________________
४
સૂ૦ ૧-૧-૨ (નિપાતથી) પ્રકાશિત થશે તો તો બધા જ અર્થો યાત્ અવ્યયથી પ્રકાશિત થવાની આપત્તિ આવશે. પ્રતિપૂર્વપક્ષ :- અતિ પદ પછી વાર લખ્યો હોવાથી અસ્તિત્વ સિવાયના તમામ અર્થો પ્તિ પદ દ્વારા જણાતાં નથી તેવો અર્થ સમજાઈ જાય છે. કારણ કે પર્વર એ અસ્તિત્વ સિવાયના અર્થોનો વ્યવચ્છેદ કરે છે. આથી યાત્ પદવડે બધાં જ અર્થો પ્રકાશિત થવાની આપત્તિ આવતી નથી.
(પૂર્વપક્ષ-ચાલુ) તૈયાયિકઃ જો વિવાર અસ્તિત્વ સિવાયના તમામ ધર્મોનો વ્યવચ્છેદ કરતો હોય તો પવાર દ્વારા જ નાસ્તિત્વ વગેરે ધર્મોનો પણ વ્યવચ્છેદ થઈ જ જશે અને આમ થાય તો હવે નાસ્તિત્વ વગેરે ધર્મો રહ્યા જ ન હોવાથી થાત્ પદવડે પ્રકાશિત ન થવાની આપત્તિ આવશે. આથી જ અમે કહીએ છીએ કે યાત્ અવ્યય (નિપાત) અનેકાંતનો દ્યોતક છે એવું માની શકાતું નથી.
(श०न्या०) अत्राभिधीयते-अस्तीत्यादिभिः पदैः प्रधान-गुणभावेनैवास्तित्वनास्तित्वादीनामर्थानामभिधानात्, तथैव स्याच्छब्देन द्योतनाद् दोषाभावः । तथाहि-शुद्धद्रव्यार्थिक- . प्रधानभावादस्तित्वैकान्तो 'मुख्यः, शेषा नास्तित्वाद्येकान्ता गुणाः प्रधानभावेनानपणादनिराकरणाच्च, नास्तित्वादि-निरपेक्षस्य त्वस्तित्वस्यासम्भवात् खरविषाणवत्, स्याच्छब्दस्तु तद्योतनः प्रधानगुणभावेनैव भवेत्, तथैवास्तीति पदेनाभिधानात्, यथाभिहितस्यैव निपातपदेन द्योतयितुं शक्यत्वादिति । . અનુવાદ - ઉત્તરપક્ષ :- (પરમ પૂજ્ય હેમચન્દ્રાચાર્યજીનો) યાત્ સ્ત - ચા નાસ્તિ વગેરે વાક્યોમાં અતિ વગેરે પદોવડે મુખ્ય અને ગૌણભાવથી જ અનુક્રમે અસ્તિત્વ અને નાસ્તિત્વ વગેરે અર્થોનું કથન થાય છે. અર્થાત્ થાત્ શક્તિ પર્વ પ્રયોગમાં સ્તિ પદનો જ પ્રધાનભાવથી અસ્તિત્વ અર્થ અને ગૌણભાવથી નાસ્તિત્વ વગેરે અર્થ થાય છે. તથા ગતિ પદનો આ પ્રમાણેનો અર્થ થયો તે ચાતુ પદ દ્વારા પ્રકાશિત થાય છે. આથી સત્ અવ્યયમાં ઘાતકશક્તિ માનવામાં કોઈ આપત્તિ નથી. પ્તિ પદનો પ્રધાનભાવથી અસ્તિત્વ અર્થ અને ગૌણભાવથી નાસ્તિત્વ વગેરે. અર્થ થાય છે. આવો અર્થ કેવી રીતે થઈ શકે ? એના અનુસંધાનમાં આચાર્ય ભગવંતશ્રી તથહિં. પંક્તિઓ દ્વારા જણાવે છે.
નય બે પ્રકારનાં છે. (૧) શુદ્ધદ્રવ્યાર્થિકનય અને (૨) શુદ્ધપર્યાયાર્થિકન. દ્રવ્યને જ પ્રધાનપણે ગ્રહણ કરનારા નિશ્ચયવિશેષને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે તથા પર્યાયને જ પ્રધાનપણે ગ્રહણ ' કરનારા નિશ્ચયવિશેષને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે. દ્રવ્યાર્થિકનયમાં શુદ્ધ વિશેષણ