________________
૬૪૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ કરીને શબ્દમહાર્ણવન્યાસની પૂર્તિ કરી છે. આમ, જોવા જઈએ તો કુલ ૭ અધ્યાયના ૨૮ પાદો છે. જેમાં ૮ પાદો સંબંધી ન્યાય મળે છે. જ્યારે બાકીના ૨૦ પાદ સંબંધી ન્યાસ મળતો નથી. અર્થાત્ બાકીના ૨૦ પાદોમાં આચાર્ય શ્રી હેમચન્દ્રાચાર્યનું લખાણ સંપૂર્ણતયા વિચ્છેદ પામ્યું છે. પહેલા અધ્યાયના પહેલા પાદમાં છેલ્લા ચાર સૂત્રો સંબંધમાં ન્યાય મળતો નથી. જેની પૂર્તિ શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મ.સા. કરી છે. તે તે પાદોમાં અમે અનુસંધાન જણાવતા રહીશું.
-ઃ શબ્દમહાર્ણવન્યાસ અનુસંધાન :डत्यत्वित्यादि । डत्यतु इति-डतिश्च अतुश्चेत्यनयोः समाहार इति द्वन्द्वे डत्यतु, यद्वा-डति अतु इति व्यस्तमेव, सौत्रत्वादुत्पन्नाया विभक्तेलुंकि सन्धौ च डत्यतु । इमौ प्रत्ययौ, प्रत्ययस्य च प्रकृतिमाश्रित्यैवात्मलाभात् प्रकृत्यविनाभावित्वम्, तथा च प्रकृत्यविनाभाविना प्रत्ययेन પ્રતિરક્ષAતે, તતશ “પ્રત્યયઃ પ્રકૃત્યારે.” [૭.૪.૨૧.] તિ તદ્રુમ્નવિધી “અધાતુ.” [..ર૭.] તિ નામસ્વીવાદ-તિપ્રથાન્તમryત્યાનં ર નાખેતિ |
- શબ્દમહાર્ણવન્યાસ અનુસંધાનનો અનુવાદ - તુતિઃ ૨ અતુ: ૨ આ બેનો સમાહારદ્વન્દ સમાસ થતા “આંતુ” સામાસિક શબ્દ થાય છે જે આ સૂત્રનાં સામર્થ્યથી સમજવો, વળી તે નપુસંકલિંગ એકવચનમાં છે.
એમ ને એમ છૂટા પ્રત્યયોની પણ અવ્યયસંજ્ઞા થવા દ્વારા પ્રાપ્તિ થઈ જતી હોય અર્થાતુ સમાસ કર્યા વગર પણ ભિન્ન પ્રત્યયોનો બોધ થઈ શકતો હોય તો સમાસનું ગૌરવ કરવાની આવશ્યકતા નથી. ચાસમાં લખ્યું છે કે, “તિ” અને “તું” એ પ્રમાણે પૃથક પૃથફ નિર્દેશ કરાયો છે તથા સૂત્રના સામર્થ્યથી જ ઉત્પન્ન થયેલી એવી વિભક્તિનો લોપ થયો છે અને સંધિ થવા દ્વારા “ ત્યતુ” પદની પ્રાપ્તિ થઈ શકી છે.
આ બંને પ્રત્યયો છે. તથા પ્રત્યયો હંમેશા પ્રકૃતિનો આશ્રય કરીને જ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે એવો સિદ્ધાંત હોવાથી પ્રત્યયોનું પ્રકૃતિ સાથે અવિનાભાવીપણું છે. અર્થાત્ પ્રત્યયો પ્રકૃતિ વિના ક્યારેય હોતા નથી. આ સિદ્ધાંતના કારણે પ્રત્યયવડે પ્રકૃતિને અવશ્ય પ્રાપ્ત કરાય છે. તેથી “પ્રત્યયઃ પ્રત્યાઃ ” (૭/૪/૧૧૫) પરિભાષા સૂત્રથી પ્રત્યય પ્રકૃતિ વગેરેનું વિશેષણ થાય છે તથા “વિશેષણમ્ અન્તઃ” (૭/૪/૧૧૩) પરિભાષા સૂત્રથી પ્રત્યયસ્વરૂપ વિશેષણ પ્રકૃતિને અત્તે જ આવશે. આ પ્રમાણે પ્રકૃતિ + પ્રત્યય આવી અવસ્થા પ્રાપ્ત થશે અને આ પ્રકૃતિ + પ્રત્યય અર્થવાનું હોવાથી “અધાતુ..” (૧/૧/૨૭) સૂત્રથી નામસંજ્ઞા થશે. આ પ્રમાણે અંતિમ અર્થ આવો પ્રાપ્ત થશે : “ તિ" પ્રત્યયાન્તવાળું અને “મા” પ્રત્યયાત્તવાળું નામ સંખ્યા જેવું થશે.