________________
(ચોમાસા - શિયાળામાં ખાસ) એવું જોવા મળશે કે પ્યાલો સુકાઈ ગયો હોય, પણ પ્યાલાનું જે માત્રુ નીતી-નીત૨ીને ધાર પાસે જમીન ઉપર ભેગુ થયું હોય. તે સુકાયા વિના પડેલું હોય. એટલે એમાં સંમૂર્ચ્છિમની વિરાધના થાય.
એટલે જ માત્ર પરઠવ્યા બાદ પ્યાલાઓને એમને એમ મૂકી દેવામાં સંયમહાનિ થવાની શક્યતા દેખાય છે.
કેટલાંક ગ્રુપોમાં આ વિરાધના અટકાવવા માટે જુનું મોટું વસ્ત્ર (સુતરાઉનું) રાખવામાં આવે છે. જેને માતરીયું કહે છે. માત્ર પરઠવ્યા બાદ એ વસ્ત્રથી જ પ્યાલો લુંછી લેવાય છે એટલે સંમૂચ્છિમની વિરાધના ન થાય. એ વસ્ત્ર જ્યાં બહુ પવન ન વાતો હોય ત્યાં બાંધી દેવામાં આવે છે. એટલે એની મેળે એ વસ્ર સુકાઈ જાય. થોડીક વાયુકાયની વિરાધના થાય પણ સંમૂચ્છિમની મોટી વિરાધનામાંથી બચી
જવાય.
પ્રાચીનકાળમાં તો સંયમીઓ પ્યાલાનો ઉપયોગ જ લગભગ ન કરતા. વળી “તેઓના પ્યાલા માટીના હશે એવો મારો ખ્યાલ છે. કેમકે તે વખતે પ્લાસ્ટીક ન હતું. અને ધાતુઓની વસ્તુનો ઉપયોગ કરાતો ન હતો. એટલે તુટેલા ઘડાના ઠીકરા વિગેરે પ્યાલા તરીકે વપરાતા હોય એ શક્ય છે. એમાં તો માટી પોતે જ પાણીને ચૂસી લે એટલે પછી સંસૂચ્છિમ થવાની શક્યતા લાગતી નથી.
કેટલાંક સંયમીઓને આવી રીતે પ્યાલાઓને માતરીયાથી લુંછવા વિગેરેમાં જુગુપ્સા થતી હોય છે. પણ એ ઉચિત નથી. આશય એ જ છે કે “કોઈપણ હિસાબે વિરાધના ન જ થવી જોઈએ.” “માતરીયાનો ઉપયોગ કરવો જ પડે” એવો ભાર નથી. પણ સંમૂર્ચ્છિમની વિરાધના ન જ થવી જોઈએ એ વસ્તુ મહત્ત્વની છે.
કેટલાકો ઈંટ ઉપર પ્યાલાઓ મૂકીને સુકવે છે. એમાં લગભગ સુકાઈ જાય છે. પણ ભેજના વાતાવરણમાં પ્યાલાની અંદર ટીપાઓ રહી જવાનો પ્રશ્ન ઈંટ દ્વા૨ા ઉકેલાતો નથી.
મારા ગ્રુપમાં તો દરેક છૂટા છૂટા ગ્રુપો માતરીયું રાખતા જ હોય છે. ૭૩. હું પ્યાલો ખુલ્લા આકાશમાં નહિ મૂકી રાખું :
પ્યાલો પરઠવીને પછી કુંડી ઉપર જ પ્યાલો સુકવી દઈએ તો જ્યારે કામળીકાળ થાય ત્યારે ઉપરથી પડતા સૂક્ષ્મ અકાયની આપણા પ્યાલાના નિમિત્તે વિરાધના થાય એટલે સંયમીને દોષ લાગે. ભલે ખાલો મૂકતી વખતે કામળી કાળ ન હોય. પણ કલાક બે કલાકાદિ બાદ જ્યારે કામળીકાળ થશે ત્યારે તો સૂક્ષ્મ અસ્કાયની વિરાધના થવાની જ.
એટલે પ્યાલો કે કોઈપણ વસ્તુ ખુલ્લામાં ન મૂકતા અંદરના સ્થાનમાં જ મૂકવી.
વર્તમાનમાં એક એવા વિદ્વાન આચાર્ય છે કે જ્યારે તેઓ બહાર સ્થંડિલ જતા ત્યારે તરપણી, હાથ, હાથની આંગળીઓ વિગેરે જેટલી વસ્તુ વધુમાં વધુ કામળીની અંદર રહી શકે એનો પ્રયત્ન કરતા. બધું ગુપ્ત રીતે રાખતા. કામળીકાળની જયણા સાચવવા માટે ‘હાથ સુદ્ધાં પણ બહાર ન રહી જાય.' એની કાળજી કરનારા મહાત્માઓ પણ જો આજે હોય તો પછી પ્યાલા વિગેરે વસ્તુઓ ખુલ્લા કામળીકાળમાં તો મૂકાય જ શી રીતે ?
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૯૫)