________________
૫૧૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ હતો ત્યારે કવિએ એવું લખ્યું કે, ગાયના મોટા મોટા સ્તનોનો આગળનો ભાગ વરસી ગયો. અર્થાત્ ગાયના મોટા સ્તનોમાંથી દૂધ ઝર્યું.)
(૨૫) પ્રાદુર્ભાવ :- ઉત્પન્ન થવા અર્થમાં મા અવ્યય આવે છે. દા.ત. બાપુનત્ત્વી સ્ત્રી (ઉત્પન્ન થયો છે જીવ જેને એવી સ્ત્રી અર્થાત્ ગર્ભવતી સ્ત્રી.)
(૨૬) સમવાય :- મેળાપ અર્થમાં અથવા તો મળવું અર્થમાં “મા” અવ્યય આવે છે. દા.ત. માવા | આમ તો “માસેવા” એટલે આચરણ થાય છે. જ્યારે જ્ઞાન પ્રમાણે ક્રિયા થાય ત્યારે જ્ઞાન અને ક્રિયા એકમેક થઈ જાય છે, તેને માસેવા કહેવાય છે, અર્થાત્ જ્ઞાન પ્રમાણેનું આચરણ. તથા મક્તમ્ કોઈ જીવ પરિસ્થિતિથી આવિષ્ટ થઈ જાય ત્યારે મારુતમ્ શબ્દપ્રયોગ થાય છે. અર્થાત્ ઘટનાઓ સાથે (અશુભ) ઓતપ્રોત થઈ જાય છે ત્યારે “મા ” શબ્દપ્રયોગ થાય છે.
(૨૭) સ્મરણ :- યાદ કરવા અર્થમાં “મા” અવ્યય આવે છે. દા.ત. મામવતુ વિજ્ઞાનમ્ અહીં સ્મરણ અર્થમાં જે પ્રયોગ આપ્યો છે, તેમાં કંઈક સુધારાને અવકાશ છે. સાચો પ્રયોગ આ પ્રમાણે હોવો જોઈએ. મા ભવતુ વિજ્ઞાતમ્ (ઓહ ! જ્ઞાન થયું અર્થાત્ યાદ આવ્યું.)
(૨૮) વિસ્મય :- વિસ્મય અર્થમાં “મા” અવ્યય આવે છે. દા.ત. માર્યમ્ (વિસ્મય અર્થ થાય છે.)
(૨૯) પ્રતિષ્ઠા :- આધાર અર્થમાં મા અવ્યય આવે છે. દા.ત. માણ્ય (આધાર). પાણિની વ્યાકરણમાં “સાતમું પ્રતિષ્ઠાયામ્” (૬/૧/૧૪૬) સૂત્ર આવે છે. જ્યારે સિદ્ધહેમ વ્યાકરણમાં “વર્વવિગુ અવરાય.” (૩૨/૪૮) સૂત્રમાં માપવમ્ પ્રતિષ્ઠાયામ્' પ્રયોગ આપેલ છે.
(૩૦) નિર્દેશ :- સંકેત કરવા અર્થમાં મા અવ્યય આવે છે. દા.ત. માવિષ્ટમ્ (તે સંકેત કરે છે અથવા તો નિર્દેશ કરે છે.)
(૩૧) શક્તિ - તાકાત અર્થમાં “મા” અવ્યય આવે છે. દા.ત. બાયર્ષતિ (તે ધમકાવે છે.) જ્યારે વ્યક્તિ કોઈકને ધમકાવતી હોય છે ત્યારે પોતાની શક્તિ વધારે છે, એવું માનીને જ ધમકાવતો હોય છે. પોતાના કરતાં વધારે બળવાળો હોય તો તો ધમકાવી શકાતાં નથી. પોતાની પાસે વધારે શક્તિ હોય તો જ અન્યને ધમકાવી શકાય છે. આ અર્થ સંબંધમાં રામાયણમાં એક પ્રસંગ આવે છે, જે સંબંધમાં સંસ્કૃતમાં વાક્ય નીચે પ્રમાણે છે :
"यद् कर्तव्यम् मनुष्येण, घर्षणाम् परिमार्जता । तद् कृतम् सकलम् सीते ! मयेदम् मानकांक्षिणा ॥१॥" અર્થ :- જે મનુષ્યવડે કરવા યોગ્ય છે. તે ધમકાવનારને સુધારતા એવા અભિમાનની