________________
૪૨૨
સૂ૦ ૧-૧-૩૦ તો પણ પ્રયોગમાં ભિન્ન ભિન્ન અર્થ પ્રાપ્ત થાય છે. અહીં “વિ” અને “ન” બંને નિષેધના વાચક છે અને “ના” પ્રત્યય એક જ અર્થનો વાચક છે, તો પણ પ્રયોગમાં ભિન્ન ભિન્ન અર્થ બતાવે છે. “મિપિ નાના તિ” આ પ્રયોગમાં “નાના” અવ્યય “અનેક” અર્થનો વાચક છે. આનો અર્થ છે – એક હોવા છતાં પણ અનેકને કરે છે. અર્થાતુ અહીં “નાના” શબ્દ ભિન્નતાનો વાચક છે. ક્યાંક “નાના” શબ્દ રહિતતાનો વાચક પણ છે. “નાના નારી નિષ્પક્ષના નોજયાત્રા” (નારી વિના ગૃહસ્થયાત્રા નિષ્ફળ છે.) આ પ્રયોગમાં “નાના” શબ્દ રહિતતાનો વાચક છે. આમ પ્રત્યય એક જ અર્થમાં હોવા છતાં શબ્દશક્તિના સ્વભાવથી ભિન્ન ભિન્ન ધર્મપણું થાય છે. અહીં સૂત્રકારે તે તે પ્રયોગોને સિદ્ધ કરવા માટે સૂત્રો બનાવ્યા, પરંતુ એ બધા પ્રયોગો તો સ્વભાવથી સિદ્ધ હતા. માટે આ સૂત્ર સંબંધમાં પણ “તિસંધ્યમ્ વ્યયમ્” સૂત્ર ભલે બનાવાયું, પરંતુ એમાં લિંગ અને સંખ્યાનો અભાવ તો સ્વભાવથી સિદ્ધ જ હતો, માટે રૂતરેતરાશ્રય દોષનો અવકાશ નથી. આ
હવે એક જ અર્થમાં વિધાન કરાતાં એવા બે પ્રત્યયોમાં શબ્દશક્તિના સ્વભાવથી જ ભિન્ન ધર્મપણું છે એ સંબંધમાં બીજું ઉદાહરણ બતાવે છે – “રસ્તુત્યવિશિ(૯/૩/૨૧૦) સૂત્રથી“” પ્રત્યય તુલ્યદિશા અર્થમાં થાય છે તથા “તસિ:” (૯/૩/ર૧૧) સૂત્રથી તુલ્યદિશા અર્થમાં “ત” પ્રત્યય થાય છે. બંને પ્રત્યયો એક જ અર્થમાં વિધાન કરાય છે. “પીલુમૂત્તસમાવિ સ્થિતમ્ ન્દ્રિ” અહીં પીલુ-મૂલની સમાન દિશામાં રહેલા અર્થમાં “ગળુ" પ્રત્યય થતાં પીલુમૂન +
[ આ અવસ્થામાં આદિ સ્વરની વૃદ્ધિ થવાથી “પૈતુનૂતન” પ્રયોગની સિદ્ધિ થશે. જે પ્રમાણે બહુવ્રીહિ સમાસમાં અન્યપદની પ્રધાનતા હોય છે, એ જ પ્રમાણે અહીં પણ અન્ય પદાર્થ સ્વરૂપ “ન્દિરમ્” સ્વરૂપ દ્રવ્યની પ્રધાનતા થશે અર્થાત્ પીલુમૂલની સમાન દિશામાં રહેલું એવું મંદિર એ પ્રમાણેનો અર્થ બોધ થશે. . “પીન્નમૂન સદ પતિ' એ અર્થમાં “ત" પ્રત્યય થતાં “પીલુમૂત:” એ પ્રમાણે પ્રયોગની પ્રાપ્તિ થાય છે. જેનો અર્થ એક દિશામાં રહેલું એવું પીલુમૂલનું સહિતપણું થાય છે. હવે પંક્તિ પ્રમાણે અનુવાદ જોઈએ. શબ્દશક્તિના સ્વભાવથી એક જ અર્થમાં (સમાનદિશામાં રહેલ) (૬/૩/૨૧૦) સૂત્રથી વિધાન કરાતાં “મ' પ્રત્યયનું તથા (૬/૩૨૧૧) સૂત્રથી વિધાન કરાતાં “ત{" પ્રત્યયનું ભિન્નધર્મપણું છે. ત્યાં “પીલુમૂન” પ્રયોગમાં પ્રધાનતાથી દ્રવ્ય કહેવાય છે. કારણ કે આ પ્રયોગથી પીલુમૂલની સમાન દિશામાં રહેલ એવા મંદિર સ્વરૂપ દ્રવ્યનો પ્રધાનતાથી બોધ થાય છે તથા “તુમૂત:” પ્રયોગમાં દ્રવ્ય ગૌણ બની ગયું છે એવા તૃતીયાર્થનો બોધ પ્રાપ્ત થાય છે. અહીં તૃતીયાર્થ જણાતો હોવાથી સાધનની પ્રધાનતા છે.