________________
સૂ૦ ૧-૧-૧
૩૩ અનુવાદઃ- દૃષ્ટ-ફળ તરીકે રાજ્ય વગેરે સમજવાં. અષ્ટફળ તરીકે સ્વર્ગ વગેરે સમજવાં. હવે માશાસ્ત્ર શબ્દમાં જે અવ્યય છે તે અભિવિધિ અર્થમાં છે અને અભિવિધિ એટલે મર્યાદા. જેમાં સાથે જોડાયેલ શબ્દનો પણ સંબંધ થઈ શકે છે. એ અભિવિધિ સ્વરૂપ મર્યાદા કહેવાય છે. અહીં અવ્યય સાથે શાસ્ત્ર શબ્દ જોડાયો છે. આથી શાસ્ત્રની અવધિ સુધી એવો અર્થ શાસ્ત્ર શબ્દનો થશે અને તે અવધિ આ શાસ્ત્રને ભણવું અને ભણાવવા સુધી થશે. તેથી તાત્પર્ય અર્થ આ પ્રમાણે પ્રાપ્ત થશે. આ શબ્દાનુશાસન સ્વરૂપ શાસ્ત્રને ભણવું અને ભણાવવું સ્વરૂપ અવધિ સુધી આ મર્દ અક્ષરનું ધ્યાન કરવા યોગ્ય છે.
(ચાoo) પ્રણિધાને વતુર્ધ-પદ્રથમ પિvસ્થમ્, પશુ, પાતીત વેતિ પશુमर्हशब्दस्थस्य, पिण्डस्थं शरीरस्थस्य, रूपस्थं प्रतिमारूपस्य, रूपातीतं योगिगम्यमहतो ध्यानमिति । एष्वाद्ये द्वे शास्त्रारम्भे संभवतो नोत्तरे द्वे । अनेनात्मनः सर्वतः संभेदः इत्युक्ते पदस्थम्। तदभिधेयेनेत्यादिना पिण्डस्थमिति । वयमपीति-विशिष्टप्रणिधेय-प्रणिधानादिगुणप्रकर्षादाऽऽत्मन्युत्कर्षाधानाद् गुणबहुत्वेनात्मनोऽपि तदभिन्नतया बहुत्वाद् वयमिति बहुवचनेन નિર્વેશ: તાર્વિતિ -તત્ત્વમેવ “વિનયાદ્રિ]:'' [૭.૨.૧૬૧.] તત્ત્વ યોગનમતિ વા III
અનુવાદ :- પ્રણિધાન ચાર પ્રકારનાં છે પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ, રૂપાતીત. સૌ પ્રથમ ચાર ધ્યાનની વ્યાખ્યા જણાવે છે. સર્વે પદમાં રહેલા અરિહંતનું ધ્યાન એ પદસ્થ પ્રણિધાન છે તથા અરિહંત પદના અભિધેય સ્વરૂપ અરિહંતના શરીરમાં રહેલું અરિહંતનું ધ્યાન એ પિંડસ્થ પ્રણિધાન છે તથા અરિહંતની પ્રતિમાનું ધ્યાન એ રૂપસ્થ પ્રણિધાન છે તથા યોગી ગમ્ય એવું અરિહંત પરમાત્માનું રૂપાતીત સ્વરૂપનું (અરૂપી સ્વરૂપનું) જે ધ્યાન તે રૂપાતીત પ્રણિધાન છે.
અહીં આ ગ્રન્થમાં આ ચાર પ્રણિધાનમાંથી આદિના બે પ્રણિધાન શાસ્ત્રના આરંભમાં સંભવે છે, પરંતુ પછીના બે પ્રણિધાનો સંભવતા નથી. આથી મર્દ પદનું ધ્યાન કરવા યોગ્ય છે. એનાથી માત્ર બે સ્વરૂપવાળું જ ધ્યાન કરવા યોગ્ય છે એવો અર્થ જણાય છે. મર્દ પદની સાથે આત્માનો સંપૂર્ણ સંબંધ આ શબ્દો દ્વારા પદસ્થ પ્રણિધાન કહેવામાં આવ્યું તથા ગë પદના અભિધેય સ્વરૂપ સાક્ષાત્ અરિહંત પરમાત્માના શરીરની સાથે આત્માનો જે અભેદ થવો એવા શબ્દ દ્વારા પિંડસ્થધ્યાન કહેવામાં આવ્યું.
હવે વયમ્ સ્વરૂપ કર્તા બહુવચનમાં કહેવાયા છે એનું રહસ્ય ગ્રન્થકાર બતાવે છે. પ્રણિધાન કરવા યોગ્ય પદાર્થ વિશેષ પ્રકારનો છે તથા પ્રણિધાન પણ વિશેષ પ્રકારનું હોવાથી આ બંને વડે ગુણની વૃદ્ધિ થાય છે અને ગુણની વૃદ્ધિ થવાથી આત્મામાં પણ શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. આથી