________________
૭૧૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ અનુવાદ :- ઉત્તરપક્ષ : (મહાભાષ્યકારનો) - આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યના મતે અન્તર્થસંજ્ઞા કૃત્રિમાત્રિમયો. ન્યાયની બાધક બની શકશે નહિ. આ પરિસ્થિતિમાં કૃત્રિમ એવી વંદુ અને મળ સ્વરૂપ સંખ્યા તો લઈ શકાશે પરન્તુ અકૃત્રિમ એવી એક, બે વગેરે સંખ્યાને સંખ્યાસંજ્ઞા તરીકે લઈ શકાશે નહિ. આવું જો તમે કહેતા હો તો કહેવું નહિ. આના કારણ તરીકે ન્યાસમાં યત: સંજ્ઞાપક્ષે પંક્તિઓ લખી છે. મહાભાષ્યકાર કહે છે કે સંધ્યા એ પ્રમાણે પ્રથમ સૂત્ર સંખ્યા સંજ્ઞા માટે થશે. હવે માત્ર સંસ્થા એ પ્રમાણે સૂત્ર બનાવવાથી આવા સંજ્ઞાવાળાની આકાંક્ષા થશે. અહીં લઘુ સંજ્ઞાને બદલે મોટી સંજ્ઞા કરી છે. મોટી સંજ્ઞા કરી હોવાથી અમને યૌગિક અર્થ ઈષ્ટ છે. આથી ગણતરી કરી શકાય એવો ધર્મ જેના જેનામાં રહે છે તેવા એક, બે વગેરે તથા બહુ વગેરેની તરત જ સંખ્યાસંજ્ઞા સિદ્ધ થઈ જશે. તેઓ નિયત સંખ્યાના વાચક હોય અથવા તો અનિયત સંખ્યાના વાચક હોય તે બધાની તરત જ સંખ્યા સંજ્ઞા સિદ્ધ થઈ જ જશે. આથી એક, બે વગેરે લોકપ્રસિદ્ધ શબ્દો તથા વહુ વગેરેમાં સંખ્યા સંજ્ઞા સિદ્ધ થઈ જ જશે. આમ છતાં પણ વદુ અને લાગ શબ્દની સંખ્યાસંજ્ઞા કરવા માટે જુદું સૂત્ર બનાવવામાં આવ્યું છે તથા પૂર્વના સૂત્રમાંથી સંખ્યા પદની અનુવૃત્તિ આવી છે. હવે આ સૂત્ર જુદું ન બનાવ્યું હોત અને પહેલાં સૂત્રમાં જ “વહુ” અને “” શબ્દનો ઉમેરો કરી દીધો હોત તો પણ “વહુ અને “ળ” શબ્દની સંખ્યા સંજ્ઞા થઈ જ જાત; છતાં પણ બીજા સૂત્ર દ્વારા તેઓની “મા ” સંજ્ઞા કરવામાં આવી તે આ પ્રમાણે અનુમાન કરાવે છે : અન્ય અર્થનું વાચક હોતે છતે વહુ અર્થના વાચકપણાં સંબંધી જો સંખ્યાકાર્ય થશે, તો “વહુ” અને “પણ” સંબંધી જ થશે, પરંતુ બીજા શબ્દો સંબંધી નહીં. તેથી વિશાલ વગેરે અન્ય અર્થના વાચક એવા “મૂરિ" વગેરે શબ્દોની સંખ્યા સંજ્ઞા થશે નહીં.
અથવા તો “વહુ' વગેરે શબ્દો અનિયત સંખ્યાના વાચક છે. તેથી અનિયત સંખ્યાના વાચક એવા શબ્દોની જો સંખ્યા સંજ્ઞા થશે, તો “વહુ” અને “ળ” શબ્દોની જ થશે. પરંતુ અનિયત સંખ્યાના વાચક એવા “મૂરિ" વગેરે શબ્દોની સંખ્યા સંજ્ઞા થશે નહીં. કદાચ તમે એમ કહેશો કે અનિયત સંખ્યાના વાચક એવા “વહુ” અને “ના” શબ્દની જ સંખ્યા સંજ્ઞા થશે તો અનિયત સંખ્યાના વાચક એવા “શત” શબ્દની સંખ્યા સંજ્ઞા થઈ શકશે નહીં. એના અનુસંધાનમાં અમે કહીએ છીએ કે, અનિયત સંખ્યાના વાચક એવા “શત” શબ્દની સંખ્યાસંજ્ઞા નહીં થાય, એ અમને ઇષ્ટ જ છે. (“શત” શબ્દ નિયત એવી સો સંખ્યાનો વાચક છે તેમજ સેંકડો વગેરે અનિયત એવી મોટી સંખ્યાનો વાચક પણ છે.) અનંત શબ્દની જેમ જ “શત” શબ્દમાં “સંખ્યા”સંજ્ઞા ન થવાથી સંખ્યા સંબંધી કાર્યનો અભાવ અમને ઈષ્ટ જ છે.. (शन्यासानु० ) परे तु-परस्परसाहचर्यात् सङ्ख्याव्यापकार्थवाचिनोरेव बहुगणयोर्ग्रहणम्, न