________________
૪૬૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ અનુવાદ :- જો તમે પ્રસજ્ય પ્રતિષેધ સ્વીકારશો તો દોષ થશે નહીં અને જે પ્રકારે દોષ ન હોય એ પ્રકારે જ થવું જોઈએ. પ્રસજ્ય પ્રતિષેધ અપનાવતા “પશુ:” શબ્દ તથા “વિઝ:" શબ્દ આ બંનેમાં અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ આવતી નથી. પ્રસજય પ્રતિષેધ દ્રવ્ય માત્રનો નિષેધ કરે છે. જે જે શબ્દોમાં દ્રવ્યની જરાક પણ ગંધ આવે તો એવા શબ્દો અવ્યય સ્વરૂપે થઈ શકતાં નથી. પ્રસજ્ય પ્રતિષેધમાં નિષેધની પ્રધાનતા હોવાથી દ્રવ્યત્વ ધર્મથી યુક્ત જે જે હશે તે બધાની આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થશે નહીં. “વિઝ” શબ્દ જે ક્રિયા અને દ્રવ્યના સમુદાયવાચક છે તે દ્રવ્યવાચક હોવાને કારણે અવ્યયસંજ્ઞા તરીકે લઈ શકાશે નહીં. કારણ કે અહીં દ્રવ્યની ગંધ છે અર્થાત્ આંશિક રીતે પણ અહીં દ્રવ્યત્વ વિદ્યમાન છે. “વિપ્ર” અને “પશુ” શબ્દથી અનુક્રમે વિપ્રત્વ” અને “પશુત્વ” જાતિ આશ્રય એવા દ્રવ્યનું કથન થતું હોવાથી જો પ્રસજ્ય પ્રતિષેધ લેવામાં આવશે તો આવા દ્રવ્યવાચક નામોનો સત્ત્વ શબ્દના નિષેધ દ્વારા નિષેધ થઈ જવાથી અવ્યયસંજ્ઞા થવાની આપત્તિ આવશે નહીં. આથી પ્રસજય પ્રતિષેધ જ શ્રેષ્ઠ છે, પરંતુ પર્યદાસનિષેધ યોગ્ય નથી. માટે જ બ્રહવૃત્તિમાં આચાર્ય ભગવંતશ્રીએ પંક્તિઓ લખી છે કે તતઃ અન્યત્ર અર્થાત્ દ્રવ્યથી અન્યત્ર રહેલ એવા વ વગેરે શબ્દો અવ્યયસંજ્ઞાવાળા થાય છે. આ પંક્તિઓ દ્વારા પ્રસજયપ્રતિષેધ સ્પષ્ટપણે જણાય છે. અન્યત્રનો અર્થ સત્ત્વાભાવમાં કરવો અર્થાત્ જો કોઈપણ શબ્દો સત્ત્વમાં ન વર્તે તો અવ્યયસંજ્ઞાવાળો થાય એ પ્રમાણેનો અર્થ “સત્ત્વ" શબ્દનો પ્રાપ્ત થાય છે.
જો પશુ શબ્દને તમે દ્રવ્યવાચક માનો છો અને અવ્યયસંજ્ઞાનો નિષેધ કરો છો તો વાદ્રિ ગણપાઠમાં “પશુ” શબ્દનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આથી શંકા થાય છે કે, “સત્ત્વ” અર્થમાં “પશુ” શબ્દ કયાં સ્થાનમાં પ્રાપ્ત થશે? એના અનુસંધાનમાં અમે કહીએ છીએ કે જેમાં પ્રયોગ કરાયેલો એવો “પ” શબ્દ અવ્યયસંજ્ઞાને પ્રાપ્ત થાય છે એ મનન કરવા અર્થમાં જ હોય છે. જો મનન અર્થમાં પશુ શબ્દ હશે તો એ “ ” અર્થમાં વિદ્યમાન કહેવાશે. મનન કરવું એ ક્રિયા છે અને ક્રિયાવાચક શબ્દો એ દ્રવ્યવાચક તરીકે હોતા નથી માટે આવા શબ્દો અસત્ત્વવાચક તરીકે કહેવાય છે.
મનન અર્થમાં આ પ્રમાણે પ્રયોગ છે – “નના નોમં 7 પશુ ચિમીના:” આ પ્રયોગમાં દૂ નાં અર્થથી મનન વિશેષિત કરાયું છે. અર્થાત્ “પશુ” શબ્દનો ક્રિયાવાચક અર્થ એ વિશેષણ તરીકે છે તથા “મન્યમના ” સ્વરૂપ ક્રિયા એ વિશેષ્ય સ્વરૂપે છે. ઉપરોક્ત ઉદાહરણનો અર્થ આ પ્રમાણે થશે – સમ્યગુ દષ્ટારૂપથી મનન કરતાં એવા જીવો લોભને પ્રાપ્ત કરતાં નથી. પાણિની વ્યાકરણમાં “નામ” શબ્દને બદલે “નોંધમ” પ્રયોગ આવે છે. બીજા બધા શબ્દો ઉપરોક્ત પ્રયોગ પ્રમાણે જ છે. પરંતુ ત્યાં “નોધ"નો કોઈ વિશેષ અર્થ જણાતો નથી. આથી આ ગ્રન્થના