SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ માતાના ખોળે પોચા, બાળક નિર્ભય બને 'T F આજના માજ F S S = = E E = = F | મળદ્વનિર્ભય બની જાતા. અષ્ટમાતની ગોદે રમતા, દુગતિથી ન ગભરાતા છે. ભરાત. ધન તે...૫૭ ( ૭. દોષ નં. ૬ અહંકાર (૬) અહંકાર : મારામાં અહંકાર છે કે નહિ? એની ખબર શી રીતે પડે? આ IST તુ બધા દોષોને કંઈ શરીર નથી કે એ નરી આંખે દેખાઈ જાય. આ તો આત્મપ્રદેશોમાં ત સંસ્કારરૂપે અવગુણરૂપે પડેલા દોષો છે. # મને આમ તો મારી જાત નિરહંકારી લાગે છે, કેમકે અહંકારી માણસ તો કોઈને | નિા ન નમે, એ પોતાના ગુરુને ય ન નમે. હું કંઈ એવો નથી. હું તો ગુરુ પાસે ખૂબ જ નિ ને નમ્ર બનીને રહું છું. ગુરુને રોજ બેવાર વંદન અવશ્ય કરું છું. મારા વડીલજનોને પણ ઉ| | રોજ વંદન કરું જ છું ને? એ પણ અંધારામાં કે જેમતેમ નહિ, પરંતુ વિધિપૂર્વક વંદન કરું છું. # હું કંઈ ખભા ઉંચા કરીને કે છાતી બહાર કાઢીને ફરતો નથી. અરે, કોઈ મારી ૪ પ્રશંસા કરે, તો પણ હું એક જ વાત કહું છું કે ‘બધું દેવગુરુની કૃપાથી છે. મારું કશું : છું નથી. મારી કોઈ જ કિંમત નથી. આ તો દેવગુરુની અનહદ કૃપા મને મળી છે... ૪ એટલે આ શક્તિઓ વિકસી છે.” શું અહંકારી માણસ આવું બોલે ખરો ? એ શું કામ ૨ બીજાની કૃપાની વાત કરે ? એ પોતાના પુરુષાર્થને અને પોતાની બુદ્ધિને જ યશ ન ક આપે ? એ તો એમ જ બોલે ને ? કે “આ સફળતાઓ એમને એમ નથી મળતી. મેં ક a મારું તન નિચોવી નાંખ્યું છે, રાતના બાર-બાર વાગ્યા સુધી ચિંતનો કર્યા છે. ત્યારે મને આ બધી સફળતાઓ સ્વાધ્યાયાદિ ક્ષેત્રે મળી છે.' પણ આવું તો મેં ક્યારેય કોઈને ૪ ૨ કીધું નથી. એટલે મારામાં અહંકાર નહિ હોય. - કોઈ મને કહે છે કે, “સાહેબ ! આપનો રાગ ખૂબ જ મધુર છે. આપ જે આ અજિતશાંતિ બોલો છો, જે સ્તવનો બોલો છો... અમે તો ડોલવા લાગીએ છીએ. .. અમારી જીંદગીમાં અમે આવો રાગ સાંભળ્યો નથી. પણ એ વખતે હું એક જ વાત કરું છું કે, દેવ-ગુરુ પસાય !” – કોઈ મને કહે છે કે, “સાહેબ ! આપના પ્રવચનો એટલા બધા ધારદાર છે કે જેમ અર્જુનનું એક પણ બાણ નિષ્ફળ ન જાય, એમ આપના એકપણ પ્રવચન નિષ્ફળ |સ ન જાય. એક પણ વાક્યો નિષ્ફળ ન જાય. મારા જેવાના તો હૃદય વીંધાઈ જાય છે. એ ક્ષા સાહેબ ! ખરું કહું છું કે મને તો આપના પ્રવચનો સાંભળતા ધ્રુસકે ધ્રુસકે રડવું આવે & છે. અરે, માત્ર હું નહિ, ઘણીવાર આખી સભા રડતી હોય છે, મને તો લાગે છે કે | અમે જાણે તીર્થંકરની દેશના જ સાંભળી રહ્યા છીએ.” અને આવી બેહદ પ્રશંસા બાદ | TITLOOT અહંકાર ૦ (૫૦) ITI ITI
SR No.005779
Book TitleAatm Samprekshan
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2010
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy