________________
૫૫
૦ ૧-૧-૨
અભેદ થઈ શકે છે. જે પ્રમાણે વસ્તુત્વનું પોતાનું સ્વરૂપ છે એ જ પ્રમાણે સકલ વસ્તુવિશેષોનું પણ પોતાનું સ્વરૂપ છે. આથી વસ્તુત્વ અને સકલ વસ્તુવિશેષોનો આત્મસ્વરૂપથી અભેદ થાય છે.
વસ્તુનો વસ્તુત્વની સાથે સંસર્ગ છે એવો સંસર્ગ સકલ વસ્તુવિશેષો સાથે પણ છે. વસ્તુનું વસ્તુત્વ વિશેષ સહિત કાર્યમાં વ્યાપારિત થાય છે. અર્થાત્ વસ્તુ વ્યાપાર કરે છે તો પોતાના વિશેષોને સાથે રાખીને જ વ્યાપાર કરે છે. જેમ એક યોદ્ધો લડાઈ કરે છે, તો પોતાનાં દરેક વિશેષોને (ઊંચાઈ, જાડાઈ, ચોક્કસ પ્રકારનાં કપડાંવાળો વગેરે) સાથે રાખીને જ લડાઈ કરે છે. સમ્યક્ સૃષ્ટિનો અર્થ યોગ્ય કાર્ય કરવું થાય છે. આ પ્રમાણે સંસર્ગથી પણ અભેદ થાય છે.
કોઈ પણ વસ્તુને ગુણાત્મક કહેવી હોય તો જૈનો નામને ત્વ લગાડે છે. આથી નામને ત્વ લાગતાં તે ગુણાત્મક સ્વરૂપ બને છે. નૈયાયિકો પ્રમાણે કોઈપણ શબ્દને ત્વ લગાડવામાં આવે ત્યારે જાતિવાચક શબ્દ બને છે. દા.ત. ષટ શબ્દને ત્વ લગાડવામાં આવે તો ધૃત્વ શબ્દ થાય છે, ક્યારેક ત્વ અન્તવાળું નામ તેમનાં મતે ગુણવાચક પણ હોય છે. દા.ત. પૃથક્ક્સ. તેમનાં જ મતે કોઈ જગ્યાએ ત્વ અન્તવાળું નામ સામાન્ય ધર્મ સ્વરૂપે પણ હોય છે. દા.ત. આકાશત્વ. જૈનો પ્રમાણે તો ત્વ અન્તવાળા તમામ શબ્દો ગુણવાચક જ હોય છે. ગુણ જેમાં રહેતો હોય તે ગુણો કહેવાય છે, જેને ગુણિદેશ પણ કહેવાય છે. ગુણિદેશ સ્વરૂપે વસ્તુ પોતે જ વિદ્યમાન છે. વસ્તુત્વ સ્વરૂપ ગુણને રહેવાનો જે ગુણિદેશ છે.તે જ વસ્તુવિશેષને પણ રહેવાનો ગુણિદેશ છે. આ પ્રમાણે અહીં ગુણિદેશ પ્રયુક્ત અભેદ છે.
હવે અર્થ શબ્દનો અર્થ અધિકરણ કરવો. વસ્તુત્વ સ્વરૂપ ધર્મનું અધિકરણ વસ્તુ સ્વરૂપ પોતે જછે. એ જ પ્રમાણે સકલ વસ્તુવિશેષના અધિકરણ સ્વરૂપ પણ વસ્તુ પોતે જ છે. આ પ્રમાણે અર્થથી બધી જ વસ્તુઓ અભેદ સ્વરૂપ થાય છે.
હવે સંબંધથી અભેદ બતાવે છે - વસ્તુમાં વસ્તુત્વનો જે સમવાયસંબંધ અથવા અવિષ્વગ સ્વરૂપ સંબંધ છે, તે જ સંબંધ વસ્તુમાં રહેલા બધાં ધર્મનો પણ છે. આ પ્રમાણે સંબંધથી અભેદ થાય છે. હવે ઉપકારથી અભેદ બતાવે છે વસ્તુત્વ, વસ્તુમાં રહીને વસ્તુરૂપે નિર્દેશ કરાવવાની અર્થક્રિયા કરે છે અર્થાત્ વસ્તુત્વધર્મ એ વસ્તુરૂપે વ્યવહાર કરાવે છે. એ જ રીતે બાકીના ધર્મો પણ પોતપોતાની વિશેષતા બતાવવા સ્વરૂપ અર્થક્રિયા કરે છે અને એવી અર્થક્રિયા કરવા દ્વારા તે તે ધર્મ રૂપે વ્યવહાર કરાવે છે.
જે પ્રમાણે વસ્તુ શબ્દ વસ્તુત્વનું પ્રતિપાદન કરે છે, એ જ પ્રમાણે બાકીના સકલ ધર્મોનું એ જ.વસ્તુ શબ્દ પ્રતિપાદન કરે છે. જો બાકીનાં ધર્મોનું પ્રતિપાદન વસ્તુ શબ્દ ન કરે તો વસ્તુનું વસ્તુત્વ જ રહેતું નથી. આ પ્રમાણે શબ્દથી પણ અભેદ થાય છે.