________________
સૂ૦ ૧-૧-૨
ઉત્તરપક્ષ:- આચાર્ય ભગવંત આ દોષોના પરિહાર કરતાં કહે છે કે, અમારા સ્યાદ્વાદમાં આ બે દોષો ઊભા થતાં નથી. વિવફા વિશેષથી (“ગપ્પા”નો અર્થ વિવક્ષા કર્યો છે) આ બંને દોષો આવતા નથી. આના સંબંધમાં સ્યાદ્વાદને નિર્દોષ રીતે સિદ્ધ કરવા માટે આચાર્ય ભગવંત અગ્નિનું ઉદાહરણ આપે છે.
એક વ્યક્તિ દાહજવરથી પીડિત છે તથા બીજી વ્યક્તિ શીતજવરથી (ટાઢિયો તાવ) પીડિત છે. આ બંનેની મધ્યમાં વૃક્ષના રસવાળા લાકડાથી વધેલી જવાળાવાળો અગ્નિ છે. તે અગ્નિ સામાન્યથી તો ઉષ્ણ સ્વરૂપવાળો જ છે, તો પણ જે જીવ દાહજવરથી પરાભવ પામેલો છે, તેની અપેક્ષાએ દુઃખના કારણભૂત શક્તિવાળો થાય છે. તથા તે જ અગ્નિ શીતજવરથી પરાભવ પામેલ જીવની અપેક્ષાએ સુખના કારણભૂત શક્તિવાળો થાય છે. આમ, એક અગ્નિમાં એક જ સમયે તથા એક જ પ્રદેશમાં દુઃખના કારણભૂત શક્તિ પણ છે તથા સુખના કારણભૂત શક્તિ પણ છે. વળી, બંને પરસ્પર ભિન્ન શક્તિઓનું એક જ અધિકરણ છે. આ પ્રમાણે અગ્નિમાં રહેલી વિરોધી શક્તિઓ પણ પોતાનું કામ બજાવતી હોવાથી અપેક્ષાવિશેષથી વિરોધ નામનો દોષ આવતો નથી. વિરોધી મતવાળાઓએ પણ પ્રદેશ ભેદ વિના એક જ કાળે એક જ અગ્નિમાં આવો અવિરોધ અનુભવ્યો જ છે. આ પ્રમાણે “સાત્ તિ વ ા' પ્રયોગમાં પણ સ્વસ્વરૂપની અપેક્ષાથી અસ્તિત્વ સ્વરૂપ ધર્મો છે તથા પર સ્વરૂપની અપેક્ષાથી નાસ્તિત્વ સ્વરૂપ ધર્મો છે. વળી, કોઈપણ વસ્તુ દ્રવ્યાર્થપણાંનો ત્યાગ ન કરતી હોવાથી નિત્ય જ છે. ભલે પર્યાયો અન્ય અન્ય પ્રકારે થાય તો પણ દ્રવ્ય તો નિત્ય જ રહે છે. દા.ત. સોનામાંથી બંગડી બને, બંગડી ભાંગીને કુંડલ પણ બને, કુંડલ ભાંગીને હાર બને. આ પ્રમાણે બંગડી, કુંડલ, હાર વગેરે ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં પણ સોનાં સ્વરૂપ દ્રવ્ય તો કાયમ જ રહે છે. આથી જ અમે કહીએ છીએ કે દ્રવ્યાર્થપણાંથી વસ્તુ નિત્ય જ છે તથા પર્યાયાર્થપણાંથી વસ્તુ અનિત્ય જ છે. આ પ્રમાણે વિવક્ષાના ભેદથી એક જ વસ્તુમાં વિરોધી ધર્મો પણ રહી શકે છે. માટે વિરોધ નામનો દોષ સ્યાદ્વાદના સિદ્ધાન્તમાં આવતો નથી. તથા જેમ પૃથ્વી, જલ, તેજ અને વાયુમાં ક્રિયાવાનપણાંની અપેક્ષાએ મૂર્તત્વધર્મ રહ્યો છે તેમજ બહિરૂ-ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થવાના હિસાબે ભૂતત્વ ધર્મ રહ્યો છે. આથી જ તે ચાર દ્રવ્યોમાં મૂર્તત્વ અને ભૂતત્વ જાતિ માની શકાતી ન હતી. કારણ કે સંકર નામનો દોષ આવતો હતો, પરંતુ ત્યાં જુદી જુદી અપેક્ષાથી બે ધર્મો તો માની જ શકાતા હતા. એ જ પ્રમાણે અહીં પણ એક જ પદાર્થમાં જુદી જુદી અપેક્ષાથી અવિરોધી એવા બે ધર્મો માની જ શકાય છે. દા.ત. લીંબુનું શરબત પીવામાં આવે તો જેને ખટાશ જોઈએ છે, એને ખટાશ પણ મળી રહે છે, તેમજ જેને મીઠાશ જોઈએ છે એને મીઠાશ પણ મળી રહે છે. આથી અવિરોધી એવા બંને ધર્મો એક જ અધિકરણમાં રહ્યા હોવાથી સંકર નામનો દોષ પણ આવતો નથી. આમ, બધી જ વસ્તુઓમાં