________________
પર
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ (પોતાના જ પ્રદેશો સ્વરૂપ ક્ષેત્રમાં) અસ્તિત્વધર્મ રહ્યો છે એ જ ક્ષેત્રમાં નાસ્તિત્વ વગેરે ધર્મો પણ રહ્યા છે.
કોઈપણ શબ્દનો કોઈકને કોઈક વાચ્યાર્થ વિદ્યમાન હોય છે. આથી જે શબ્દનો જે અર્થ હોય તે અનંતા ધર્મોનો પિંડીભૂત થયેલો પદાર્થ જ હોય છે. દા.ત. “પરો અસ્તિ' અહીં વટ પદનો વાચ્યાર્થ પટ પદાર્થ છે એ જ પટ પદાર્થ અનંતા ધર્મોનો પિંડીભૂત અર્થ છે. આથી અર્થથી અનંતા ધર્મો પિંડીભૂત જ હોય છે.
જીવાદિ પદાર્થોમાં અસ્તિત્વધર્મનો જે કથંચિત્ તાદાભ્ય સંબંધ છે તે જ સંબંધ બાકીના અનંતા ધર્મોનો પણ છે. આથી જીવાદિ પદાર્થમાં અવિષ્યગુભાવ સંબંધથી અનંતા ધર્મો રહ્યા છે. આ પ્રમાણે સંબંધથી અનંતા ધર્મોની ભેદવૃત્તિ થાય છે. સંબંધમાં અભેદની પ્રધાનતા છે અને ભેદનું ગૌણપણું છે, જ્યારે સંસર્ગમાં ભેદની પ્રધાનતા અને અભેદનું ગૌણપણું છે.
ઉપકાર એટલે કાર્ય. દા.ત. ઘટ પદાર્થનું કાર્ય જલધારણ ક્રિયા સ્વરૂપ છે. જલાધારણ એ ઘટનો સ્વભાવ છે. જ્યારે જલધારણની ક્રિયા કરવી એ ઘટ પદાર્થનો ઉપકાર છે. ઘટ પદાર્થ પોતાના અનંતા ધર્મો સહિત જ જલાધારણ ક્રિયા સ્વરૂપ ઉપકાર કરે છે. આ પ્રમાણે ઉપકારથી પણ સમસ્ત ધર્મો પિંડીભૂત થાય છે.
કોઈપણ પદાર્થનો વાચક કોઈકને કોઈક શબ્દ તો હોય જ છે. તે તે વિધિનો વાચક એવો શબ્દ મળે જ છે, ભલે ચરમવિશેષવાચક શબ્દ ન મળે, પરંતુ ચરમસામાન્યવાચક શબ્દ તો મળે જ છે. હવે આ ચરમસામાન્યવાચક શબ્દ અનંતા ધર્મોના પિંડને જણાવે છે, નહીં કે કોઈ એક જ ધર્મથી યુક્ત પદાર્થને. આ પ્રમાણે શબ્દથી પણ અનંતા ધર્મોનો પિંડીભૂત એવો જ અર્થ જણાય છે.
નય વસ્તુનું વિશ્લેષણ કરે છે અર્થાતુ આ વસ્તુ નિત્ય છે, અસ્તિત્વધર્મવાળી છે, ભૂતકાળ સંબંધી છે; જ્યારે પ્રમાણ અનંતા ધર્મો સ્વરૂપ વસ્તુને પિંડીભૂત કરીને જણાવે છે. જે પ્રમાણે કોઈક વ્યક્તિ મોદક શબ્દ બોલે તો આ મોદક શબ્દથી લાડવાનું સ્વરૂપ, મીઠાશ, આકાર, આ લાડવો કોઈક લોટનો છે, તથા મેથીવાળો છે, બદામવાળો છે. આ પ્રમાણે મોદક શબ્દ એકસાથે પિંડીભૂત એવા બધા જ ધર્મોને રજૂ કરે છે. એક લાડવા શબ્દ કેટલા બધા ધર્મોનો અભેદપિંડ વ્યક્તિ સામે રજૂ કરી દીધો. આ જ લાડવાનો ઉપકાર પણ વિદ્યમાન જ હોય છે. જેમ કે લાડવો વાત અને પિત્તપ્રકૃતિનું નિવારણ કરે છે.
આ પ્રમાણે પ્રમાણને આધીન એવો સકલાદેશનો પ્રયોગ હોવાથી આવો પ્રયોગ સકલ સ્વરૂપ તત્ત્વને કહે છે. હવે સતું વગેરે શબ્દો કેવી રીતે સકલ સ્વરૂપ તત્ત્વને જણાવે છે ? તે જણાવાય