અને ભવભીરુ ગુરુએ કહ્યું કે “૩૦૦ પાનાની 800 ઝેરોક્ષો કરાવવામાં કેટલી બધી ; ૪ વિરાધના થાય. અત્યાર સુધીમાં મેં ય ઘણા પુસ્તકોના લખાણો છાપવા મોકલ્યા છે. કદિ ખોવાયા નથી.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૧૮)
VYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYY