________________
૩૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અનુવાદ:- હવે સ્વાદ્વાદનો અન્ય રીતે અર્થ કરે છે - વાત્ એટલે અસાધુત્વથી મુક્ત એવા પ્રયોગોથી તેવો અર્થ થશે, સિદ્ધિનો અર્થ મોક્ષ થશે (સંપૂર્ણ કલ્યાણ થશે) તથા ભવેત્ એ ચહ્નો અર્થ થશે. આથી સંપૂર્ણ અર્થ આ પ્રમાણે થશે – અસાધુત્વથી મુક્ત એવા શબ્દોનો વ્યવહાર કરવાથી સમ્યજ્ઞાન થશે અને સમ્યજ્ઞાન દ્વારા શ્રેષ્ઠ કલ્યાણ સ્વરૂપ મોક્ષ થશે. આ હેતુથી જ આ ગ્રન્થનો (શબ્દાનુશાસનનો) આરંભ કરાય છે. આમ, અભિધેય અને પ્રયોજનપણાંથી પણ “સિદ્ધિ દાતા” પંક્તિની આ વ્યાખ્યા કરવા યોગ્ય છે.
- શબ્દમહાર્ણવન્યાસઃसिद्धिरित्यादि - लोके प्रसिद्धसाधुत्वानां शब्दानामन्वाख्यानार्थमिदमारभ्यते । अन्वाख्यानं च शब्दानां प्रकृत्यादिविभागेन सामान्य-विशेषवता लक्षणेन व्युत्पादनम्, तच्च शब्दार्थसम्बन्धमन्तरेण न सम्भवति, शब्दार्थसम्बन्धसिद्धिश्च स्याद्वादाधीनेत्यत आह-सिद्धिः स्याद्वादादिति ।
- શબ્દમહાર્ણવન્યાસનો અનુવાદ - લોકમાં પ્રસિદ્ધ એવા સાધુ શબ્દોના કથનને માટે આ ગ્રન્થનો (શબ્દાનુશાસન) આરંભ કરાય છે. હવે અન્વાખ્યાનની વ્યાખ્યા કરે છે - લોકમાં જે સાધુ શબ્દો તરીકે પ્રસિદ્ધ હતાં એ શબ્દોનું પ્રકૃતિ અને પ્રત્યયના વિભાગથી સામાન્ય (ઉત્સર્ગ) અને વિશેષ (અપવાદ) સૂત્રવડે કથન કરવું તે અન્વાખ્યાન કહેવાય છે. આ શબ્દાનુશાસનમ્ નામનો ગ્રન્થ ઉત્સર્ગ અને અપવાદ સૂત્રોવડે પ્રકૃતિ અને પ્રત્યયનો વિભાગ કરશે અને તેમ કરીને સાધુ શબ્દોનું કથન કરશે. આ પ્રમાણેનું કથન એ જ અન્વાખ્યાન છે.
શબ્દો સંબંધી આ પ્રમાણેનું અન્વાખ્યાન શબ્દ અને પદાર્થના સંબંધ વિના સંભવતું નથી. હવે શબ્દ અને અર્થના સંબંધની સિદ્ધિ સ્યાદ્વાદને આધીન છે. આથી જ સૂત્રમાં સિદ્ધિઃ સ્વાદવિાતુ શબ્દો લખાયા છે અર્થાત્ શબ્દો અને અર્થના સંબંધની પ્રાપ્તિ સ્યાદ્વાદને આધીન છે. શબ્દો અને અર્થો વચ્ચે તદુત્પત્તિ, તાદાભ્ય તથા વા-વાવમવિ વગેરે સંબંધો માનવામાં આવે છે. આ અંગેની સંપૂર્ણ ચર્ચા રત્નપ્રભાચાર્યવડે બનાવાયેલી રત્નાકરાવતારિકામાં જોવી, જેમાં સ્યાદ્વાદને આધીન એવા વાચ્યવાચકભાવ સંબંધનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
(શ૦ચા) સંજ્ઞા-પરિભાષા-sfધર-વિધિ-પ્રતિષેધ-નિયમ-વિકલ્પ-સમુન્દ્રા-ડતિदेशाऽनुवादरूपदशविधयोगेष्वयमधिकार आशास्त्रपरिसमाप्तेर्वेदितव्य इति ।।
અનુવાદ - સામાન્ય અને વિશેષ સૂત્રો કેવા સ્વરૂપવાળા હશે? અને આ સૂત્ર કેવા સ્વરૂપવાળું છે? એવી જિજ્ઞાસાના સંદર્ભમાં આચાર્ય ભગવંતશ્રી દશ પ્રકારના સૂત્રો પોતાનાં વ્યાકરણમાં