________________
૪૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
અર્થ એવો જ થયો કે સ્વાત્ અવ્યયે (નિપાતે) જે અર્થ ન હતો એ અર્થ જણાવ્યો. આથી સ્વાત્ પદમાં નવા અર્થને જણાવવાનું સામર્થ્ય થયું હોવાથી સ્વાત્માં વાચકત્વ માનવું પડશે.
સ્વાત્ અવ્યય પ્રધાનભાવથી પણ અસ્તિ પદના અર્થને જણાવી શકતો નથી. અસ્તિ વગેરે પદો જ પોતાના અસ્તિત્વ વગેરે અર્થો મુખ્યભાવથી જણાવી દે છે. આથી અસ્તિ પદના અર્થને ફરીથી પ્રકાશિત કરવા માટે સ્થાત્ પદ લખવામાં આવે તો તે વ્યર્થ થાય છે. વળી, નાસ્તિત્વ વગેરે અર્થ તો અસ્તિ પદ દ્વારા કહી શકાતા નથી. આથી નાસ્તિત્વ વગેરે અર્થ સ્થાત્ પદ દ્વારા પ્રકાશિત થાય છે એવું પણ કહી શકાશે નહીં. આમ સ્યાત્ પદમાં દ્યોતક શક્તિ માની શકાતી નથી.
(श०न्या० ) स्यान्मतम्- अस्तीतिपदेनास्तित्वं प्रधानकल्पनयाऽभिधीयते, नास्तित्वादयस्तु स्यादिति निपातेन गुणकल्पनया द्योत्यन्त इति प्रधानगुणभावादनेकान्तप्रकाशकः स्याच्छब्दः, एवकारप्रयोगादन्ययोगव्यवच्छेदसिद्धेः । तदप्यसम्यग्, अस्तीतिपदेनानुक्तानां नास्तित्वादिधर्माणां स्याच्छब्देन द्योतने सर्वार्थद्योतनप्रसङ्गात् । सर्वार्थानामेवकारेण व्यवच्छेदान्न तद्द्योतनमित्यपि न वाच्यम्, नास्तित्वादीनामपि तेन व्यवच्छेदादद्योतनप्रसङ्गात्, ततो न द्योतकः स्याच्छब्दोऽनेकान्तस्य મુખ્યતે ।
અનુવાદ :- (પ્રતિપૂર્વપક્ષ) : નૈયાયિકોની સામે કોઈક બીજાઓ જે નિપાતોમાં ઘોતકશક્તિ માને છે તેઓ નૈયાયિકોને જવાબ આપે છે – સ્થાત્ બસ્તિ વ પ્રયોગમાં મસ્તિ પદ દ્વારા અસ્તિત્વ સ્વરૂપ અર્થ પ્રધાનભાવથી જણાય છે. તથા નાસ્તિત્વ વગેરે અર્થ (જે અસ્તિ પદમાં જ રહ્યો છે) સ્યાત્ નિપાતથી ગૌણભાવથી પ્રકાશિત થાય છે. આમ, મુખ્ય અને ગૌણભાવથી અનેકાંતનો પ્રકાશક સ્વાત્ અવ્યય (નિપાત) થાય જ છે. અહીં અસ્તિ પદથી નાસ્તિત્વ વગેરે અર્થો કેવી રીતે આવી શકે ? એવી જિજ્ઞાસાના સંદર્ભમાં ગ્રન્થકાર વારનો અર્થ બતાવે છે. અસ્તિ પદ પછી જે વાર રહ્યો છે તે વિશેષ્ય સાથે રહેલો હોવાથી અસ્તિ પદના અસ્તિત્વ સિવાયના ધર્મોનો વ્યવચ્છેદ કરે છે. આ પ્રમાણે અન્યયોગવ્યવચ્છેદથી અસ્તિ પદનો અર્થ મુખ્યભાવથી અસ્તિત્વ પદાર્થ જ થાય છે અને નાસ્તિત્વ વગેરે અર્થ સ્થાત્ અવ્યયથી (નિપાતથી) ગૌણભાવથી પ્રકાશિત થાય છે.
હવે આ પ્રતિપૂર્વપક્ષને ચાલુ પૂર્વપક્ષ (નૈયાયિક) તવષ્યસમ્ય... પંક્તિ દ્વારા જવાબ આપે છે. (પૂર્વપક્ષ ચાલુ) : (નૈયાયિક) : જો અસ્તિ પદ દ્વારા પ્રધાનભાવથી અસ્તિત્વ સ્વરૂપ અર્થ કહેવાશે તથા અસ્તિ પદ દ્વારા નહીં કહેવાયેલ એવા નાસ્તિત્વ વગેરે અર્થો જો સ્વાત્ અવ્યયથી
१. 'सर्वार्थानामेवकारे[ण] व्यवच्छेदान्न तदुद्द्योतनमित्यपि न वाच्यम्, नास्तित्वाप्रसङ्गात्' इति अ । '