________________
૪૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
અનેકાંતપણું વિવક્ષાથી સંગત થાય છે. આમ, સ્યાદ્વાદના પ્રકાશથી પ્રકાશિત થયેલા બોધવાળા એવા અમારા પ્રત્યે તમારી ટીકા સુંદરતાને વહન કરતી નથી.
(श०न्या० ) एवं सर्ववस्तुष्वनेकान्तात्मकत्वमविरुद्धमिति । नन्वेर्वमनेकधर्माधिकरणत्वमेकस्य वस्तुनो न त्वनेकान्तात्मकत्वमभिहितम्, सत्यपि वा तत्प्रतिपादकशब्दासम्भवः । यदुक्तम्‘ધર્મે ધર્મડન્ય-વાર્થી મિળોઽનન્તધર્મળ:'' (આતમીમાંસા-શ્લો૦ ૨૨) કૃતિ ।
અનુવાદ :- આ પ્રમાણે એક જ વસ્તુમાં અનેક ધર્મો રહેતા હોવાથી અનેક ધર્મવાળાપણું તે તે વસ્તુઓમાં હોઈ શકે છે. આમ, બધી જ વસ્તુઓમાં અનેકાંતપણું અવિરુદ્ધ છે, એવું સિદ્ધ થાય છે.
પૂર્વપક્ષ :- આ પ્રમાણે સ્યાદ્વાદ દ્વારા ભલે બધી વસ્તુઓમાં અનેક ધર્મો સિદ્ધ થાય; પરંતુ એક વસ્તુ અનેક ધર્મોનું અધિકરણ થવા માત્રથી તે વસ્તુમાં અનેકાંતાત્મકત્વ સ્વરૂપ ધર્મ કહી શકાતો નથી. વસ્તુમાં અનંત ધર્મવાળાપણું તો બધા જ દર્શનો માને છે, પરંતુ તે તે વસ્તુમાં અનેકાંતાત્મકત્વ ધર્મ કેવી રીતે સિદ્ધ થશે ? આ ધર્મ તે તે વસ્તુઓમાં સિદ્ધ ન થાય ત્યાં સુધી તે તે વસ્તુઓ અનંત ધર્મવાળી છે એવું સિદ્ધ થઈ શકશે નહીં. કોઈ કહે, ‘મધુર: આમ્ર:’ અહીં કેરીમાં મધુ૨૨સ સ્વરૂપ ધર્મ ન હોય તો મધુર: આમ્રઃ એ પ્રમાણે બોલી શકાતું નથી. આ પ્રમાણે અહીં પણ તે તે વસ્તુઓમાં અનેકાંતાત્મકત્વ સ્વરૂપ ધર્મ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી તે તે વસ્તુઓ અનેકાંતાત્મકત્વ ધર્મ સ્વરૂપ છે એવું કહી શકાશે નહીં. વળી, કદાચ અનેકાંતાત્મકત્વ સ્વરૂપ ધર્મ વસ્તુમાં હોઈ પણ શકે પરંતુ એ ધર્મનું પ્રતિપાદન કરનાર કોઈ શબ્દ વિદ્યમાન જણાતો નથી. જે પ્રમાણે ‘રત: ઘટ:' બોલીએ છીએ ત્યારે ઘટમાં રક્ત ગુણનું પ્રતિપાદન કરનાર જે પ્રમાણે રક્ત શબ્દ છે. એ જ પ્રમાણે જો ઘટઃ અનેકાંતાત્મકત્વ ધર્મ સ્વરૂપ હોય તો એવા ધર્મને પ્રતિપાદન કરનાર શબ્દ કયો ?
આપ્તમીમાંસા ગ્રન્થમાં સમન્તભદ્રસ્વામી જણાવે છે કે, અનંત ધર્મવાળા ધર્મીઓ દરેક ધર્મ પ્રમાણે ભિન્ન ભિન્ન ધર્મીઓ સ્વરૂપે જ હોય છે અર્થાત્ દરેક ધર્મ પ્રમાણે અન્ય અન્ય અર્થ જ વિદ્યમાન હોય છે. આથી અનેક ધર્મનું સમુદિત કથન કરનાર એવો કયો ધર્મ છે કે જે એ વસ્તુને અનંતધર્માત્મકત્વ સ્વરૂપ કહી શકે ? જો શ્વેતમ્ વસ્ત્રમ્ બોલશો તો શ્વેત રંગવાળા વસ્ત્રનું પ્રતિપાદન થયું, એ જ પ્રમાણે સુધિ વસ્ત્રમ્ બોલશો તો સુગંધિ વસ્ત્રનું જ પ્રતિપાદન થયું, એ જ પ્રમાણે અહીં એવો કયો શબ્દ તમે બોલશો જેથી અનેકાંતાત્મકત્વ ધર્મવાળી વસ્તુનું પ્રતિપાદન થશે ?
છુ. ‘૦મનેાને’મૈં ।