________________
૦ ૧-૧-૨
૪૫
प्रधानगुणभावेनैव स्यादितिनिपातोऽनेकान्तवादद्योतकः । अत एव विध्यर्थिनः प्रतिषेधे प्रतिषेधार्थिनश्च विधौ न प्रवृत्तिरिति अत आह- स्याद्वादोऽनेकान्तवादः, नित्यानित्याद्यनेकधर्म्मशबलैकवस्त्वभ्युपगम इति यावत् ।
અનુવાદ :- (ઉત્તરપક્ષ - ચાલુ) : ‘ઉત્પાવ-વિનાશો પર્યંતિ (પ્રાપ્નોતિ) કૃતિ પર્યાય:' જે ઉત્પાદ અને વિનાશને પ્રાપ્ત કરે છે તે પર્યાય કહેવાય છે તથા પર્યાય સ્વરૂપ એવો જે અર્થ છે તે પર્યાયાર્થ કહેવાય છે. આ પર્યાયાર્થને વિષય કરનાર જે નય છે તે પર્યાયાર્થિકનય કહેવાય છે. આ પ્રમાણે આ નય પદાર્થની જુદી જુદી અવસ્થાઓને બતાવે છે. આ નયના કથનથી નાસ્તિત્વ વગેરે ધર્મો મુખ્ય થાય છે અને અસ્તિત્વધર્મ ગૌણ થાય છે. કારણ કે આ નયમાં અસ્તિત્વધર્મની પ્રધાનભાવથી વિવક્ષા થતી નથી.તથા અસ્તિત્વધર્મના અસ્વીકારનો પણ અભાવ છે. જો ત્યાં અસ્તિત્વધર્મનો અસ્વીકાર કરવામાં આવશે તો નાસ્તિત્વ વગેરે ધર્મોની અસંગતિ થઈ જશે. અસ્તિત્વ વગરના નાસ્તિત્વ વગેરે ધર્મો કાચબાની રૂંવાટીની જેમ અસત્ પદાર્થો થઈ જશે. દા.ત. ઘટ પદાર્થ છે તેનો ધ્વંસ થાય છે ત્યારે ઠીકરાં થઈ જાય છે. હવે આ નાસ્તિત્વ પર્યાયોને અસ્તિત્વ વગર જ માનવામાં આવશે તો આ નાસ્તિત્વ પર્યાય કયા દ્રવ્યના સહારે છે ? એ પ્રશ્નનું સમાધાન થઈ શકશે નહીં. માટે આ નાસ્તિત્વ પર્યાય અસત્ બની જવાની આપત્તિ આવશે. આથી નાસ્તિત્વ વગેરે ધર્મો સહિત અપેક્ષિત એવું વસ્તુનું અસ્તિત્વ સ્વીકારાય છે. તથા સ્થાત્ શબ્દવડે આવો જ અર્થ નાસ્તિ પદનો પ્રકાશિત કરાય છે. માટે સ્થાત્ (અવ્યય) નિપાત અનેકાંતવાદનો ઘોતક છે.
ષગ્દર્શન સમુચ્ચય ગ્રન્થમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. જણાવે છે કે, વીર પરમાત્માનાં સિદ્ધાંતરૂપી દાવાનળમાં તમામ કુતર્કરૂપી લાકડાનાં સમુદાયો ભસ્મીભૂત થઈ ગયાં છે, છતાં પણ બીજાઓવડે સંશય, વ્યવહારલોપ, વ્યતિકર, અસ્વસ્થા, વિરોધ, પ્રમાબાધ, અસંભવ, સંકર આદિ દોષો આરોપિત કરાયા છે. આથી આ દોષો તો તારા શાસનનાં સિદ્ધાંતો માટે તૃણ સમાન છે. આ જ આઠ દોષોનું વર્ણન રત્નાકરાવતારિકા સ્યાદ્વાદમંજરી વગેરે ગ્રન્થોથી પણ જાણી શકાય છે.
આચાર્ય ભગવંત આ આઠ દોષમાંથી વ્યવહારલોપનું નિરાકરણ વ્રત: વ... પંક્તિ દ્વારા કરે છે. કેટલાક લોકો સ્યાદ્વાદને દૂષિત કરતા કહે છે - ‘સ્યાત્ ટો અસ્તિ વ્ ।’ આ વાક્યથી જ ઘટમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ એમ બંને ધર્મો સ્વીકારશો તો જે વ્યક્તિને ઘટ જોઈએ છે તે વ્યક્તિ ઘટ ગ્રહણની પ્રવૃત્તિ નહીં કરી શકે. કારણ કે ઘટમાં અસ્તિત્વધર્મની સાથે સમાનપણાંથી જ નાસ્તિત્વધર્મની પણ પ્રતીતિ થાય છે. વળી, જે વ્યક્તિને ઘટ જોઈતો નથી એ વ્યક્તિને ઘટમાં અસ્તિત્વધર્મ પણ હોવાથી ઘટ ગ્રહણમાં પ્રવૃત્તિ થવાની આપત્તિ આવે છે. આથી કોઈપણ વ્યક્તિ માટે પ્રવૃત્તિ નિવૃત્તિ સ્વરૂપ વ્યવહાર શક્ય થઈ શકશે નહીં. આના માટે આચાર્ય ભગવંત કહે