________________
૦ ૧-૧-૨
૩૫
અનુવાદ :- એક શબ્દમાં જ હ્રસ્વ-દીર્ઘ વગેરે વિધિઓ, અનેક કારકોનું મળવું, સમાનાધિકરણપણું, વિશેષણ-વિશેષ્યભાવ વગેરે સ્યાદ્વાદ વિના સંગત થતું નથી.
(त०प्र०) सर्वपार्षदत्वाच्च शब्दानुशासनस्य सकलदर्शनसमूहात्मकस्याद्वादसमाश्रयणमतिरमणीयम् । यदवोचाम स्तुतिषु -
“अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते" ॥२॥ (અન્યયો વ્યવવ્યત્રિંશિક્ષા-શ્નો ૩૦)
स्तुतिकारोऽप्याह
“नयास्तव स्यात्पदलाञ्छना इमे रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः " ॥ ३ ॥ इति ॥ ( श्रीसमन्तभद्राचार्यकृत-बृहत्स्वयम्भूस्तोत्रावल्यां श्रीविमलनाथस्तोत्रम् श्लो० ६५ ) અનુવાદ :- શબ્દાનુશાસન એ બધા જ દર્શનોને સર્વસાધારણ ગ્રન્થ હોવાથી બધા જ દર્શનોના સમૂહ સ્વરૂપ સ્યાદ્વાનો સ્વીકાર અત્યન્ત નિર્દોષ છે. જે સ્તુતિઓમાં અમે કહ્યું છે -
“પરવાદીઓ પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષભાવવાળા હોવાથી જે પ્રકારે એકબીજા ઉપર મત્સરભાવવાળા છે (અસહનશક્તિવાળા છે) એ પ્રકારે સર્વ નયોને અવિશેષ સ્વરૂપે ઇચ્છતાં એવા તારા આગમો નથી. અહીં કારણ તરીકે પક્ષપાતી હેતુ વિશેષણ દ્વારા બતાવે છે. જે કારણથી તારા આગમો રાગ નિમિત્તક વસ્તુના સ્વીકાર રૂપ પક્ષનો નાશ કરવાવાળા છે, તેથી જ તારા આગમો અસહનશક્તિવાળા નથી.” (પક્ષપાતીનો અર્થ શબ્દમહાર્ણવન્યાસમાંથી લખવામાં આવ્યો છે.)
સ્તુતિકાર પણ કહે છે - જે કારણથી સ્નાપદથી અંકિત થયેલા તારા આ નયો જાણે કે સુવર્ણરસથી યુક્ત એવી લોખંડની ધાતુઓ ન હોય (લોખંડમાં સુવર્ણરસ મેળવવામાં આવે તો લોખંડ સ્વયં સુવર્ણ સ્વરૂપ બની જાય છે) તેમ અભિપ્રેતફળવાળા થયા છે તે કારણથી હિતને ઇચ્છવાવાળા એવા આર્યો આપને પ્રણામ કરવા માટે આરંભવાળા થયા છે.
( त०प्र० ) अथवा वादात् विविक्तशब्दप्रयोगात् 'सिद्धिः' सम्यग्ज्ञानं तद्द्वारेण च निःश्रेयसं 'स्याद्' भवेद् इति शब्दानुशासनमिदमारभ्यत इत्यभिधेयप्रयोजनपरतयाऽपीदं व्याख्येयम् ॥२॥