________________
એવા ખોવાઈ જવાના ભયથી ૩૦૦ ઝેરોક્ષ શી રીતે કરાવાય ?”
કેવી સંયમની પરિણતિ !
હા ! જેઓ વિશિષ્ટ ગ્રંથોની રચના કરતા હોય અને એટલે પોતે લખેલા પદાર્થો અનેકોને તપાસવા માટે મોકલવાના હોય તો ત્યારે તેઓ બધાની ઝેરોક્ષ કરાવે એ અપવાદમાર્ગે માન્ય બને. એમ આચાર્ય ભગવંતો અતિ મહત્ત્વના પ્રસંગોમાં કોઈક ગંભીર પત્રો લખે, ત્યારે એ પત્રની કોપી પોતાની પાસે સાક્ષી તરીકે રહે એ માટે ઝેરોક્ષ કરાવે એ હજી ય અપવાદ માર્ગે માન્ય બને. પણ સામાન્ય સંયમીઓ વાત-વાતમાં ઝેરોક્ષો ક૨ાવતા થઈ જાય એ તો ન જ ચાલે. એક-બે પાનાનું આવશ્યક લખાણ જાતે લખી લેવું પણ એના માટે ઝેરોક્ષ કરાવવી નહિ. આમ છતાં ઝેરોક્ષ કરાવવી જ પડે તો પછી એક-એક ઝેરોક્ષના પાના દીઠ એક એક ત્રણ દ્રવ્યના ટંક કરી શકાય.
મોટા પુસ્તક વિગેરેની ઝેરોક્ષ કરાવવી પડે તો ત્યારે ૨૦૦-૩૦૦ પાનાની ઝેરોક્ષ કરાવવાની હોવાથી ૨૦૦, ૩૦૦ ટંક તો ત્રણ દ્રવ્યના ન જ થઈ શકે. આ વખતે આંબિલ / ઉપવાસ શિક્ષા તરીકે રાખી શકાય. (ગુરુ પ્રાયશ્ચિત્ત તરીકે જે આપે તે જુદુ જ ગણાય.)
જો ત્રણ દ્રવ્યના ટંક, આંબિલાદિ કરવા ન ફાવે તો પ્રત્યેક ઝેરોક્ષ દીઠ એક બાંધી નવકારવાળી કે ૧૨ નવકાર વિગેરે કોઈપણ બાધા લઈ શકાય.
૧૦૨. હું કોઈની પણ પાસે કોઈપણ કાર્ય માટે પૈસા નહિ માંગુ માત્ર વ્યાખ્યાનની પાટ ઉપરથી દાનધર્મની પ્રેરણા કરીશ.
સાધુઓની શ્રાવકોને સાધુઓથી વિમુખ બનાવનારી એવી જો કોઈ પ્રવૃત્તિ હોય તો એ છે ‘પૈસા માંગવા તે.’
આજે મારી પાસે તપોવન સંસ્થા છે. એમ લગભગ દરેક પાસે કોઈને કોઈ નાની મોટી સંસ્થા, નાના-મોટા તીર્થો, નાની-મોટી યોજનાઓ છે. એ યોજનાઓના હજારો, લાખો, કરોડો રૂપિયા શ્રીમંત શ્રાવકો સિવાય તો કોણ આપે ? એટલે સંયમીઓ જે શ્રાવક ગાડીવાળો, પૈસાદાર દેખાય એને ગમે તે બહાને બોલાવે અને છેવટે પૈસાની યોજના બતાવે. ગમે તે કરીને શ્રાવક પાસેથી ઓછા-વત્તા પૈસા કઢાવે.
પ્રાચીનકાળ એ હતો કે શ્રાવકો દાનધર્મનું પાલન કરવા માટે તત્પર બની સાધુઓને વિનંતિ કરતા કે “સાહેબ ! આટલું ધન ધર્મ માર્ગે ખરચવું છે. આપ માર્ગદર્શન આપો.” અને નિઃસ્પૃહ સાધુઓ શ્રાવકોની ગરજ જોઈને શાસ્ત્રાનુસારે ધન ખર્ચવાના માર્ગો દર્શાવતા.
આજે શીર્ષાસન થયું છે. સંયમીઓ પુષ્કળ ગરજ બતાવે ત્યારે માંડમાંડ, ક-મને શ્રાવકો પૈસા લખાવે. સાધુઓ પ્રત્યેની શ૨મ વિગેરેના કારણે ચોક્ખી ના તો તેઓ પાડી ન શકે. પણ પછી ગમે તે બહાના દ્વારા ઓછા પૈસામાં સોદો પતાવે. સાધુઓ એમ માને કે શ્રાવકોએ ભક્તિભાવથી પૈસા લખાવ્યા. પણ જ્યારે ખાનગીમાં, સાધુઓની ગેરહાજરીમાં એ શ્રાવકો શું બોલે છે ? એ સાંભળીએ ત્યારે સાચી હકીકતનું ભાન થાય.
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૧૯)