________________
સૂ૦ ૧-૧-૧
૩૧
(૧) સ્વરૂપારણ્યાનમ્ - અĚ એ પ્રકારે આકૃતિ કહેવાઈ તે અěનું સ્વરૂપથી આખ્યાન થયું. - (૨) ખિા - વાચકશક્તિ જેનામાં હોય તે અભિધા કહેવાય. પરમેષ્ઠી સ્વરૂપ અભિધેયનો વાચક ě અક્ષર છે. આ પ્રમાણે અભિધાથી બĚનું કથન કર્યું.
(૩) તાત્પર્ય - Ě અક્ષર એ સિદ્ધચક્રનું શરૂઆતનું બીજ છે એ પ્રમાણે લખવા દ્વારા અદ્દ પદનું તાત્પર્યથી કથન કરાયું છે.
પરમેષ્ઠીઓ પાંચ છે. આ પાંચમાં અĚ પદ એ પણ એક પરમેષ્ઠી સ્વરૂપ જ છે. છતાં પણ બાકીનાં ચાર પરમેષ્ઠીનો વ્યવચ્છેદ (બાદબાકી) કરવા માટે પરમેશ્વરસ્ય સ્વરૂપ વિશેષણવાચક પદ ટીકામાં લખ્યું છે. આથી ચોત્રીશ અતિશય સ્વરૂપ પરમ ઐશ્વર્યને ભજનાર એવા જિનનો વાચક આ અĚ અક્ષર છે.
(न्या०स० ) ननु यद्यपि परमेष्ठीति सामान्यं पदं तथापि अर्हमिति भणनादर्हन्नेव लभ्यते, किं परमेश्वरस्येतिपदेन ? सत्यम् -
“देवतानां गुरूणां च नाम नोपपदं विना । उच्चरेन्नैव जायायाः कथञ्चिन्नात्मनस्तथा" ॥६॥ રૂતિ ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- પરમેષ્ઠી એ સામાન્ય પદ છે. આથી પરમેષ્ઠી પદથી અરિહંત, સિદ્ધ વગેરે કોઈ પણ પરમેષ્ઠી જણાવાની શક્યતા છે. છતાં પણ એઁ એ પ્રમાણે પદ સૂત્રમાં કહ્યું હોવાથી અરિહંત સ્વરૂપ પરમેષ્ઠી જ પ્રાપ્ત થાય છે અને તે પાંચેમાં પ્રધાન છે તેવો બોધ થઈ જ જાત. આ પરિસ્થિતિમાં પરમેશ્વરસ્ય સ્વરૂપ વિશેષણવાચક પદની આવશ્યકતા નથી.
ઉત્તરપક્ષ :- તમારી વાત સાચી છે. દેવતાઓ અને ગુરૂઓના નામ ઉપપદ વિના ઉચ્ચારણ કરવા જોઈએ નહીં તથા પોતાનું તથા પત્નીનું નામ પણ બોલવું જોઈએ નહીં. માટે જ ઉપપદ સ્વરૂપ પરમેશ્વરસ્ય પદ લખ્યું છે.
(न्या०स० ) सिद्धेति-सिद्धा विद्यासिद्धादयस्तेषां चक्रमिव चक्रं तस्य पञ्चबीजानि तेषु चेदमादि-बीजम् । सकलेति - सकलाः समस्ता ये आगमा लौकिका लोकोत्तराश्च तेषामुपनिषद्भूतं रहस्यभूतम् ।
અનુવાદ :- જેનાથી યોગ સંબંધી સિદ્ધિઓ તેમજ વિદ્યાઓની પ્રાપ્તિ થાય છે તે સંબંધી ચક્ર જેવું ચક્ર છે જેને તે સિદ્ધચક્ર કહેવાય છે. તે સિદ્ધચક્રના પાંચ બીજો છે અને તે પાંચ બીજોમાં આ બન્નેં એ પ્રથમ બીજ છે. સમસ્ત એવા લૌકિક અને લોકોત્તર આગમોનું આ રહસ્યભૂત પદ છે.