________________
૪૨૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ (श०न्या०) (द्रव्योपसर्जन इति तसिप्रत्ययाभिधेयद्रव्योपसर्जनः प्रकृत्यभिधेयस्तृतीयार्थ इत्यर्थः, तृतीयार्थश्च तत्र साहित्यम्, पीलुमूलेनैकदिक् पीलुमूलतः, एकदिक्स्थपीलुमूलसाहित्यमित्यर्थः । अन्ये तु पीलुमूलेन समानदिशीत्यर्थकमधिकरणशक्तिप्रधानं पीलुमूलत इत्याहुः, इति નામશ:)
અનુવાદ - અહીં કૌંસમાં જે પાઠ આપવામાં આવ્યો છે, એ તૃતીયાથી સંબંધી અર્થને જણાવવા માટે છે. આવા પાઠો ટિપ્પણીમાં આપવામાં આવે તો ગ્રન્થ સંબંધી મૂળ અનુસંધાન યોગ્ય રીતે થઈ શકે. એ “ત” પ્રત્યય દ્વારા કહેવાનો અર્થ એ દ્રવ્યની અપ્રધાનતાવાળો છે અને “પીલુમૂના:” પ્રત્યયાન્ત જે પ્રકૃતિ છે એ પ્રકૃતિનો અર્થ તૃતીયાર્થ છે. અહીં તૃતીયાર્થ તરીકે સાહિત્ય સ્વરૂપ અર્થ આવે છે. આથી “પીલુમૂન:”નો અર્થ પીલુમૂલની સમાને દિશામાં રહેલું થશે. બીજાઓ તૃતીયાર્થના બદલે અધિકરણ-શક્તિની પ્રધાનતા માને છે. બીજાઓ એટલે કૈયટની પ્રદીપ ટીકા ઉપર ઉદ્યોત ટીકા લખનાર નાગેશજી સમજવાં. એમના પ્રમાણે પીલુમૂલની સાથે સમાન દિશામાં રહેલ એવો અર્થ થશે. આથી અધિકરણશક્તિની પ્રધાનતાવાળો પીતુભૂત: પ્રયોગ છે.
(शन्या०) न चैतयोरर्थयोलिङ्ग-संख्यायोगोऽस्ति, तदभावे विभक्त्यभावादितरेतराश्रयाभावः । स्यात् एतदेवं यद्यव्ययानां द्वैविध्यमेव स्यात्, तथाहि-'किञ्चिदव्ययं क्रियाप्रधानम्, किञ्चित् साधनप्रधानम् । अन्यत् तु नापि क्रियाप्रधानम्, नापि साधनप्रधानम्, यथा स्वः पश्येति, 'लोहितगङ्गं देशः' इत्यव्ययीभावस्याप्यव्ययत्वं प्रतियन्ति केचन इति । यदाह श्रीशेषाहिः"स्वरादीनां पुनः सत्त्ववचनानां चाव्ययसंज्ञा" इति, तस्माद् यथान्यासमेवास्तु "स्वरादयोવ્યયમ્” રૂતિ |
અનુવાદ:- પૂર્વપક્ષ - કેટલાક અવ્યયો ક્રિયા-પ્રધાન છે. જ્યારે કેટલાક અવ્યયો સાધનપ્રધાન છે. હવે આ ક્રિયા-પ્રધાન તથા સાધન-પ્રધાન એમ બંને અવ્યયોમાં લિંગ અને સંખ્યાનો યોગ હોતો નથી. હવે લિંગ અને સંખ્યાનો યોગ હોય તો જ વિભક્તિ હોય છે, પરંતુ લિંગ અને સંખ્યાનો યોગ ન હોવાથી વિભક્તિનો અભાવ થાય છે અને વિભક્તિનો અભાવ થવાથી રૂતરેતરાશ્રય દોષનો પણ અભાવ થાય છે. આ પ્રમાણે અમે આ બધા જ અવ્યયો સંબંધી રૂતરેતરાશ્રય દિોષનું નિરાકરણ કર્યું. આમ “અતિસંધ્યમવ્યયમ્' સૂત્ર જ યોગ્ય છે જેથી બીજા બધા સૂત્રો પણ બનાવવાની આવશ્યકતા રહેતી નથી.
ઉત્તરપક્ષઃ- હવે આચાર્ય ભગવંતશ્રી મજબૂત પૂર્વપક્ષને નિરુત્તર કરવાનો “ચાત્ તત્ પ્રવ” પંક્તિઓ દ્વારા પુરૂષાર્થ કરે છે. આમ તો તમે કહ્યું છે એ પ્રમાણે જ આ સૂત્ર થાત પરંતુ એવું