________________
૩૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ જેવા સમજવા છે. આથી અન્યમાં એટલે કે તિ અને સમતુ અંતવાળા શબ્દોમાં નિયત એવી સંખ્યાના તુલ્યપણાનું ભાવન થાય છે માટે હત્યા સંવત્ એ અતિદેશસૂત્ર થશે. ન્યાસસારસમુદ્ધારમાં રચયિતાએ દ્રિતો વા (૮૪૧) સૂત્ર અતિદેશસૂત્ર તરીકે જણાવેલ છે. પરંતુ પ્રાકૃતનો વિભાગ હોવાથી અમે અહીં જણાવેલ નથી. (૬) અધિકાર સૂત્ર: ‘ઉત્તરપ્રઝરવ્યાપી ધાર:' અથવા તો “પુત્રોચાત્રાનુસન્ધાનમ્
ધાર:' ઉત્તરસૂત્રમાં જે ફેલાયેલું હોય (વ્યાપક હોય) તેને અધિકારસૂત્ર કહેવામાં આવે છે અથવા તો એક જગ્યાએ ગ્રહણ કરેલાનો અન્યસૂત્રમાં વ્યાપાર કરવો તેને અધિકારસૂત્ર કહેવાય છે. આ અનુસંધાન (જોડાણ) બે પ્રકારનું છે : (૧) શ્રુતપદનું (સાંભળેલા પદનું) અન્ય સૂત્રમાં અનુસંધાન કરવું. (જ્ઞાન કરવું અથવા તો જોડાણ કરવું.) (૨) અશ્રુતપદનું અન્ય સૂત્રમાં અનુસંધાન કરવું. અહીં અશ્રુતપદના અનુસંધાનને અધ્યાહાર કહેવામાં આવે છે. દા.ત. સર્વે સૂત્રમાં કર્તા કોણ?, ક્રિયાપદ કોણ? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અહીં જો વાક્યનો બોધ થતો ન હોય તો આ સૂત્રરચના બરાબર ન કહેવાય. આથી વાક્યર્થનો બોધ કરવા માટે આખ્યાતનો (ક્રિયાપદ) નિર્દેશ કરવો આવશ્યક છે. આથી યાં ગઈમ્ પ્રાધેયમ્ એ પ્રમાણે અધ્યાહારથી મયા અને પ્રMિધેયક્ પદને લાવવાથી વાક્યનો બોધ થઈ શકશે. અહીં અશ્રુતપદનું અનુસંધાન કરવાથી વાક્યર્થનો બોધ થઈ શકશે તો જ સૂત્રમાં સાધુપણાની પ્રાપ્તિ થઈ શકશે. આ પ્રમાણે અહીં અશ્રુતપદનું અનુસંધાન એ અધિકારસૂત્ર નથી. શ્રુતપદનું અનુસંધાન બે પ્રકારે છે : (૧) મનુષી (૨) અનુવૃત્તિ. (૧) મનુષા : ‘નેવી: સ્થાનાન્તરસ્થિતસ્ય (પસ્ય) વવવિદ્ અનુસંધાનમ્' નજીકમાં રહેલા પદનું કોઈક સ્થળે જ્ઞાન કરવું તથા (૨) મનુવૃત્તિ: ‘રવીઃ સ્થાનાન્તરસ્થિતી () સર્વત્રાનુંસંધાનમ્' દૂર રહેલા પદનું બધે જ અનુસંધાન કરવું તે અનુવૃત્તિ કહેવાય છે. આ અનુવૃત્તિનાં ત્રણ પ્રકાર છે :
(A) સિંહાવતોતિંવત્ : સિંહ જેમ ચાલે છે તો પાછળ જોઈને પણ ચાલે છે તેમ પછીના સૂત્રનો પૂર્વનાં સૂત્રમાં જો અર્થ ખૂટતો હોય તો લઈ શકાય છે. દા.ત. (૩/૧/૧૬૦) સૂત્રનાં અર્થનું અનુસંધાન (૩/૧/૧૫૯) સૂત્રમાં કરવું પડે છે.
(B) મહુનુતિવત્ : એક સૂત્રમાં એક પદ લીધા પછી વચ્ચે બે-ત્રણ સૂત્રો છોડી પુનઃ તે પદનું ગ્રહણ કરવામાં આવે તો તે મÇસ્તુતિવત્ અનુવૃત્તિ કહેવાય છે. દા.ત. (૨/૧/પર)માં ધાતુની અનુવૃત્તિ હતી તે (૨/૧/પ૩), (૨/૧/૫૪) અને (૨/૧/૫૫) સૂત્રને છોડીને પુનઃ (૨ ૧/પ૬) સૂત્રમાં આવે છે.