________________
४४
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ લખવામાં આવ્યું છે તે અભેદની વિવક્ષા માટે લખ્યું છે. દ્રવ્યથી વિશિષ્ટ એવો પર્યાયવાચક પદાર્થ અભેદપણે રહેલો છે અને તેમાં દ્રવ્યને મુખ્ય કરવામાં આવે ત્યારે શુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે. આથી શુદ્ધદ્રવ્યાર્થિકનયમાં પ્રધાનભાવથી અસ્તિત્વધર્મ મુખ્ય છે અને બાકીના નાસ્તિત્વ વગેરે ધર્મ ગૌણ છે. આવો મુખ્ય અને ગૌણભાવ શા માટે છે? એના અનુસંધાનમાં આચાર્ય ભગવંત બે હેતુઓ આપે છે : બનાત્ તથા નિરાકરણાત્ |
અહીં નાસ્તિત્વ વગેરે ધર્મો ગૌણભાવથી કહેવાયા છે. તેનું કારણ મનાત્ આત્મક પહેલો હેતુ છે અર્થાત્ નાસ્તિત્વ વગેરે ધર્મો શુદ્ધદ્રવ્યાર્થિકનયમાં પ્રધાનભાવથી વિવક્ષિત કરાયા નથી માટે ગૌણ છે. આથી હવે શંકા થાય કે નાસ્તિત્વ વગેરે ધર્મો છે ત્યાં રહ્યા છે તથા તેઓ ગૌણરૂપે છે, તો તેનો ત્યાં સર્વથા નિષેધ સમજવો અથવા તો બીજું કંઈક સમજવું? એના અનુસંધાનમાં આચાર્ય ભગવંત નિરાકરપાત્ વ એ પ્રમાણે બીજો હેતુ આપે છે. નાસ્તિત્વ વગેરે ગૌણધર્મોના ત્યાં સર્વથા નિષેધનો અભાવ છે. અસ્તિત્વથી વિશિષ્ટ એવું નાસ્તિત્વ જ અમને ઇષ્ટ છે અથવા તો નાસ્તિત્વથી વિશિષ્ટ એવું અસ્તિત્વ જ અમને ઈષ્ટ છે. નાસ્તિત્વ વગેરે ધર્મોના સર્વથા નિષેધનો અભાવ છે એવું માનીને નાસ્તિત્વ વગેરે ધર્મો ત્યાં ગૌણપણે માન્યા છે. જો નાસ્તિત્વ આદિ ધર્મથી નિરપેક્ષ એવા અસ્તિત્વધર્મને સ્વીકારવામાં આવશે તો અસંભવ દોષ આવશે. ગધેડાના શિંગડાની જેમ નાસ્તિત્વથી નિરપેક્ષ એવું અસ્તિત્વ અસત્ પદાર્થ થવાની આપત્તિ આવશે. જો માત્ર અસ્તિત્વધર્મ જ માનવામાં આવે અને નાસ્તિત્વધર્મ ન માનવામાં આવે તો જેમ ઘટમાં અસ્તિત્વ છે તેમ પટમાં પણ અસ્તિત્વ છે. ઘટ અને પટ બંનેમાં એકબીજાના નાસ્તિત્વધર્મને સ્વીકારવામાં ન આવે તો અસ્તિત્વધર્મથી ઘટ અને પટ બંને પદાર્થોનો અભેદ થઈ જશે અને આવો અભેદ સ્વરૂપ પદાર્થ તો જગતુમાં વિદ્યમાન નથી. આથી જ આવું અસ્તિત્વ અસંભવિત છે. વળી કોઈ કહે કે, “પટમ્ શાનય' તો આ વાક્ય ઘટ લાવવાની પ્રેરણા કરે છે પરંતુ પટ લાવવાની પ્રેરણા કરતું નથી એવો અર્થ બંનેને (ઘટ અને પટને) અભેદ સ્વરૂપ પદાર્થ માનવામાં આવે તો થઈ શકશે નહીં. આથી અસ્તિત્વ અને નાસ્તિત્વધર્મથી યુક્ત જ દરેક પદાર્થો છે. ત્યાં ક્યાંક અસ્તિત્વ મુખ્ય બને છે અને નાસ્તિત્વ ગૌણ બને છે તથા ક્યાંક નાસ્તિત્વ મુખ્ય ધર્મ બને છે અને અસ્તિત્વ ગૌણ બને છે. તેનું પ્રકાશન કરનાર એવો થાત્ શબ્દ થાય છે અર્થાત્ અસ્તિત્વનો પ્રધાન-ગૌણભાવથી જે અર્થ છે, તે જ અર્થ થાત્ પદથી જણાય છે. કારણ કે પ્તિ જેવો અર્થ કહે તેવા જ અર્થને ચાતુ પદ પ્રકાશિત કરવા માટે સમર્થ થાય છે.
(शन्या०) पर्यायनयादेशात् तु नास्तित्वाद्येकान्ता मुख्याः, अस्तित्वैकान्तस्तु ‘गुणः प्राधान्येनाविवक्षितत्वाद्, अप्रतिक्षेपाच्च; तत्र अस्तित्वनिराकरणे तु नास्तित्वादिधर्माणामनुपपत्तेः, कूर्मरोमादिवत्; नास्तित्वादिभिरपेक्ष्यमाणं हि वस्तुनोऽस्तित्वं स्याच्छब्देन द्योत्यत इति