________________
કેટલાંક મહાસંયમી મહાત્માઓ કામળીકાળમાં દેરાસર પણ નથી જતા. ના-છૂટકે ઠલ્લે જવું પડે માત્રુ જવું પડે તો જાય.
કે
એક મહાત્માએ તો કામળીકાળના જીવોની જયણા માટે પોતાનો થેલો, પ્યાલાબંધન વિગેરે પણ કામળી=ગ૨મ વસ્ત્રના જ જાતે જ તૈયાર કરી દીધા છે.
૭૪. હું બે ટાઈમ ઓઘાનું પ્રતિલેખન કરીશ, બાંધીશ.
સવારે અને સાંજે બે ય વખત ઓઘો આખો ખોલી, પ્રતિલેખન કરી ફરી પાછો બાંધવો જોઈએ. માત્ર ઉ૫૨થી જ ઓઘાનું પ્રતિલેખન કરીએ તે ન ચાલે.
કેટલાંક સંયમીઓ એવું કરતા સાંભળ્યા છે કે પંદર દિવસ તો માત્ર ઉપરથી મુહપત્તી જ ફેરવીને ઓઘાનું પ્રતિલેખન કરી લે. છેક ચૌદશે આખો ઓઘો ખોલીને પ્રતિલેખન કરે. આ શાસ્ત્રીયવિધિ નથી. યતિદિનચર્યામાં કહ્યું છે કે મુહપતી, ઓઘો, બે નિષદ્યા (ઓઘારિયું-નિષેધિયું) ચોલપટ્ટો, ત્રણ કપડા (બે કપડા+એક કામળી) સંથારો+ ઉત્તરપટ્ટો આ ૧૦ વસ્તુ સૂર્ય ઉગ્યા પહેલા પ્રતિલેખન કરી લેવી. હવે જો ઓઘો ખોલીએ જ નહિ, તો ઓઘાના પાટાનું, બે નિષદ્યોનું પ્રતિલેખન ન થયું હોવાથી જિનાજ્ઞાભંગનો દોષ લાગે. (૪)ઓઘો બે ટાઈમ આખો ખોલીને પ્રતિલેખન કરવો, પાછો બાંધવો એ આચાર છે. આમ છતાં જો કોઈક સમુદાયની સામાચા૨ી આવી જ હોય કે દ૨ પંદ૨ દિવસે ઓઘો બાંધવો તો તે સમુદાયના મહાત્માઓ એ પ્રમાણે કરી શકે. જો એ મહાત્માઓ પોતાના ગચ્છના ગીતાર્થ-સંવિગ્ન મહાપુરુષોએ પ્રવર્તાવેલી સામાચારી પ્રમાણે પ્રવૃત્તિ કરતા હોય તો એમને દોષ ન લાગે. બધા સંયમીઓએ પોત-પોતાના ગચ્છની સામાચા૨ી પ્રમાણે વર્તવું હિતાવહ છે. પણ ગીતાર્થ સંવિગ્ન મહાત્માને ઉપરના શાસ્ત્રપાઠ અંગે પૃચ્છા કરી લેવી.
કેટલાંકો વળી એવું પણ કરે કે સાડા અગ્યાર વાગે ઓઘો ખોલી પ્રતિલેખન કરે અને પછી બાંધે નહિ. સાડાબાર પછી બપોરનું પ્રતિલેખન કરીને બાંધે. આમ બે ટાઈમ પ્રતિલેખન કરે પણ બે ટાઈમ બાંધે નહિ. એક જ વાર બાંધે. આ પણ ન ચાલે.
સવારે પાંચ વાના કરતી વખતે જ ઓઘો ખોલીને બાંધવો જોઈએ અને બપોરે બધી ઉપધિનું પ્રતિલેખન કર્યા બાદ ઓઘો બાંધવો જોઈએ.
સવારે વહેલો વિહાર હોય, ઉતાવળ હોય અને તેથી બાંધી ન શકાય. તો મોડામાં મોડો પાતરાના પ્રતિલેખન વખતે તો ઓઘો ખોલીને બાંધી જ લેવો. છેક ૧૧-૧૨ વાગે ઓઘો બાંધવો એ તો ઉચિત નથી જ લાગતું.
૭૫. હું ચાલુ ડિલેહણમાં કોઈની પણ સાથે વાતચીત નહિ કરું. સંપૂર્ણ મૌન રાખીશ.
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે (૪)પ્રતિલેખન કરતી વખતે જે સંયમી પરસ્પર વાતચીત કરે. કોઈકને સૂત્રાદિ આપે કે કોઈકના સૂત્રાદિ સાંભળે. રે ! કોઈકને પચ્ચક્ખાણ આપે તો પણ એ તેનો પ્રમાદ કહેવાય અને એ સંયમી ષટ્કાયનો વિરાધક ગણાય.”
હવે જો ચાલુ પ્રતિલેખનમાં પચ્ચક્ખાણ આપવાનો કે સૂત્ર-અર્થ લેવા-આપવાનો પણ નિષેધ હોય તો બાકીની ચીલાચાલુ વાતચીતો કરવાનો તો નિષેધ હોય જ.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ - (૯૬)