________________
સાધુએ નમ્રભાવે બહેનોને કહી દેવું કે “હવે સૂર્યાસ્ત થઈ ગયો છે. એટલે તમારે બહાર નીકળી
જવું પડશે.''
- એક તીર્થમાં પ્રભાવક પ્રવચનકાર સાધુ હાજર હતા અને મહિલા મંડળની એક બસ બરાબર સૂર્યાસ્ત સમયે ત્યાં આવી. બહેનોને સાધુની હાજરીની ખબર પડી એટલે વંદન કરવા આવ્યા પણ સાધુએ સ્પષ્ટ ના પાડી દીધી કે ‘સૂર્યાસ્ત થઈ ગયો છે, હવે વંદનાદિ માટે પણ ઉપાશ્રયમાં નહિ અવાય.’ છેવટે બધા બહેનો પાછા ફર્યા.
એક સાધુના પિતરાઈ ભાઈ અને ભાભી સૂર્યાસ્તને બે મિનિટની વાર હશે અને છેક બોમ્બેથી અમદાવાદ મળવા આવી ચડ્યા. તેઓ રાત્રે રોકાવાના ન હતા. પણ છતાં સંયમીએ સૂચના કરી દીધી કે “બહેન વંદન કરીને તરત બહાર નીકળી જાય.”
સાધુના આવા આચારોની ખૂબ જ ગાઢ અસર શ્રાવકો ઉપર પડે છે. તેઓ અંદરખાને પ્રસન્ન થાય છે. સાધુ પ્રત્યેનો તેઓનો વિશ્વાસ દૃઢ બની જાય છે.
હવે જ્યારે સૂર્યાસ્ત બાદ ઉપાશ્રયમાં બહેનોની હાજરી જ ન ચાલે તો પછી રાત્રે ઉપાશ્રયમાં કે બહાર આંગણામાં સાધુ ભાઈ-બહેનોને વ્યાખ્યાન આપે, એ તો શી રીતે ચાલી શકે ? હજી એકલા ભાઈઓને વ્યાખ્યાન અપાય. પણ રાત્રે બહેનોને તો વ્યાખ્યાન ન જ અપાય.
આ જ નિયમ સાધ્વીજીઓએ ભાઈઓ અંગે સમજી લેવો.
આ નિયમ બધાએ વ્યક્તિગત પાળવાનો છે એટલે કે બીજા કોઈ વડીલ વિગેરેની પાસે સૂર્યાસ્ત પછી પણ બહેનો બેઠા હોય તો એમને બાકીના સંયમીઓ તો શી રીતે બહાર કાઢી શકે ? એ તો વડીલે જ પોતાની આ જવાબદારી સમજવી પડે. છતાં એ ન સમજે તો બાકીના સાધુઓએ પોતાની રક્ષા સ્વયં કરી લેવી.
એક આચાર્ય ભગવંત તો ઉપાશ્રયની સૌથી બહારના ભાગમાં પોતાનું આસન રાખતા. બધા સાધુઓને અંદરના ભાગમાં રાખતા. વચ્ચે પડદો રાખતા. કોઈપણ શ્રાવક-શ્રાવિકા આવે તો પોતે જ પચ્ચક્ખાણાદિ આપીને ત્યાંથી જ એમને વિદાય કરતા. અંદર જવા ન દેતા. જો સાધુના જ કોઈ સગાવહાલા મળવા આવે, તો તેઓને પણ અંદર તો ન જ જવા દે. માત્ર એ સાધુને બહાર બોલાવી લેતા અને પોતાની હાજરીમાં સ્વજનો સાથે એને પાંચ-દસ મિનિટ વાતચીત કરવા દઈ પાછા એ સાધુને અંદ૨ મોકલી દેતા. જો સ્વજનોને અંદર જવા દે તો એના કારણે બધા સાધુઓના સ્વાધ્યાયાદિમાં હાનિ થાય. આમાં તો એક જ સાધુની ૧૦ મિનિટ બગડે.
આવી સૂક્ષ્મતમ કાળજી કરનારા આચાર્ય ભગવંતો જ્યાં સુધી હશે ત્યાં સુધી આ શાસનને
તેજસ્વી સિતારાઓની ભેટ મળતી જ રહેશે.
૧૦૦. હું (સાધુ) શ્રાવકોને કે વંદનાદિ સિવાય સાધુઓને પણ સ્પર્શ નહિ કરું.
ગચ્છાચારમાં (૫)રાત્રિના સમયે સાધ્વીજીઓની સંથારાની વ્યવસ્થાનું વર્ણન કરતી વખતે જણાવ્યું છે કે દર બે યુવાન સાધ્વીજીઓ વચ્ચે એક વૃદ્ધ સાધ્વીજીનો સંથારો હોવો જોઈએ. જો બે યુવાન સાધ્વીજીઓ આજુબાજુમાં ઉંઘે અને ઉંઘમાં ભુલથી એકબીજાને હાથ લાગી જાય તો એમાં ય ક્યારેક
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૧૭)