________________
૦ ૧-૧-૩૧
૪૬૦
શબ્દનું સમાનપણું છે માટે ‘“અવિભક્તિ અન્ત”ના શ્રવણનો પ્રસંગ આવે છે. ખરેખર તો ‘વિપ્ર' શબ્દ દ્રવ્યનો વાચક છે માટે તેમાં વિભક્તિઓ સંભળાય જ છે.
હવે “પશુ” શબ્દ અંગે આપત્તિ બતાવે છે : આમ તો “પશુ” શબ્દ વાદ્રિ ગણપાઠમાં છે, આથી અવ્યયસંજ્ઞા થવી જોઈએ. આ “પશુ” શબ્દમાં અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ આવે છે. આ આપત્તિ આ પ્રમાણે છે : ‘વા”િ ગણમાં કહેલો એવો “પશુ” શબ્દ જાતિથી વિશિષ્ટ એવા દ્રવ્યમાં વર્તે છે અને જાતિથી વિશિષ્ટ એવા દ્રવ્યમાં વર્તતો હોવાથી આ “પશુ” માત્ર દ્રવ્યથી ભિન્ન થવાથી અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ આવે છે. ખરેખર તો ‘પશુ’ શબ્દ દ્રવ્યનો વાચક હોવાથી તેમાં વિભક્તિઓ સંભળાય છે.
સૌ પ્રથમ જાતિ શબ્દનો અર્થ સમજીએ : “મ્ અનેાનુગતમ્ સામાન્યમ્ જ્ઞાતિઃ' જે એક હોય અને અનેકમાં અનુગત હોય એવું જે સામાન્ય છે તે જાતિ કહેવાય છે. મનુષ્ય, ગાય વગેરે શબ્દો પહેલા જાતિવાચક હોય છે, કારણ કે જાતિ પિંડમાં રહે છે તથા જાતિમાં રહ્યા પછી કોઈ વિશેષ સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. જેમ જાતિ દેવદત્ત સ્વરૂપ પિંડમાં રહે છે તેમ યજ્ઞદત્ત વગેરે પિંડોમાં પણ રહે છે. પંક્તિનો અર્થ જોઈએ તો જાતિ વ્યવચ્છિન્ન એટલે જાતિવાચક “જ્ઞા”િમાં કહેલો એવો ‘“પશુ” શબ્દ જાતિ વિશિષ્ટ દ્રવ્યમાં રહે છે. જે જાતિ વિશિષ્ટ દ્રવ્યમાં રહે છે તે જાતિ અને દ્રવ્યના સમુદાય સ્વરૂપ અર્થને કહે છે. જે જાતિ અને દ્રવ્યના સમુદાય સ્વરૂપ અર્થ છે તે કેવળ દ્રવ્યવાચક શબ્દથી અન્ય થાય છે.
પર્યાદાસનિષેધ તત્ સવૃશનું ગ્રહણ કરતો હોવાથી “વૃક્ષ” વગેરે શબ્દો કેવળ દ્રવ્યવાચક હોવાથી એવા શબ્દોથી આ જાતિવિશિષ્ટ દ્રવ્ય અન્ય થાય છે. આનું સત્ત્વપણું પણ છે તથા આની અવ્યયસંજ્ઞા હોતે છતે અયમ્ પશુ: એ પ્રમાણે વિભક્તિશ્રવણ થવું જોઈશે નહીં. આમ પર્યાદાસનિષેધ માનતા વિપ્રઃ શબ્દ અને પશુઃ શબ્દ આ બંનેની અવ્યયસંજ્ઞા પ્રાપ્ત થવાનો દોષ
આવે છે.
(श०न्या० ) अथ प्रसज्यप्रतिषेधः, न दोषो भवति । यथा न दोषस्तथाऽस्तु । तत्र हि यत्र द्रव्यगन्धोप्यस्ति तत्र सर्वत्र प्रतिषेधेन भाव्यम्, निषेधप्राधान्याद्, अस्ति चेह द्रव्यगन्धः, विप्रत्वपशुत्वजात्याश्रयस्य द्रव्यस्य विप्रपशुशब्दाभ्यामभिधानादिति प्रसज्यप्रतिषेध एव ન્યાયાનિતિ । અંત વાદ-તતોત્રુતિ / અન્યત્રુતિ-સત્ત્વાભાવે, સત્ત્વ નેત્ર વર્તને ત્યર્થ: । क्व तर्हि वर्तमानः पशुशब्दोऽसत्त्ववचनो भवति ? यत्र वृत्तोऽव्ययसंज्ञां लभते, दृश्यर्थे यथा'जऩा लोभं न यन्ति पशु मन्यमानाः' इति, अत्र दृश्यर्थेन मननं विशेष्यते, दर्शनीयं ज्ञानं प्रतिपन्ना जना लोभं परित्यजन्तीत्यर्थः ।