________________
સૂ૦ ૧-૧-૧
૨૯
પાર્થસંવત્યુપાયલક્ષળ એમ બીજા બે અતિશયો પ્રાપ્ત થાય છે. સ્વાર્થસંપત્તિ એટલે પોતાનાં પ્રયોજનોની પ્રાપ્તિ. પરામા (શ્રેષ્ઠ જ્ઞાન) યુક્ત: આત્મા યસ્ય સ: કૃતિ પરમાત્મા એટલે કે શ્રેષ્ઠ જ્ઞાનથી યુક્ત આત્મા છે જેનો આ પ્રમાણે જે વ્યક્તિ આવશે તેને પોતાનાં પ્રયોજન સ્વરૂપ શ્રેષ્ઠ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું હોવાથી પરમાત્માનમ્ પદથી જ્ઞાનાતિશય ઉક્ત થયો. તથા પોતાનાં પ્રયોજનની પ્રાપ્તિના કારણ સ્વરૂપ કર્મનો ક્ષય હોવાથી સ્વાર્થસંપત્તિ ઉપાયલક્ષણ તરીકે પરમાત્માનમ્ પદ દ્વારા અપાયાપગમઅતિશય આવશે. હવે અન્યનાં પ્રયોજનની પ્રાપ્તિ શબ્દોથી થતી હોવાથી પરાર્થસંપત્તિ સ્વરૂપ અતિશયથી શ્રેય: ગદ્દાનુશાસનમ્ પદ દ્વારા વનનાતિશય આવશે. અને એ પરાર્થસંપત્તિનું કારણ વાણી સંબંધી વક્તાનાં ૩૪ અતિશયો વગેરે મહત્ત્વથી લોકો વચનની પ્રાપ્તિ કરશે. માટે પૂજાતિશય આવશે. અહીં અન્યનાં પ્રયોજનની પ્રાપ્તિ શબ્દોથી થતી હોવાથી પરમાત્માની વાણી એ પરાર્થસંપત્તિ સ્વરૂપ છે. જ્યારે પરાર્થસંપત્તિનું કારણ પરમાત્માનાં ચોત્રીસ અતિશયો છે. માટે શ્રેય: શબ્દાનુશાસનમ્ પદ દ્વારા પાર્થસંવત્યુપાય સ્વરૂપ પૂજાતિશય પણ પ્રાપ્ત થશે. આ પ્રમાણે સર્વદર્શનને અનુસરવાપણાંથી અતિશયો ભાવન કરવા યોગ્ય છે. બૌદ્ધોનાં આ ચાર અતિશયોનો અર્થ પાર્શ્વદેવગણિ દ્વારા રચાયેલ ન્યાયપ્રવેશકવૃત્તિની પન્ના ટીકામાંથી પ્રાપ્ત થયો છે.
(न्या०स० ) अत्र च नमस्कारे चतुस्त्रिंशदतिशयसंग्राहकातिशयचतुष्टयमध्ये कः केन पदेनोच्यते सूच्यते वा इत्यभिधीयते - परमात्मानमित्यनेन पूजातिशय:, अत एव " सन्महत्परम० " [३.१.१०७.] इत्यनेन पूजायां समासः । द्वितीयपादेन वचनातिशयः, श्रेयांश्च ३ एकशेषे श्रेयांसः, ते च ते शब्दाश्च ताननुशास्तीति व्युत्पत्तेर्वचनातिशयः । वचनातिशयश्च न ज्ञानातिशयं विनेति वचनातिशयेन ज्ञानातिशय आक्षिप्यते । ज्ञानातिशयश्च नापायापगमातिशयं विनेति तेनापायापगमातिशयाऽऽक्षेप :- अपायभूता हि रागादयस्तेषामपगमः स एवातिशय इति ।
S
અનુવાદ :- હવે નમસ્કારમાં ૩૪ અતિશયોનો સંગ્રહ કરનારા એવા ચાર અતિશયો છે. એ ચાર અતિશયોની મધ્યમાં કયો અતિશય કયા પદવડે કહેવાય છે અથવા તો બતાવાય છે, તે જણાવે છે. પરમાત્માનમ્ પદવડે પૂજાતિશય કહેવાય છે. આથી જ સન્નહરમ... (૩/૧/૧૦૭) સૂત્રથી પરમ અને આત્મન્ શબ્દનો પૂજા અર્થમાં કર્મધારય સમાસ કર્યો છે. શ્રેય: શબ્દાનુશાસનમ્ એ પ્રમાણે બીજા પદવડે વચનાતિશય કહેવાય છે. શ્રેય: શબ્દાનું અનુશાસ્તિ કૃતિ પ્રેય: શવ્વાનુશાસનમ્ (શ્રેય એવા શબ્દોને જે બતાવે છે.) શ્રેયાન્ ચ શ્રેયાન્ ચ શ્રેયાન્ ત્ત એ પ્રમાણે એકશેષ થતાં શ્રેયાંસ: થશે પછી શ્રેયાંસ: ૬ તે શબ્દાઃ ૬ કૃતિ પ્રેયઃશવ્વાઃ એ પ્રમાણે કર્મધારય સમાસ થશે. આ પદથી વચનાતિશય કહેવાયો છે. વચનાતિશય જ્ઞાનાતિશય વિના હોતો નથી એ પ્રમાણે વચનાતિશયથી