________________
૪૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
કે, જ્યારે સ્વાત્ અસ્તિ વ પ્રયોગ હોય છે ત્યારે અસ્તિત્વધર્મ પ્રધાનપણાંથી હોય છે અને નાસ્તિત્વધર્મ ગૌણપણાંથી હોય છે. આથી જે પ્રવૃત્તિની ઇચ્છાવાળો હશે તેની નિષેધમાં પ્રવૃત્તિ થશે નહીં તથા ‘સ્યાત્ પટો નાસ્તિ વ ।' આવું વાક્ય હશે ત્યારે નિવૃત્તિ અર્થવાળાની વિધિમાં પ્રવૃત્તિ થશે નહીં. કારણ કે આવા વાક્યોમાં નિષેધની પ્રધાનતા છે. આ પ્રમાણે સ્યાદ્વાદમાં વ્યવહારલોપ નામનો દોષ આવતો નથી.
આથી જ આચાર્ય ભગવંત કહે છે સ્યાદ્વાદ એ અનેકાંતવાદ છે. નિત્યાનિત્ય વગેરે (આદિથી અસ્તિત્વ-નાસ્તિત્વ, સામાન્યત્વ-વિશેષત્વ વગેરે ધર્મો સમજવાં) અનેક ધર્મોવાળી વિરુદ્ધ ધર્મોવડે યુગપત્ પરિણતિને પ્રાપ્ત કરનાર એવી એક વસ્તુનો સ્વીકાર આ સ્યાદ્વાદનો નિષ્કર્ષ અર્થ છે.
( श०न्या० ) कथमत्यन्तविरुद्धैर्धम्मैरक्रमभाविभिश्चैककालमेकस्य वस्तुनः प्रदेशाभेदेनैकाधिकरणताशबलत्वं घटते ? न हि यस्यैव यत्कालमस्तित्वं तस्यैव तत्कालं नास्तित्वमुपपद्यते विरोधात्, सति तस्मिन् सङ्करप्रसङ्गाच्चेति । नैष दोषः, अर्पणाभेदादविरोधोऽसङ्करश्चाग्निवत् । तथाहि यथा दाह-शीतज्वराभिभूतशरीरयोर्मध्ये प्रज्वलितः खदिरादिसारेन्धनाभिवर्द्धितशिखोऽग्निरविशेषोष्णरूपोऽपि दाहज्वराभिभूतशरीरापेक्षयोद्भूतदुःखहेतुशक्तिकः शीतज्वराभिभूतशरीरापेक्षया चाविर्भूतसुखहेतु- शक्तिकः स एव भवति । न च तयोः शक्त्योः परस्परविरोधिन्योरपि भिन्नमधिकरणमस्ति, न चैकाधिकरणत्वात् सङ्करप्रसङ्गः, न चानेकदेशवृत्तिः, नापि कालभेदः, किं तर्हि ? एकस्मिन्नेव काले एकस्मिन्नेवाग्नौ प्रदेशभेदमन्तरेणाविरोधो दृष्टो विरुद्धाभिमतयोरपि, एवं वस्त्वपि स्वरूपार्पणादस्त्येव, पररूपाद्यादेशान्नास्त्येव, द्रव्यार्थताऽपरित्यागान्नित्यमेव, पर्यायाणामन्यथाभावेऽपि तस्याविनाशाद् विनाशप्रादुर्भावसमावेशादनित्यमेवेत्यर्प्यमाणा धर्म्मा युगपदेकस्मिन् वस्तुनि न विरोधं समाश्रयन्ते । न च सङ्करमिति नास्मान् स्याद्वादप्रकाशोन्मीलितज्ञानचक्षुषः प्रति तवोपालम्भ: शोभामावहति ।
અનુવાદ :- હવે સ્યાદ્વાદમાં જે વિરોધ અને સંકર નામના દોષો પૂર્વપક્ષે આપ્યા છે, તે દોષોનો આક્ષેપ સહિત પરિહાર કરાય છે.
પૂર્વપક્ષ :- એક જ કાળમાં એક વસ્તુમાં અત્યન્ત વિરોધી ધર્મ અને અક્રમભાવી ધર્મોવડે પ્રદેશ અભેદથી એકાધિકરણપણાં સ્વરૂપ અનેક સ્વરૂપવાળાપણું કેવી રીતે ઘટી શકે ? અર્થાત્ જે સમયે વસ્તુમાં નિત્યતા હોય એ જ સમયે એ જ પ્રદેશમાં અનિત્યતા સ્વરૂપ વિરુદ્ધધર્મ કેવી રીતે ઘટી શકે ? આમ છતાં આ વિરોધી એવા ધર્મોને એક જ અધિકરણમાં રાખશો તો વિરોધ નામનો દોષ આવશે તેમજ સંકર નામનો દોષ પણ આવશે. સંકર દોષની વ્યાખ્યા મુક્તાવલીમાંથી જોઈ લેવી.