________________
૫૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
प्राधान्ये तु परमार्थतः कालादिभिर्भेद एव, धर्म धम्मिणोरभेदोपचारात् तु वस्तुशब्देन सकलधर्मविशिष्टस्य वस्तुनोऽभिधानात् सकलादेशो न विरुध्यते; ततः स्याद्वस्तु चेत्यादिशब्दस्तत्त्वमनेकान्तात्मकं प्रतिपादयतीति नानन्तरूपस्यापि वस्तुनो वाचकासम्भवः, सकलादेशवाक्येन तथा वक्तुं शक्यत्वात् ।
तस्य
અનુવાદ :- ઉત્તરપક્ષ :- આપ્તમીમાંસાનો પાઠ આપીને આપે અમને જે આપત્તિ આપી છે તે બરાબર નથી. નયનું કથન કરવામાં આવે છે ત્યારે જ વસ્તુમાં ધર્મના ભેદથી વિશેષતાઓ હોય છે. દા.ત. મુદ્દો ઘટ: (માટીનો ઘટ) વિશાલ: ઘટ: (મોટો ઘટ) રક્ત: ઘટ: (લાલ ઘટ). હવે એક જ ઘટમાં બધા ધર્મો એકસાથે હોય છે તો પણ એ બધા ધર્મોનું એકસાથે કથન નયાદેશમાં થઈ શકતું નથી. કારણ કે નયના કથનમાં વસ્તુઓનું ખંડ પ્રતિપાદન થઈ શકે છે. જ્યારે એક ધર્મથી વસ્તુનું કથન કરાય તો તે નયાદેશ છે તથા સમગ્ર વસ્તુને ગ્રહણ કરીને પ્રરૂપણા કરાય તો તે પ્રમાણાદેશ છે. આ પ્રમાણાદેશને સકલાદેશ સ્વરૂપ પણ કહેવામાં આવે છે અને આ પ્રમાણાદેશથી અથવા તો સકલાદેશથી અનંતધર્માત્મકત્વ ધર્મનું પિંડીભૂત ધર્મ સ્વરૂપે પ્રતિપાદન થઈ શકે છે.
નય, જૈનદર્શન પ્રમાણે જ્ઞાન સ્વરૂપ છે અથવા તો પ્રતિપાદનના અભિપ્રાય સ્વરૂપ છે અથવા તો વસ્તુના પ્રતિપાદન સ્વરૂપ છે. આ ત્રણ અર્થમાં જ નય શબ્દનો પ્રયોગ જૈનદર્શન માને છે, પરંતુ પ્રમાણના કથનમાં તો કોઈપણ વસ્તુને અનંત ધર્મના પિંડ સ્વરૂપ જ સ્વીકારવામાં આવે છે. પ્રમાણાદેશથી કોઈપણ વસ્તુમાં ધર્મના ભેદથી ભેદ હોતો નથી. એ વસ્તુ તથાદિ-ભાવાર્થ... પંક્તિઓ દ્વારા આચાર્ય ભગવંતશ્રી જણાવે છે. કોઈપણ વસ્તુ ભાવાર્થ અને વ્યવહારવત્પણાંથી બે પ્રકારે હોય છે અને આ બે પ્રકારવાળું એવું જીવાદિ-તત્ત્વ સકલરૂપ જ હોય છે. જો કોઈપણ વસ્તુને સકલરૂપ માનવામાં આવે તો જ તે તત્ત્વ છે. જો વસ્તુને સકલરૂપ માનવામાં ન આવે તો તેવી વસ્તુઓ તત્ત્વના એકદેશ સ્વરૂપ છે.
ભાવાર્થ એ સત્ અને દ્રવ્ય સ્વરૂપ વિધિ છે. જે સત્ છે તથા દ્રવ્ય સ્વરૂપ છે તેમજ એ બંને એકબીજાની સાથે મિલિત (ઓતપ્રોત) છે તે સત્-દ્રવ્ય સ્વરૂપ વિધિ છે. જીવ શું છે ? એવા પ્રશ્નના સંદર્ભમાં જવાબ આપે છે કે જીવ એ સદ્ દ્રવ્ય છે. આથી જીવાદિને ઉદ્દેશીને સત્ અને દ્રવ્યનું વિધાન કરવામાં આવે છે. માટે ભાવાર્થ એ સદ્ દ્રવ્ય સ્વરૂપ વિધિ છે. અહીં ભાવાર્થમાં વસ્તુનું સામાન્યથી કથન ક૨વામાં આવે છે, જ્યારે વ્યવહાર એ તત્ત્વના આધારે થઈ શકતો નથી, પરંતુ પદાર્થમાં રહેલા ગુણના આધારે થઈ શકે છે. આથી જે સત્ સ્વરૂપ નથી તેમજ દ્રવ્ય સ્વરૂપ નથી અર્થાત્ સત્ અને દ્રવ્ય સ્વરૂપ ન હોય તે ક્યાંતો ગુણ સ્વરૂપે હશે અથવા તો પર્યાય સ્વરૂપે હશે અથવા પર્યાય સ્વરૂપે જે હશે તે વ્યવહાર છે. વ્યવહાર ધર્મના આધારે થાય છે જ્યારે