________________
૫૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
ઉપર અભેદ કરવા માટે જે આઠેય ઉદાહરણો બતાવ્યા તે દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાથી બતાવ્યા છે. હવે પર્યાયાર્થિકનયની પ્રધાનતાથી અભેદ બતાવે છે
-
પર્યાયો બધાં સ્વતંત્ર જ હોય છે. આથી પ્રધાનતાથી તો કાલ વગેરેથી ભેદ જ હોય છે. જે કાલમાં દુર્જન હોય છે તે જ કાલમાં સજ્જન પણ હોય છે, પરંતુ કાલથી સજ્જનતા અને દુર્જનતાનો અભેદ ન કરી શકાય. કારણ કે બંને ભિન્ન અવસ્થાઓ છે. એક વ્યક્તિમાં એક જ સમયે સજ્જનતા અને દુર્જનતા રહી શકતી નથી. આથી અભેદનો ઉપચાર કરવામાં આવે છે. આ પ્રમાણે ઉપચારથી અહીં અભેદ થશે. જગતનાં લોકો રેલવેમાં બેઠા હોય ત્યારે બોલતાં હોય છે કે સુરત ગયું, વડોદરા ગયું; ખરેખર તો ટ્રેન જતી હોય છે. પરંતુ ઉપચારથી ટ્રેનની ગતિનો તે તે નગરોમાં અભેદ કરવામાં આવે છે. આમ, વ્યવહારમાં પણ ઉપચરિત પ્રયોગો જોવા મળતા હોય છે; તે પ્રમાણે અહીં પણ ઉપચારથી અભેદ કરી શકાય છે. વસ્તુ શબ્દથી સકલ ધર્મવિશિષ્ટ વસ્તુનું કથન ધર્મ અને ધર્મીના અભેદના ઉપચારથી થતું હોવાથી સકલાદેશનો પ્રયોગ વિરોધવાળો થતો નથી. આ પ્રમાણે, વસ્તુમાં અનેક ધર્મવાળાપણું અભેદથી અથવા તો અભેદના ઉપચારથી સિદ્ધ થઈ શકતું હોય તો વસ્તુ અનેકાંત સ્વરૂપ છે એવું કહેવામાં કોઈ આપત્તિ નથી.
અગાઉ તમે કહ્યું હતું કે, વસ્તુમાં કદાચ અનેકાંતસ્વરૂપપણું હોઈ પણ શકે, છતાં પણ એ અનેકાંત સ્વરૂપપણાંને પ્રતિપાદન કરી શકીએ તેવાં શબ્દનો સંભવ નથી; તો અમે કહીએ છીએ કે સ્યાદ્ વસ્તુ ષ વગેરે શબ્દ અનેકાંત સ્વરૂપ તત્ત્વનું પ્રતિપાદન કરે છે. આથી અનંત સ્વરૂપવાળી એવી વસ્તુનો પણ વાચક શબ્દ અસંભવ નથી. સકલાદેશવાક્યથી એ પ્રમાણે કહી શકાય છે.
હવે જીવાદિ તત્ત્વો અનંત ધર્મો સ્વરૂપ છે. આથી પ્રશ્ન ઉપસ્થિત થાય કે અનંતા પર્યાયો કે અનંતા ધર્મો એ બધાનું પ્રતિપાદન કેવી રીતે થઈ શકે ?
(श०न्या० ) तच्च सप्तधा यथा १ स्यादस्त्येव, २ स्यान्नास्त्येव, ३ स्यादवक्तव्यमेव, ४ स्यादस्ति नास्त्येव, ५ स्यादस्त्यवक्तव्यमेव, ६ स्यान्नास्त्यवक्तव्यमेव, ७ स्यादस्तिनास्त्यवक्तव्यमेवेति निरवशेषे जीवादितत्त्वार्थपर्याये भवति, “प्रतिपर्यायं सप्तभङ्गी" इति वचनात् ।
અનુવાદ ઃ- કોઈપણ વસ્તુનાં એક એક ધર્મોનું નિરૂપણ કરવામાં આવે છે ત્યારે સાત ભંગથી નિરૂપણ કરાય છે. આ પ્રમાણે, એક એક પર્યાયનું જ્યારે સપ્તભંગીથી નિરૂપણ કરવામાં આવે છે ત્યારે બાકીનાં ધર્મો પણ તેમાં ઉપચારથી અભેદ કરવામાં આવે છે. સપ્તભંગી પર્યાયોને આધારે
१. अयं पाठः पुस्तकेषु नास्ति, अर्थमनुसंधाय प्रक्षिप्तः ।